જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક રાશિફળ: (8 જૂન થી 14 જૂન) – જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ? કોના ગ્રહ થશે ઉથલ પાથલ? વાંચો

મેષ
તમારી રાશિ ના બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ભાવ આ સપ્તાહ સક્રિય અવસ્થા માં રહેશે, કેમકે ચંદ્ર નું ગોચર તમારા આજ ભાવો માં થશે. સપ્તાહ ની શરૂઆત માં ચંદ્ર તમારી રાશિ થી બીજા ભાવ માં ગોચર કરશે, આ સમય તમારા માટે અનુકૂળ નથી તમને ધન સંબંધી સમસ્યાઓ હોઈ શકે છે. પરિવાર ના કોઈ સભ્ય ની જોડે પૈસા ને લયી તમારું વિવાદ હોઈ શકે છે. આના પછી ચંદ્ર જયારે તમારા ત્રીજા ભાવ માં ગોચર કરશે તો મુશ્કેલીઓ વધી શકે છે અને તમને માનસિક તણાવ હોઈ શકે છે. જોકે તમે આ દરમિયાન પોતાની સમસ્યાઓ નું ઉકેલ કાઢતા દેખાશો. સપ્તાહ નું અંત તમારા માટે સારું રહેશે, તમે ઘણી સમસ્યાઓ નું સમાધાન આ સમય દરમિયાન ગોતી લેશો. તમારી સુખ પ્રાપ્તિ ની કામના પણ પૂર્ણ થશે. ચોથા ભાવ માં ચંદ્ર ની સ્થિતિ થી તમારી માતા જી ના આરોગ્ય માં પણ આ દરમિયાન સકારાત્મક પરિવર્તન આવશે. સપ્તાહ ના અંત માં ચંદ્ર દેવ તમારા પાંચમા ભાવ માં ગોચર કરશે, જો સંતાન ને લયી કોઈ ચિંતા તમારા મગજ માં હતી તો તે આ દરમિયાન દૂર થયી શકે છે. એકંદરે કહીએ તો સપ્તાહ ની શરૂઆત માં તમારે સાચવી ને ચાલવું હશે, ત્યાંજ સપ્તાહ ના અંત માં સ્થિતિઓ તમારા અનુકૂળ હશે.
ઉપાય : મંગળવારે ગાયત્રી મંત્ર નું જાપ કરો.

વૃષભ
આ સપ્તાહ ની શરૂઆત માં ચંદ્ર દેવ તમારા લગ્ન ભાવ માં સ્થિત રહેશે અને તે પછી તમારા બીજા, ત્રીજા અને ચોથા ભાવ માં ગોચર કરશે. પહેલા ભાવ માં ચંદ્ર નું ગોચર તમારા માટે સારું રહેશે, આ સમય તમારા મન માં શાંતિ નું ભાવ રહેશે અને તમે પોતાની પસંદગી નું કામ કરી શકો છો. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર ના ગોચર થી તમારા બીજા અને ત્રીજા ભાવ સક્રિય થશે. બીજા ભાવ માં ચંદ્ર ના ગોચર થી ધન સંબંધી અમુક સમસ્યાઓ તમને આવી શકે છે. જો લેણદેણ કરનારા છો તો આ દરમિયાન ઘર ના કોઈ સમજદાર વ્યક્તિ ને પોતાની સાથે જરૂર રાખો. ત્રીજા ભાવ માં ચંદ્ર ના ગોચર ની દરમિયાન તમારે કાર્યક્ષેત્ર માં સોચી સમજી ને કામ કરવું હશે, અને કાર્યક્ષેત્ર માં થનારી રાજનીતિ થી બચવું હશે નહીંતર તમારી છવિ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. આ દરમિયાન તમારા કામ ઉપર પણ નજર રાખી શકાય છે. નાના ભાઈ બહેનો થી પણ આ દરમિયાન વિવાદ કરવા થી બચો. સપ્તાહ ના અંત માં ચંદ્ર તમારી રાશિ ના ચોથા ભાવ માં ગોચર કરશે. આ સમય પરિવાર અને કાર્યક્ષેત્ર માં સકારાત્મક પરિવર્તન માટે તમે જે નિર્ણય લીધા હતા તેમનું સારું પરિણામ તમને મળશે. માતા ના આરોગ્ય ને લયી ને જો તમે હેરાન હતા તો તે પણ દૂર થયી શકે છે. પોતાના માતા પિતા ને શારીરિક રૂપે સ્વસ્થ રાખવા માટે તમારે સમય સમય પર તેમનું ચેક અપ કરાવવું જોઈએ.
