શું તમને ખબર છે ઘરના આ કામ કરવાથી પણ વજન ઘટાડી શકાય ? જાણો એક ક્લિકે

0

આજકાલ ફાસ્ટફૂડ અને જંકફૂડના સમયમાં ઘણા લોકો વજન વધારાનો ભોગ બનતા હોય છે. ત્યારે મહિલાઓને સૌથી વધુ આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। પરંતુ ઘરના કામમાંથી જ મહીલાઓને કઈ પણ એક્સરસાઇઝ કરવાનો સમય નથી મળતો જેને લીધે વજન ઘટાડો કરી શકાય। પરંતુ ઘર કામ કરવાથી જ વજનમાં ઘટાડો કરી શકાય છે. તે માટે તમારે ઘરના કામ કરવાથી તેનો ફાયદો એક્સરસાઇઝ અને ડાયેટિંગ જેવો જ હોય છે.તો એવો જાણીએ ઘરના ક્યાં કામ કરવાથી કેલેરી ઘટે છે. અને કેટલી કેલેરી ઘટે છે.

કેલેરી ઘટાડવા કરો આ ઉપાય

પોતા કરવા
દરરોજ અડધી કલાક પોતા કરવાથી લગભગ 100 થી 200 કેલેરી ઘટે છે.ઘૂંટણ પર બેસીને પોતા કરવાને બદલે પગ ઉપર બેસી પોતા કરવાથી વધારો ફાયદો થાય છે. જે તબિયત અને સફાઈ માટે ફાયદાકારક છે.

Image Source

વાસણ ધોવા
વાસણ ધોવાથી પુરા શરીરને કસરત મળે છે. કામવાળી બાઈ કરતા જાતે જ વાસણ ધોવાથી વર્ક આઉટની સાથોસાથ એક્સરસાઇઝ થવાથી વધારે ફાયદો મળે છે.વાસણ ધોવાથી શરીર પણગતિશીલ રહે છે અને કેલેરી પણ બર્ન થાય છે. લગભગ 30 મિનિટ સુધી વાસણ ધોવાથી ફક્ત 60 થી 120 કેલેરી જ ઓછી થાય છે. તો જયારે પણ તમે જાતે વાસણ ધુઓ ત્યારે કામ સમજીને નહિ પરંતુ એક્સરસાઇઝ સમજીને કરો.

ગાડીની સફાઈ કરવી
ઘણા લોકોને આકારની સફાઈ કરવા માટે માણસ આવતો હોય છે. તો ઘણા લોકો અઠવાડિયામાં એક વાર પણ કારની સફાઇને માથાનો દુખાવો સમજે છે। તમે જો દરરોજ અડધો કલાક ગાડી સાફ કરો દરરોજની 150 કેલેરી ઓછી કરી શકો છો.

Image Source

ઘરની સફાઈ
ઘણા લોકોને ઘરનું કામ કરવાનુંય અટપટું લાગે છે પણ જ્યારે તમે ઘરની ટાઇલ્સ કે બાથરૂમની ટાઇલ્સ ઘસી-ઘસીને સાફ કરો છો ત્યારે તે દરમિયાન એક કલાકમાં 260 કેલેરી ઘટાડી શકો છો.

Image Source

પથારી પાથરવી 

રાતે સુતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ પથારી સાફ કરવાથી રોજની 70 કેલેરી ઓછી કરી શકો છો.કેલરી ઘટાડવા માટે આનાથી વધારે બીજો કોઈ વર્કઆઉટ હોય જ ના શકે.

કપડાં ધોવાથી અને ઈસ્ત્રી કરવાથી

આજના આ ઝડપી યુગમાં કોઈને પણ હાથથી કપડાં ધોવા ગમતા નથી. લોકો કામવાળી અથવા વોશિંગ મશીનનો સહારો લે  છે. ત્યારે જો દરરોજ કપડાં હાથથી ધોવાથી અને ઈસ્ત્રી કરવાથી દરોજની 70 થી 100 જેટલઈ કેલરી ઘટે છે. કેલેરી તો ઘટે છે. સાથોસાથ સારી એક્સરસાઇઝ પણ થાય છે.

