જ્યોતિષ શાસ્ત્ર

આ અઠવાડિયા દરમિયાન તમારી રાશિમાં થઇ રહ્યા છે આ મોટા બદલાવ, જુઓ સાપ્તાહિક રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોને આ અઠવાડિયામાં કરિયર અને ધંધામાં વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે. અઠવાડિયાની શરૂઆતમાં થોડી તકલીફનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારે ગુસ્સામાં નિયંત્રણ રાખવું પડશે.
બુદ્ધિના ઉપયોગથી નુકસાનથી બચી શકો છો. પરિવારમાં થતા મતભેદોને દૂર કરવા માટે તમારે કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદ લેવી પડશે. સપ્તાહના મધ્યમાં સ્થિતિ અનુકૂળ રહેશે. ખાવાપીવામાં વિશેષ ધ્યાન રાખવું પડશે અન્યથા પેટસંબંધી સમસ્યા થઇ શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો આળસને છોડીને આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરો જેનાથી તમને આવનારા સમયમાં સફળતા પ્રાપ્ત થશે. આ અઠવાડીયામાં મન ચંચળ રહેશે. અઠવાડીયાના મધ્યમાં વેપારીના ધંધામાં વધારો થશે. આ અઠવાડિયે પરિવારના વરિષ્ઠ વ્યક્તિના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.આ અઠવાડિયે હાડકા સાથે જોડાયેલા રોગ થઇ શકે છે. પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો પરિવારજનો કે મિત્રના નકામા કામ માટે સમય વ્યર્થ કરશે. આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારો થતા મન ચિંતિત રહેશે. નોકરી કરતા લોકો કામના દબાણને લઈને તકલીફમાં રહેશે. સપ્તાહના મધ્યમાં કોઈ વરિષ્ઠ અધિકારીની મદદ મળશે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળશે. સંતાન પરીક્ષા-પ્રતિયોગિતામાં સફળતા પ્રાપ્ત કરશે જેનાથી ઘરમાં ખુશી રહેશે. અઠવાડિયાના અંતમાં નાની યાત્રા થઇ શકે છે. યાત્રા દરમિયાન સામાન અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો આજના દિવસે સમસ્યાથી જોડાયેલા સમાધાનમાં સફળતા મળશે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. ધંધામાં આ અઠવાડિયે સારો નફો મળી શકે છે. નોકરી કરતા લોકો માટે આ અઠવાડિયું સામાન્ય રહેશે. આર્થિક સમસ્યા દૂર થવાને કારણે ઘરમાં ખુશીનો માહોલ રહેશે. ગૃહસ્થ જીવનમાં અણબનાવની સ્થિતિ રહેશે. કોરોનાકાળમાં સ્વાસ્થ્યને લઈને કોઈ જોખમ ના ઉઠાવો.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકોને આ અઠવાડિયે વિદેશથી જોડાયેલા ધંધાની નસીબ ચમકી શકે છે. વેપારમાં લાભ થશે. ઘર-પરિવારના કોઈ સદસ્યની મદદથી મનમાં સંતોષ મળશે. કોઈ જુના મિત્ર સાથે મુલાકાતથઇ શકે છે. નાની-મોટી તકલીફ સિવાય સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આ અઠવાડિયે આ રાશિના જાતકોને લાંબા સમય બાદ પ્રિય વ્યક્તિ સાથે સમય પસાર કરશે. સપ્તાહના અંતમાં આકસ્મિક ખર્ચનું દબાણ વધશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ અઠવાડિયામાં તમારા કામમાં મન મુજબ સફળતા મળશે. કામને લઈને તમારી તારીફ થશે. કોરોના કાળમાં વિવિધ જગ્યાએથી પૈસા કમાઈ શકો છો. આ અઠવાડિયામાં સમયનું પ્રબંધન રાખવાની જરૂર છે. કોઈ નવું કામ શરૂ કરતા પહેલા કોઈ મિત્રની સલાહ લો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમને આંખને લઈને તકલીફ પડી શકે છે. પ્રેમ-સંબંધમાં પરિવારની હા હોવાથી મન પ્રસન્ન રહેશે. પ્રેમી સાથે સમય વિતાવશો. સપ્તાહના અંતમાં પરિવારજનો સાથે ક્યાંક બહાર જઈ શકો છો.
