જ્યોતિષ શાસ્ત્ર

આ અઠવાડિયા દરમિયાન તમારી રાશિમાં થઇ રહ્યા છે આ મોટા બદલાવ, જુઓ સાપ્તાહિક રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries):
મેષ રાશિના લોકો આ અઠવાડિયાના અંત સુધીમાં પહેલા કરેલા કામોનું ફળ મેળવવાની સંભાવના રહેશે. કાર્યક્ષેત્રમાં સાથીઓ સાથે વાતચીત વધશે. આકસ્મિક ખર્ચમાં ઉમેરો થશે. અઠવાડિયાના મધ્યમાં લાંબા સમય પછી પરિવારના કોઈ સભ્યને મળવાની તક મળશે. જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યાં છો તો તેમાં સફળતા મળશે.
વિદેશમાં ધંધો કરતા લોકોને આવક થશે અને સંપત્તિમાં વધારો થશે. વેપારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જમીન-મકાનોના વેચાણ અને ખરીદીનો લાભ પણ મેળવી શકે છે. અઠવાડિયાના અંતમાં પારિવારિક મતભેદ સામે આવી શકે છે. પિતાને પણ સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઇ શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
વૃષભ રાશિના લોકો માટે આ અઠવાડિયે કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓમાં વધારો થશે. તહેવારની સિઝનને લઈને જીવન અસ્તવ્યસ્ત રહેશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા હોય તેમના નિર્ણયને મોકૂફ કરો. આ અઠવાડિયા દરમિયાન ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખો, નહીં તો કરેલું કામ બગડી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના આ જાતકો અઠવાડિયાની શરૂઆતમાં ક્યાંક મુસાફરી કરી શકે છે. આ મુસાફરી દરમિયાન તમારે પુરી સાવધાની રાખવાની જરૂર છે. વિરોધીઓથી વધુ સતર્ક રહેવાની જરૂર છે. કામને લઈને વિરોધીઓ તમારા પર હાવી થઇ શકે છે. કોઈ પાસેથી દેણું કરીને પૈસાનું રોકાણ સમજી વિચારીને કરો. અઠવાડિયાના અંતમાં બેરોજગાર લોકોને રોજગારી મળી શકે છે. અવિવાહિત લોકોના લગ્ન નક્કી થઇ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ અઠવાડિયું કર્ક રાશિના લોકો માટે મિશ્રિત રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં વડીલોનું માર્ગદર્શન લઈને કોઈ કામ ચાલુ કરો. કામમાં ભાગ્યનો સહયોગ મેળવવાનું શરૂ થશે. અધિકારીઓ અને સહયોગીઓના કારણે યોજનાઓ સમયસર પૂર્ણ થશે. આ દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. કામના ભારણના લીધે શારીરિક થાક રહેશે. અઠવાડિયાના અંતમાં સ્ત્રીઓને થોડી મૂંઝવણ રહેશે.

5. સિંહ – મ, ટ (Leo):
સિંહ રાશિ માટે આ અઠવાડિયું સારું રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં બેરોજગાર લોકોને નોકરીની ઓફર મળી શકે છે. ક્યાંકથી અચાનક પૈસા આવશે. આ સમય દરમિયાન કોઈ નવી ભાગીદારી પણ થઈ શકે છે. ધંધામાં અણધાર્યા ફાયદા થઈ શકે છે.પરિવારમાં કોઈ વાતને લઈને મતભેદ થઇ શકે છે.માતા-પિતાની સલાહને અવગણવાથી ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે. પત્નીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. પ્રેમ સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
કન્યા રાશિના લોકોએ આ અઠવાડિયે ઉતાવળથી બચવું પડશે. કોઈ પણ કાર્યમાં બેદરકારીથી મુશ્કેલી ઉભી થઇ શકે છે. તમને આશ્વાસન વધારે અને લોકોનો ઓછો સહયોગ મળશે. વેપારીઓને વ્યવહારના કોઈ મુદ્દે સામનો કરવો પડી શકે છે. વ્યસ્ત કામકાજના કારણે પ્રેમ સંબંધોને પણ અસર થવાની સંભાવના છે. આંખમાં પરેશાની થવાની સંભાવના છે આ સમય દરમિયાન ગેરસમજો દૂર થશે અને પ્રેમ સંબંધ પણ લગ્ન જીવનમાં પરિવર્તિત થઈ શકે છે.