બગીચામાં છોડને પાણી પીવડાવું
બગીચામાં ઝાડને પાણી પીવડાવાથી અને માટી ખોદવાથી હાથને પુરી એક્સરસાઇઝ મળે છે. સાથે વર્કઆઉટનો ફાયદો પણ મળે છે.બગીચામાં કામ કરવાથી દરરોજની 330 કેલરી ઘટે છે.

પાલતુ પ્રાણીને ફેરવવા

જો તમારે ઘરે કોઈ પાલતુ પ્રાણી હોય તો કેલેરી ઓછી કરવી એ કઈ મુશ્કેલ કામ નથી. તો તમે ઈચ્છો તો સવારે અને સાંજે પાલતુ જાનવરને લઈને બહાર નીકળી શકો છો.તેનાથી પણ વજનમાં વધારો થાય છે.

સામાનની ખરીદી કરવી

આજકાલ ઓનલાઈનનો જમાનો છો. એક ક્લિકે કોઈ પણ વસ્તુ ઘરે બેઠા મળી શકે છે. ત્યારે કેલેરી ઘટાડવામાં માટે ઓનલાઈને વસ્તુ મંગાવવાને બદલે ખુદ બજાર જઇને પણ ખરીદી કરી શકો છો. જેનાથી પણ વજનમાં ઘટાડો થાય છે. તો બીજી તરફ શરીરને કસરત પણ મળે છે.

વજન ઘટાડવાના બીજા પણ ઉપાયો છે.

કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે સમય નિશ્ચિત કરો.અને તે સમયમાં કામ પૂર્ણ થાય તેનું ધ્યાન રાખો।સમયના લીધે કામ કરવાની ઝડપ પણ વધશેઅને મસલ્સમાં પણ અસર થશે.

કામની વચ્ચે સમય કાઢીને એક્સરસાઇઝ કરવાથી પણ વજનમાં ઘટાડો થાય છે.

વજન ઘટાડવાનો સૌથી બેસ્ટ ઉપાય છે દાદરો ચડવો અને ઉતરવો। દાદરા ચડવા અને ઉતરવાથી પણ વજનમાં ઘટાડો થાય છે.

બારી દરવાજાની સાફ સફાઈ કરવાથી પણ કેલેરીમાં ઘટાડો થાય છે.

જમવાનું બનાવતી વખતે ફ્રી જ ના ઉભા રહો. ઓવનમાં કંઈક વસ્તુ બનતી હોય ત્યારે ઉભા રહીને નાની મોટી એક્સરસાઇઝ કરો.

શાકભાજી લેવા માટે વાહનના ઉપયોગ કરવાને બદલે ચાલીને જાવ.તેનાથી એક્સરસાઇઝ પણ થાય છે. અને કેલેરી પણ ઘટે છે.ચાલવાથી ડાયાબીટીસમાં પણ ફાયદો થાય છે.સાથે મોટાપા ઓછો કરવામાં મદદ મળે છે.

ડીલેવરી બાદ બાળકોને દૂધ પીવડાવું પણ એક એક્સરસાઇઝ છે. એકે કલાક બાળકને દૂધ પીવડાવાથી 260 કેલેરી ખર્ચાઈ છે.તેના સિવાય નાના બાળકોને નવડાવવું,જમાડવું જેવી પ્રવૃત્તિ પણ એકલ એક્સરસાઇઝ છે.

નોંધ:

આ કેલેરીની માત્રા 35થી 40 વર્ષ મહિલાઓ જેની ઊંચાઈ સદા પાંચ ઇંચ અને વજન 75 કિલો છે. તેના માટે છે. વધુ વજન અથવા ઊંચાઈ માં આ માત્રા વધારે પણ હોઈ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here