ઉપાય: ભગવાન શિવ ની આરાધના કરો.

મિથુન
મિથુન રાશિ ના જાતકો ને સપ્તાહ ની શરૂઆત માં મિશ્ર પરિણામ મળશે. નાણાકીય રૂપે પોતાને સશક્ત બનાવો અને વ્યર્થ ની વસ્તુઓ ઉપર ખર્ચ કરવા થી બચો. આરોગ્ય ના પ્રતિ તમારે આ સમય કોઈ બેદરકારી ના દેખાડવી જોઈએ. સપ્તાહ ની શરૂઆત માં ચંદ્ર તમારા બારમા ભાવ માં હશે અને આના થી તમને આંખ થી સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે. આના પછી ચંદ્ર નું ગોચર તમારા પહેલા ભાવ માં થશે, માનસિક મુશ્કેલીઓ આ દરમિયાન થયી શકે છે. તમને અનુભવ થશે કે તમારી ગૂંચવણો નું તમારી જોડે કોઈ સમાધાન નથી, પરંતુ અમારી તમને આજ સલાહ રહેશે કે ઘર ના મોટા લોકો ને આના વિશે જરૂર જણાવો જેથી તમને સમાધાન જરૂર મળશે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર દેવ તમારા બીજા ભાવ માં ગોચર કરશે જેના લીધે તમને ધન ની બાબતો માં લાભ મળશે. જોકે આ દરમિયાન તમારે પોતાના વિરોધીઓ થી સાવચેત રહેવું હશે. પરિવાર ના લોકો ની વચ્ચે સામંજસ્ય બેસાડવા નું આ દરમિયાન તમારે પ્રયાસ કરવું જોઈએ. સપ્તાહ ના અંત માં ચંદ્ર દેવ તમારી રાશિ થી ત્રીજા ભાવ માં ગોચર કરશે, આ ગોચર ના લીધે તમારી અંદર ગુસ્સો વધારે હોઈ શકે છે, જોકે આ ગુસ્સો વ્યર્થ નહિ હોય. કાર્યક્ષેત્ર માં આ દરમિયાન પોતાના સાહસ અને સારા કામ ના દમ પર સારા ફળ મેળવી શકો છો.
ઉપાય: બુધ ના બીજ મંત્ર નું જાપ દર બુધવારે કરો.