7. તુલા – ર, ત (Libra):
આ અઠવાડિયામાં સતત પ્રયત્નો કરવાથી તુલા રાશિના લોકોનો લાભ મળશે. જમીન સંબંધિત કાર્યોમાં લાભ થશે. પારિવારિક સમસ્યાઓ હલનું વાતાવરણ બનશે. કાર્યોથી ગતિશીલતા પ્રાપ્ત થશે. બિઝનેસમાં નવા ભાગીદારો મળશે. પ્રેમ સંબંધો મજબુત બનશે. તમે અઠવાડિયાના અંત સુધીમાં પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો છો. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. વિશેષ કાર્યો પૂરા થશે. પ્રેમ સંબંધો અને લગ્ન જીવનમાં મધુરતા રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અઠવાડિયું ધાર્મિક કાર્યો અને બીજાના સહયોગ કરીને પસાર થશે. મિત્રો અને પરિવાર સાથે આનંદ માણવાની ઘણી તકો મળશે. આ અઠવાડિયું ઉદ્યોગપતિઓ અને કાર્યકારી લોકો માટે અનુકૂળ રહેશે. બેરોજગાર લોકોને રોજગારની તકો મળશે. મિત્રતા પ્રેમ સંબંધોમાં બદલાઈ શકે છે. જો કે, આ સમય દરમિયાન માતા પ્રત્યેની તમારી વર્તણૂકને બદલવાનો પ્રયત્ન કરો અને તેના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. અઠવાડિયાના અંતમાં તમારા બોલવાના હાવભાવને કારણે કોઈ કામ બગાડી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકોને આ અઠવાડિયામાં ક્યાંય આજુ-બાજુ પ્રવાસ પર જઈ શકાય છે. યાત્રા સુખદ અને લાભદાયક રહેશે. જો તમે કોઈ નોકરી માટે એપ્લાઇ કર્યું હોય તો સારા સમાચાર મળી શકે છે. કામને લઈને લાભ થશે. ખોટા ખર્ચના કારણે બજેટ બગડી શકે છે. મહિલાઓના મનમાં ધાર્મિક ભાવના રહેશે. યુવા વર્ગ માટે સમય અનુકૂળ રહેશે. પરણિત જીવનમાં મતભેદ થઇ શકે છે. મહિલાઓ ,માટે આ સમય મધ્યમ રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું તણાવપૂર્ણ રહી શકે છે. આ દરમિયાન પરિવારના સભ્યોના વિચારના મતભેદ થઇ શકે છે. આ માટે સમાધાન માટે કોઈ ગુસ્સામાં નિર્ણય ના લો. આ અઠવાડિયું ધંધા સાથે જોડાયેલા લોકો માટે સારું સાબિત થશે. આ દરમિયાન આકસ્મિક લાભના યોગ બની શકે છે. ધંધા સાથે જોડાયેલા કામને લઈને ટુર પર જવું શકે છે. કામકાજની વ્યસ્તાને લઈને પ્રેમ સંબંધ અને ગૃહસ્થ જીવનમાં તેની અસર જોવા મળી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ અઠવાડિયું આ રાશિના જાતકોમાં ચિંતાથી ઘેરાયેલું રહેશે. આ દરમિયાન સાવધાની રાખવાની જરૂર છે. પ્રેમ સંબંધમાં સાવધાની રાખવાની જરૂર છે. નાની વાત પર સંબંધ તૂટી શકે છે. સંતાન તરફથી પણ ચિંતા આવી શકે છે. આ અઠવાડિયા દરમિયાન જવાબદારી વધુ રહેશે. આ અઠવાડિયામાં તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ અઠવાડિયા દરમિયાન ખુશીઓ વધશે. આ અઠવાડિયા દરમિયાન તમારા ભવિષ્ય માટે લાભદાયક પ્રસ્તાવ મળી શકે છે. વેપાર ધંધામાં નફો થઇ શકે છે. નોકરી કરતા લોકો માટે સુવિધાઓ ઓછી થશે. સપ્તાહના મધ્યમાં જીવનસાથી સાથે લાંબા પ્રવાસ પર જઈ શકો છો. આ દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પ્રેમી પંખીડા માટે સમય સારો રહેશે. કોઈ વાતને લઈને કામ બગડી શકે છે.