મનોરંજન હેલ્થ

અક્ષયની અભિનેત્રીએ માત્ર 4 મહિનામાં ઘટાડયું હતું 21 કિલો વજન, તેને ખાવાનું છોડયું નહી પણ આટલું ખાવાનું સામેલ કર્યું તેના ડાયટમાં ….

પોતાની પહેલી ફિલ્મ ‘દમ લગા કે હૈશા’ માં ભૂમિ પેડનેકરનું વજન 85 કિલો નું હતું.ભારે-ભરખમ શરીરવાળી ભૂમિને ખાસ આ ફિલ્મ માટે પોતાનું વજન 15 કિલો જેટલું વધારવું પડ્યું હતું.ભૂમિને ચટપટું ભોજન ખુબ જ પસંદ છે માટે તેમણે ફિલ્મની આ ઓફર માટે સાઈન કરી લીધી અને રોજ કેલેરીથી ભરપૂર ખોરાક ખાવા લાગી હતી.

Image Source

પોતાની પહેલી જ ફીલ્મથી ભૂમિએ દરેક કોઈનું દિલ જીતી લીધું હતું. ભૂમિને આ ફિલ્મ માટે ફિલ્મફેરનો એવોર્ડ પણ મળી ચુક્યો છે. આ એવોર્ડને લેવા માટે જ્યારે ભૂમિ સ્ટેજ પર પહોંચી તો તેને જોઈને ત્યાં હાજર દરેક લોકો હેરાન જ રહી ગયા હતા.કેમ કે આ ફિલ્મ પછી ભૂમિએ પોતાનું વજન ખુબ ઓછું કરી નાખ્યું હતું. ફિલ્મમાં એકદમ મોટી દેખાતી ભૂમિને અચાનક જ એકદમ આકર્ષક અને સ્લિમ ફિગર જોઈને દરેક ચોંકી ગયા હતા.

 

View this post on Instagram

 

Morning ☀️ #Friyay

A post shared by Bhumi Pednekar (@bhumipednekar) on

અમુક સમય પહેલા જ ભૂમિ પેડનેકરની રિલીઝ થયેલી ફિલ્મ ‘સોનચીડિયા’માં ભૂમિ પેડનેકરના અભિનયના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. ભૂમિ તેના મજબૂત અભિનય માટે જાણીતી છે,સાથે તેના વજન ઘટાડવાની સફર પણ તમારા માટે પ્રેરણાત્મક સાબિત થશે. તેને તેના ટ્રાન્સફોર્મેશનથી દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા છે અને સરપ્રાઈઝ પણ આપી છે. માત્ર 4 મહિનામાં 21 કિલો વજન ઘટાડયું હતું. તેમણે સોશિયલ મીડિયા પર વજન ઘટાડવા માટેની ટિપ્સ પણ શેર કરી હતી. જાણો કેવી રીતે ભૂમિએ પોતાનું વજન ઘટાડયું. આ ટીપ્સ તમને પણ ઉપયોગી થશે.

Image Source

વજન ઘટાડવા માટે ભૂમિએ કોઈ ડાયેટ કર્યુ ન હતું પણ પોતાના રોજના ભોજનમાં અમુક વસ્તુઓનો સમાવેશ કરીને અને અમુક વસ્તુઓથી દૂર રહીને પોતાના ફિગરને ફરીથી આકર્ષક અને સ્લિમ ફિટ બનાવ્યું હતું.

 

View this post on Instagram

 

#EidMubarak 🙂

A post shared by Bhumi Pednekar (@bhumipednekar) on

બોડી ડિટોક્સ કરી –
ભૂમિ તેના દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણી સાથે શરૂ કરતી હતી. તે શરીરમાંથી દૂષિત તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.આમ કરવાથી શરીર સ્વચ્છ બને છે અને શરીરમાંથી દૂષિત પદાર્થ બહાર આવે છે. તેમના ડિટોક્સ પાણીમાં લીંબુ, ફૂદીનો અને કાકડીનો પણ સમાવેશ હોય છે. 1 લિટર પાણીમાં 3 કાકડીના ટુકડા, ફુદીનાના પાન, અને 4 લીંબુનો રસ મિક્સ કરી તેને ફ્રીજમાં થોડો સમય મૂકી રાખી પછી એક કલાક પછી તેને પીવાનું રાખતી હતી.ભૂમિ રોજ એલોવેરાનું જ્યુસ પણ પીતી હતી ,જેનાથી તેના શરીરથી દુષિત પદાર્થ નીકળી જાય અને તેનું શરીર ડીટોક્સ થઇ જાશે તેના સિવાય તે ગ્રીન ટી લેવાનું પણ ભૂલતી ન હતી.

નાસ્તો –
તે કહે છે કે નાસ્તો દિવસનો સૌથી મહત્વપૂર્ણ ખોરાક હોય છે. નાસ્તો સવારમાં કરવો જ જોઈએ. જે દિવસ દરમ્યાન શરીરને ઊર્જા આપશે.શરીરને ડિટોક્સાઇઝ કર્યા પછી ભૂમિ મલાઈ વગરનું દૂધ સાથે મૂસલી લેવાનું રાખતી હતી. તે સૂર્યમુખીના બીજ પણ લેતી હતી. આ સાથે જ બ્રેકફાસ્ટમાં વ્હાઇટ બ્રેડ, આમલેટ અને ફ્રૂટ જ્યુસ લેવાનું રાખતી અને પપૈયું પણ ખાતી હતી.