કર્ક
આ સપ્તાહ ચંદ્ર ના ગોચર થી તમારા અગિયારમા, બારમા, પહેલા અને બીજા ભાવ સક્રિય અવસ્થા માં રહેશે. સપ્તાહ ની શરૂઆત માં ચંદ્ર જયારે તમારા અગિયારમા ભાવ માં હશે તો ઘણા સ્તોત્રો થી તમને ધન લાભ થયી શકે છે. જો ગત સમય માં તમે ક્યાંક નિવેશ કર્યું હતું અથવા કોઈ ને ઉધાર આપ્યું હતું તો તે રકમ તમને પછી મળી શકે છે. આ દરમિયાન મોટા ભાઈ બહેનો થી પણ તમારા સંબંધો સુધરશે. વેપાર કરો છો તો નવી પરિયોજનાઓ થી તમને લાભ થવા ની પુરી શક્યતા છે. ચંદ્ર જયારે તમારા બારમા ભાવ માં ગોચર કરશે તો તમને ધન સંબંધી અમુક મુશ્કેલી હોઈ શકે છે. જો લેણદેણ સંબંધો કોઈ બાબત હોય તો કોઈ વિશ્વાસપાત્ર માણસ ને સાથે લયીને કોઈ કામ કરો. સપ્તાહ ની વચ્ચે ચંદ્રદેવ તમારી પોતાની રાશિ એટલે કે તમારા લગ્ન ભાવ માં ગોચર કરશે. આ ગોચર ના દરમિયાન તમને શારીરિક સમસ્યાઓ થી મુક્તિ મળશે, પોતાને તંદુરુસ્ત રાખવા માટે યોગ ધ્યાન ની મદદ તમે આ સમય લયી શકો છો. સપ્તાહ નું અંત બીજા ભાવ માં ચંદ્ર ના ગોચર થી થશે. નાના ભાઈ બહેનો ની સાથે આ દરમિયાન તમે સારું સમય પસાર કરી શકો છો. પરિવાર ના લોકો તમારા સારા વર્તન ની તારીફ કરી શકે છે.
ઉપાય: પોતાની માતા ની સેવા કરો.

સિંહ
અગ્નિ તત્વ ની રાશિ સિંહ ના જાતક એક રાજા ની જેમ જીવન જીવવું પસંદ કરે છે પરંતુ ઘણી વાર ઉતાવળ માં અમુક એવા નિર્ણય લે છે જેનું ખોટું પ્રભાવ આમને લાંબા સમય સુધી ભોગવવું પડે છે. આ સપ્તાહ ચંદ્ર દેવ તમારી રાશિ થી દસમા, અગિયારમા, બારમા અને પહેલા ભાવ માં ગોચર કરશે. સપ્તાહ ની શરૂઆત તમારા માટે સારી રહેશે, દસમા ભાવ માં ચંદ્ર ના ગોચર ના લીધે કાર્યક્ષેત્ર માં તમને સારા પરિણામ મળશે. તમારા દ્વારા કરવા માં આવી રહેલા પ્રયાસો થી કંપની ને ફાયદો થયી શકે છે. જોકે આ દરમિયાન વિપરીત લિંગી લોકો જોડે ખોટું વર્તન ના કરો. સપ્તાહ ની વચ્ચે તમારા જીવન માં પડકારો આવી શકે છે, અગિયારમા ભાવ માં ચંદ્ર ના ગોચર થી તમને લાભ થવા ની શક્યતા તો છે પરંતુ આવું શક્ય છે કે ઉતાવળ માં લીધેલું કોઈ નિર્ણય તમારા પૈસા ને ડુબાડી દે. તે લોકો થી બચી ને જે તમારી સામે શુભચિંતક બને છે પરંતુ તમારી પાછળ કાવતરા કરે છે. આના પછી જયારે ચંદ્ર તમારા બારમા ભાવ માં જશે, તો આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ તમને પરેશાન કરી શકે છે. આ સમય તમારે માટી ભરેલી જગ્યાઓ પર જવા થી બચવું જોઈએ અને પોતાની આંખો નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સપ્તાહ નું અંત તમારા માટે સારું રહેશે ચંદ્ર દેવ આ સમય તમારા લગ્ન ભાવ માં રહેશે જેથી તમારી માનસિક સમસ્યાઓ દૂર થયી શકે છે. જો તમે પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો તો જીવન ના દરેક પડકારો નું સરળતા થી સામનો કરી શકો છો.
ઉપાય: દરેક રવિવારે સૂર્ય દેવ ને અર્ધ્ય ચઢાવો.