7. તુલા – ર, ત (Libra):
આ અઠવાડીએ કોઈના દબાણ અને દેખાવ કરતા તમારા કામ પૂરું કરવામાં ફોકસ કરો નહીં તો મહેનત પાણીમાં જશે. કામને લઈને આ અઠવાડિયે સાવધાની રાખવી પડશે અન્યથા વિરોધીઓ નુકસાન પહોંચાડી શકે છે. ધંધામાં સમજી વિચારીને પૈસાનું રોકાણ કરો. ગૃહસ્થ જીવનમાં મીઠાશ લાવવા માટે જીવનસાથીની ભાવનાનો આદર કરો અને સમય આપો. સુખ-સુવિધાઓ પર વધુ ખર્ચ થઇ શકે છે. કોરોના કાળમાં તન અને મનને બહેતર બનાવવા માટે ધ્યાન અને યોગ કરો. જીવન સાથી સાથે સારો સમય પસાર થશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ અઠવાડિયે કરિયર અને ધંધામાં પોઝિટિવ પરિણામ મળશે. વેપારીઓમાં ધંધો વધશે. બેરોજગાર લોકોને આ અઠવાડિયે નોકરી મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષા દેતા લોકોને ખુશખબરી મળી શકે છે. ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવું પડશે અન્યથા સ્વાસ્થ્યમાં તકલીફ થઇ શકે છે. કોઈ પણ વસ્તુને લઈને પરેશાની થઇ શકે છે. સપ્તાહના અંતમાં બાળકો સાથે આજુબાજુ ફરવા જવાનો પ્રોગ્રામ બની શકે છે. ગૃહસ્થ જીવન સારું રહેશે.
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ અઠવાડિયામાં કોઈના કામના દખલગીરી કરવાને બદલે તમારા કામમાં ધ્યાન આપો. આ અઠવાડિયે પરેશાની થઇ શકે છે જેથી કોઈ પણ કામ સમજી વિચારીને કરો. જલ્દી કામ કરવાના ચક્કરમાં કામ બગડી શકે છે. કરિયર અને ધંધામાં સમયનું ધ્યાન રાખો. કોઈ મિત્રની મદદથી અટકેલા કામ પુરા થશે. કોઈને આપેલા પૈસા પાછા મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધરવાથી ઘરમાં ખુશી આવશે. પ્રેમી પંખીડા આ અઠવાડિયે સારો સમય પસાર કરશે. સપ્તાહના અંતમાં ઘરમાં પૂજા-પાઠ અથવા શુભ કાર્ય થશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ અઠવાડિયે મળેલી તકને ગુમાવશો નહીં, તમારું મહેનત અને લગનથી સફળતા અને લાભ પ્રાપ્ત થશે. વિધાર્થીઓને સફળતા માટે વધારે મહેનત કરવાની જરૂર રહેશે. સપ્તાહના મધ્યમાં અચાનકથી કોઈ લાભ થઇ શકે છે. આ અઠવાડિયા દરમિયાન ધંધામાં કોઈ જોખમ ના કરો. પિતા અને ભાઈ કોઈ વાતને લઈને મતભેદ કરી શકે છે. આ અઠવાડિયામાં કામની સાથે-સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. બદલાતી ઋતુના કારણે સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે. આ અઠવાડિયા દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો. જીવનસાથી સાથે પુરી ઈમાનદારીથી રહો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ અઠવાડિયામાં ચાલી રહેલી સમસ્યાનો અંત આવી શકે છે. જો તમને ધન અને લોકોની તાકાત મળે છે તેના દુરપયોગથી બચો. અઠવાડિયાની શરૂઆત,આ પરિવાર સાથે સારો સમય વિતાવશો. કોઈ પરિવારજન ઘરે આવવાથી મનમાં ખુશી થશે, આ અઠવાડિયે કોઈ પણ પ્રકારનું જોખમ ના લો. ધંધામાં પિતા અને કોઈ વરિષ્ઠની સલાહને નજર અંદાજના કરો નહીં તો પસ્તાવાનો વારો આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓને બિલકુલ નજર અંદાજ ના કરો.
12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ અઠવાડિયા તમારા જીવન સાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. સસરા પક્ષની મદદથી કોઈ મોટી સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. ધંધામાં મિત્રની મદદરથી કોઈ મોટી ડીલ થઇ શકે છે. યુવાનો માટે સમય અનુકૂળ રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમી પંખીડા વચ્ચેની ગેરસમજ દૂર થશે. કોઈ વસ્તુને લઈને મનમાં દુવિધા આવી શકે છે. કોઈને સમજી વિચારીને પૈસા ઉધાર આપો. આ અઠવાડિયે તમારી ક્ષમતા અનુસાર કામ કરો અન્યથા સ્વાસ્થ્ય લથડી શકે છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.