Image Source

એક્સરસાઇઝ-
હેલ્દી ખોરાક લેવાની સાથે સાથે ભૂમિ જીમમાં કસરત કરવા માટે પણ જાતી હતી. એક દિવસ કાર્ડિયો અને એક દિવસ વેઇટટ્રેનીંગને આપતી હતી.આ સિવાય ભૂમિ ખાંડની જગ્યાએ ખજૂરનું સીરપ, શુદ્ધ મધ અને ગોળ ખાતી હતી.

 

View this post on Instagram

 

Just hanging…with subtle thoughts about world domination 😝 . . . #mood #hello #wednesday

A post shared by Bhumi Pednekar (@bhumipednekar) on

વ્યાયામ પછી પ્રોટીન:
કસરત પછી તે પાંચ બાફેલા ઇંડા લેતી હતી.પ્રોટીન શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.વજન ઓછું કરવા માટે ભૂમિએ પાણી પીવાનું વધારી દીધું.વધુ પાણી પીવું પણ શરીરને તાજગી આપવાની સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

Image Source

લંચ-
બપોરના સમયે ભૂમિ ઘરે જ બનાવેલો ખોરાળ કેટી હતી. તે બપોરે બાજરીની રોટી, જુવાર, ચણા અને રાજગરો ખાય છે. એમાં તે બટરનો ઉપયોગ કરે છે. તે બધી જ સબ્જી ઓલિવ ઓઇલમાં બનેલી જ ખાય છે. લંચમાં તે દહીં લેવાનું ભૂલતી નથી. ભોજનમાં ગ્રીલ ચિકન, ગ્રીલ્ડ ચિકન સેન્ડવીચ પણ લે છે.

 

View this post on Instagram

 

Mood✌🏻 . . . #goodmorning #throwback #shoot #sunday #love

A post shared by Bhumi Pednekar (@bhumipednekar) on

બપોર પછીનો નાસ્તો:
4.30 વાગ્યે તે પપૈયા, સફરજન અથવા જામફળ લે છે. આ પછી, બદામ અને અખરોટ અને ગ્રીન ટી પણ લે છે.સાંજે 7 વાગ્યે તે ગ્રીન સલાડ ખાય છે. સલાડમાં પણ ફ્રુટસ અને બેરીનો સમાવેશ કરે છે.ભૂમિએ બહારનું ભોજન તથા ચીઝ,બટર વગેરેને ખાવાનું બિલકુલ બંધ કરી દીધું હતું જેને દ્વારા તેણે માત્ર ચાર થી પાંચ મહિનામાં જ પોતાના શરીરની ચરબીને ખતમ કરી નાખી.

 

View this post on Instagram

 

Mood 💥 #hello #weekend

A post shared by Bhumi Pednekar (@bhumipednekar) on

થોડી ઘણી ભૂખ લાગવા પર ભૂમિ ડાર્ક ચોકલેટ ખાવાનું પસંદ કરતી હતી, જેમાં 70% કોકોઆ,થોડી ઘણી ખાંડ અને અઢળક માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે.આ સિવાય વધુ ભૂખ લાગવા પર ફ્રેશ બેરી ને મધ અને દહીં માં બ્લેન્ડ કરીને પીતી હતી.

 

View this post on Instagram

 

Summer is here ☀️ . . . Styled by @pranita.abhi @hairstories_byseema @sonicsmakeup Tap for deets 🙂

A post shared by Bhumi Pednekar (@bhumipednekar) on

રાત્રિનું ભોજન:
ડિનર 8.30 વાગ્યા સુધીમાં લે છે. રાત્રિભોજન સમયે,ફ્રાય માછલી અથવા ચિકન જેવી વસ્તુઓ જ ખાય છે. જો તેને વેજ ખાવાની ઇચ્છા હોય તો પછી પનીર, ટોફુ, થોડા રાંધેલા શાકભાજી અથવા બાફેલા શાકભાજી સાથે થોડા બ્રાઉન રાઈસ ખાવાનું પસંદ કરે છે.તે રાત્રે શક્ય એટલું ઓછું ફાઈબર લેવાનું રાખે છે. રાત્રે હાઇડેશન સ્લો રહે છે તેથી તે ભારે ખોરાક લેવાનું ટાળે છે.

 

View this post on Instagram

 

I’m a gift baby 💕 . . . Styled @pranita.abhi (Tap for deets) HMU team @sonicsmakeup @hairstories_byseema #goodmorning #love

A post shared by Bhumi Pednekar (@bhumipednekar) on

ભૂમિ પોતાના વજન ઓછું કરવાનું મહત્વ પોતાની માં અને ઇન્ટરનેટને આપે છે કે કેમકે પોષણ અને સ્વાસ્થ્ય વિશે તેની માં ને ખુબ સારી જાણકારી હતી તથા ઇન્ટરનેટ પરથી દુનિયાભરની જાણકારી મેળવવા માટે ભૂમિને મદદ મળતી હતી.આ સિવાય ભૂમિ બાળપણથી જ ખેલ-કુદમાં ખુબ જ એક્ટિવ હતી. તેને બેડમિન્ટન,પાર્કમાં દોડવું, બ્રિસ્ક વોક કરવું ખુબ પસંદ હતું. તે જિમ પણ જાતિ હતી જેને લીધે તેનું વજન મેન્ટેન રહે.આ સિવાય ભૂમિ પેડનેકર મોર્નિંગ વોક,બપોરે જિમ અને ઘણીવાર સ્વિમિંગ પણ કરી લેતી હતી, અને ઘણીવાર તે પોતાને ફ્રેશ કરવા માટે બોલીવુડના ગીતો પર ડાંસ પણ કર્યા કરતી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.