કન્યા
આ સપ્તાહ ચંદ્ર નું ગોચર તમારા નવમાં, દસમા, અગિયારમા અને બારમા ભાવ માં થશે. આ ભાવો નું પ્રભાવ તમારા કાર્યક્ષેત્ર, નાણાકીય જીવન અને આધ્યાત્મિક જીવન ઉપર વિશેષ રૂપ થી પડશે. સપ્તાહ ની શરૂઆત માં ચંદ્ર તમારા નવમાં ભાવ માં ગોચર કરશે આ ભાવ ને ધર્મ ભાવ પણ કહેવાય છે. આ ભાવ માં ચંદ્ર ના ગોચર ના લીધે તમારા મન માં શાંતિ કાયમ રહેશે. આધ્યાત્મિક વિષયો ને જાણવા માં તમને આનંદ આવશે અને સારા લેખક દ્વારા લખી કોઈ પુસ્તક તમે આ સમય ખરીદી શકો છો. ચંદ્ર નું ગોચર જયારે તમારા દસમા ભાવ મથશે ત્યારે તમારે કાર્યક્ષેત્ર માં અમુક મુશ્કેલીઓ નું સામનો કરવો પડી શકે છે. જોકે તમે કોઈપણ પડકાર નું સામનો કરવા માટે આ સમય તૈયાર રહેશો. તમારા કામ કરવા ની ઝડપ તમારા વિરોધીઓ ને સારી નહિ લાગે અને તે તમારી વિરડુંહ કાવતરું કરી શકે છે તેથી સાવચેત રહો. આ રાશિ ના છાત્રો નું મન પાઠ્યક્રમ ની પુસ્તકો ની જગ્યા બીજી પુસ્તકો વાંચવા માં વધારે લાગશે. સપ્તાહ ની વચ્ચે ચંદ્રદેવ તમારા લાભ ભાવ એટલે કે અગિયારમા ભાવ માં ગોચર કરશે. ગોચર ની આ અવધિ દરમિયાન તે લોકો ને લાભ થશે જેમને ભૂતકાળ માં ખુબ મહેનત કરી છે. આ રાશિ ના અમુક વેપારી પોતાના કામ ને વિસ્તૃત કરી શકે છે. નિર્ણય લેવા માં તમને મુશ્કેલી હોઈ શકે છે તેથી પોતાના વડીલો થી સલાહ કરવું તમારા માટે સારું રહેશે.. જો તગમારા મોટા ભાઈ બહેનો છે તો આ દરમિયાન તે તમારી મદદ માટે આગળ આવી શકે છે. સપ્તાહ ના અંત માં ચંદ્ર તમારા બારમા ભાવ માં ગોચર કરશે, આ અવધિ માં જીવન ની ઘણી મુશ્કેલીઓ દૂર થયી શકે છે.
ઉપાય: લીલા રંગ ના વસ્ત્ર પોતાની માસી ને દાન કરો.

તુલા
શુક્ર ના સ્વામિત્વ વાળી તુલા રાશિ ના જાતક રચનાત્મક અને સુખ સાધનો ઉપર ખર્ચ કરનારા હોય છે. તુલા રાશિ ના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે આ જાણવા માટે સૌથી પહેલા નજર નાખીએ છે ચંદ્ર ની સ્થિતિ ઉપર. આ સપ્તાહ ચંદ્ર નું ગોચર તમારી રાશિ થી આઠમા ભાવ માં રહેશે અને તે પછી તે તમારા નવમાં, દસમા અને અગિયારમા ભાવ માં ગોચર કરશે. સપ્તાહ ની શરૂઆત માં ચંદ્ર જયારે તમારા આઠમા ભાવ માં હશે તો ગૂઢ વીંધાયો ને જાણવા માં તમારું મન લાગશે. આ રાશિ ના જે વિદ્યાર્થી શોધ કરી રહ્યા છે તેમને આ દરમિયાન શુભ ફળો ની પ્રાપ્તિ થયી શકે છે. જોકે પોતાના આરોગ્ય નું તમને આ દરમિયાન ખ્યાલ રાખવું જોઈએ. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર નું ગોચર તમારા નવમાં ભાવ માં થશે. આ ભાવ માં ચંદ્ર ના ગોચર દરમિયાન તમે ધાર્મિક કાર્યો ઉપર ખર્ચ કરી શકો છો. પારિવારિક જીવન ની વાત કરીએ તો કોઈ વાત ને લાયી પિતા જી ની જોડે તમારો મતભેદ હોઈ શકે છે. પિતા ની જોડે વાત કરતી સમય તમને મર્યાદા ની સીમા લાંઘવા થી બચવું હશે. આના પછી ચંદ્ર નું ગોચર તમારા દસમા ભાવ માં થશે. આ અવધિ માં આળસ ને પોતાના ઉપર ભારે ના થવા દો નહીંતર બનેલા કામો બગડી જશે. કાર્યક્ષેત્ર માં તમારા કામ ઉઓપર નજર રાખી શકાય છે તેથી દરેક કામ સોચી વિચારી ને કરો. સપ્તાહ ના અંત માં ચંદ્રદેવ તમારા અગિયારમા ભાવ માં હશે. જે લોકો સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યા છે તેમને આ દરમિયાન સફળતા મળી શકે છે. આની સાથેજ ધન થી સંકળાયેલી બાબતો માં પણ તમે સફળ રહેશો. મોટા ભાઈ બહેનો સાથે મનદુઃખ ની સ્થિત બની શકે છે.
ઉપાય: શુક્રવાર ના દિવસે માતા સંતોષી ની પૂજા કરો.

વૃશ્ચિક
મંગલ ના સ્વામિત્વ વાળી વૃશ્ચિક રાશિ ના જાતકો ના સાતમા, આઠમા, નવમાં અને દસમા ભાવ આ સપ્તાહ ચંદ્ર ના ગોચર ના લીધે સક્રિય રહેશે. સપ્તાહ ની શરૂઆત સાતમા ભાવ માં ચંદ્ર ના ગોચર થી થશે. આ ભાવ થી તમારી ભાગીદારી અને વિવાહ ના વિશે ખબર પડે છે. જો તમે ભાગીદારી માં વેપાર કરો છો તો આ દરમિયાન તમને શુભ ફળો ની પ્રાપ્તિ થશે, ભાગીદાર ની જોડે કોઈ વાત ને લયી મતભેદ હતું તો તે દૂર થશે. પારિવારિક વેપાર કરો છો તો આ દરમિયાન જીવનસાથી તમારું પૂરું સહયોગ કરશે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર ના ગોચર થી તમારું આઠમું ભાવ સક્રિય રહેશે. આ અવધિ માં તમારે દરેક કામ સોચી વિચારી ને કરવું જોઈએ. જો તમને લાગે છે કે તમારું નિર્ણય ખોટું હોઈ શકે છે તો આગળ વધતા પહેલા કોઈ ની સલાહ જરૂર લો. જે લોકો કોઈ જૂની માંદગી થી હેરાન છે તે આ દરમિયાન પોતાનું વિશેષ ખ્યાલ રાખો. તે પછી ચંદ્ર નું ગોચર તમારા નવમાં ભાવ માં થશે જેથી તમે ધાર્મિક ક્રિયા કલાપો માં શામેલ હોઈ શકો છો, ધર્મ કર્મ ના કામો માં તમારું ધન પણ ખર્ચ થશે. સપ્તાહ ના અંત માં ચંદ્ર દેવ તમારી રાશિ થી દસમા ભાવ માં ગોચર કરશે, આ સમય તમારા માટે અનુકૂળ હશે. કાર્યક્ષેત્ર અને શિક્ષણ ના ક્ષેત્ર માં આ રાશિ ના જાતકો ને આ દરમિયાન સારા ફળો ની પ્રાપ્તિ થશે. તમે પોતાના સંબંધીઓ અને મિત્રો ની સહાયતા કરવા માટે પણ આ સમય આગળ આવી શકો છો.
ઉપાય: મંગળવારે વ્રત રાખો અને હનુમાન ચાલીસા નું પાઠ કરો.

ધનુ
ચંદ્ર ના ગોચર થી આ સપ્તાહ ધનુ રાશિ ના જાતકો ના છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમાં ભાવ સક્રિય અવસ્થા માં રહેશે. છઠ્ઠા ભાવ માં ચંદ્ર ના ગોચર ના દરમિયાન તમે માંદા પડી શકો છો જોકે બીમારી નાની હશે. વધારે તળેલું ખાવા થી તમારે આ દરમિયાન બચવું હશે. પોતાની સાથે પોતાના પરિવાર ના લોકો ના આરોગ્ય નું ધ્યાન પણ આ દરમિયાન રાખો. ચંદ્ર જયારે સાતમા ભાવ માં હશે તો વેપાર માં અમુક મુશ્કેલીઓ આવી શકે છે, જો ભાગીદારી માં વેપાર કરો છો તો પોતાના ભાગીદાર ના કામ પર નજર બનાવી રાખો. જો તમને પોતાના ભાગીદાર નું કોઈ કામ ખોટું લાગે છે તો ખુલી ને તેમની જોડે વાત કરો અને વાતો ને સ્પષ્ટ કરવા ની કોશિશ કરો. આના પછી આઠમા ભાવ માં ચંદ્ર ના ગોચર ને લીધે છાત્રો ની ગૂઢ વિષયો ની જાણવા ની રુચિ વધશે. જે છાત્ર ઘર ની બહાર રહી શિક્ષણ મેળવી રહ્યા છે તેમને આ દરમિયાન પોતાના આરોગ્ય નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સામાજિક સ્તરે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવા ની જરૂર છે, જો તમે આવું નથી કરતા તો માનહાની થવા ની શક્યતા છે. સપ્તાહ ના અંત માં ચંદ્ર દેવ તમારી રાશિ થી નવમાં ભાવ માં ગોચર કરશે, આ ભાવ ને ધર્મ ભાવ પણ કહેવાય છે અને આના થી તમારા ભાગ્ય વિશે પણ ખબર પડે છે. આ ગોચર ના દરમિયાન તમે ધાર્મિક કામો માં રુચિ લેશો અને ઘર માં પૂજા પાઠ પણ કરી શકો છો. આ દરમિયાન ધનુ રાશિ ના જાતકો નું ભાગ્ય તેમનું પૂરું સહયોગ આપશે.
ઉપાય: કેળા ના વૃક્ષ ની નીચે સરસીયા તેલ નું દીવો પ્રગટાવો.

મકર
મકર રાશિ ના જાતકો ના પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા ભાવ આ દરમિયાન ચંદ્ર ના ગોચર ના લીધે સક્રિય અવસ્થા માં રહેશે. પાંચમા ભાવ માં ચંદ્ર નું ગોચર આ રાશિ ના જાતકો ને જબરદસ્ત સફળતા અપાવશે. જે વિષયો ને સમજવા માં તમને મુશ્કેલી આવી રહી હતી તેમને પણ આ સમય ઘણી સરળતા થી સમજી શકશો. પોતાની બુદ્ધિ ના દમ પર તમે પોતાના સહપાઠીઓ ને પ્રભાવિત કરી શકો છો. તમારા વર્તન માં આ દરમિયાન સૌમ્યતા જોવા મળશે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર ના ગોચર થી તમારું ચહથ્થું ભાવ સક્રિય થયી જશે, આ સમય તમ માનસિક તણાવ ની સ્થિતિ માં આવી શકો છો. તમારા અર્ગોયા ની વિશેષ ખ્યાલ આ સમય તમારે રાખવું હશે. જો કોઈ થી તમે ઉધાર લીધું હતું તો આ સમય લેણદાર તમારા ઘરે આવી શકે છે. કોઈપણ જાત નું ખોટું કામ કરવા થી આ દરમિયાન બચો નહીંતર કાયદાકીય કાર્યવાહી માં ફસાઈ શકો છો. સાતમા ભાવ માં ચંદ્ર ના ગોચર દરમિયાન જીવનસાથી થી અણબનાવ થયી શકે છે. આની સાથે જે લોકો ભાગીદારી માં વેપાર કરે છે તેમનું પોતાના ભાગીદાર ની જોડે ઝગડો થયી શકે છે. પોતાની લાગણીઓ પર નિયંત્રણ મેળવી ને શાંતિ થી વાત કરવા ની આ સમય જરૂર છે. તમને અનુભવ થયી શકે છે કે તમે સહુ ની જોડે સારું કરો છો પરંતુ બીજા તમારી જોડે સારું નથી કરતા. સપ્તાહ ના અંત માં ચંદ્ર દેવ તમારા આઠમા ભાવ માં પ્રવેશ કરી જશે, આ દરમિયાન તમે ગુપ્ત રીતે સુખ સુવિધાઓ ઉપર ખર્ચ કરી શકો છો. કોઈ જૂનું રોગ આ દરમિયાન સારું થયી શકે છે. પિતા ની સાથે આ દરમિયાન તમારા સંબંધો માં પણ સુધારો આવશે.
ઉપાય: શનિ બીજ મંત્ર નું જાપ કરો.

કુંભ
શનિ ના સ્વામિત્વ વાળી કુમ્ભ રાશિ ના જાતકો ના ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ભાવ આ સમય સક્રિય રહેશે. સપ્તાહ ની શરૂઆત તમારા માટે અનુકૂળ રહેશે. આ દરમિયાન પારિવારિક જીવન માં તમને શુભ ફાળો ની પ્રાપ્તિ થશે. જો તમારી માતા ને કોઈ કષ્ટ હતું તો તે પણ આ દરમિયાન દૂર થયી જશે. જો વાહન વગેરે લેવા નું વિચાર બનાવી રહ્યા હતા તો આ અવધિ માં તમે અંતિમ નિર્ણય લયી શકો છો. પાંચમા ભાવ માં ચંદ્ર ના ગોચર ના દરમિયાન વિધાર્થીઓ ને અમુક સમસ્યાઓ નું સામનો કરવો પડશે, તમારા મન માં દરેક વિષય ને લયી ને બે વિચારો હશે. મન ને નિયંત્રણ માં કરવા માટે આ સપ્તાહ તમારે ધ્યાન ની મદદ લેવી જોઈએ. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર નું ગોચર તમારી રાશિ થી છઠ્ઠા ભાવ માં થવા ને લીધે આ સમય તમારા માટે સારું નહિ રહે. આ સમય તમારે તમારા આરોગ્ય નું વિશેષ ધ્યાન રાખવું હશે, જો વાહન ચલાવો છો તો સાવચેતી રાખો અકસ્માત થવા ની શક્યતા છે. સપ્તાહ ના અંત માં ચંદ્ર નું ગોચર તમારી રાશિ થી સાતમા ભાવ માં થશે આ ભાવ ને વિવાહ અને ભાગીદારી નું ભાવ કહેવાય છે. પરિણીત જીવન ની ગાડી આ દરમિયાન સરળતા થી વધશે. જો તમે કોઈ ભાગીદારી માં વેપાર કરવા નું વિચારી રહ્યા છો તો પોતાના ઘર ના વડીલ લોકો ની સલાહ જરૂર લો. વેપારીઓ માટે ધન લાભ થવા ની શક્યતા છે.
ઉપાય: શનિવાર ના દિવસે છાયા પાત્ર નું દાન કરો.

મીન
ચંદ્ર ના ગોચર ના લીધે આ સપ્તાહ તમારા ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા ભાવ સક્રિય રહેશે. ત્રીજા ભાવ માં ચંદ્ર ના ગોચર ના લીધે તમને સારા ફળો ની પ્રાપ્તિ થશે. ભાઈ બહેનો ની સાથે સંબંધો માં સુધાર આવશે. કાર્યક્ષેત્ર માં આ દરમિયાન તમારી સ્થિતિ સુધરશે, જો તમે લાંબા સમય થી કોઈ સંસ્થા થી સંકળાયેલા છો તો આ સમય તમારી પદોન્નતિ થયી શકે છે. વેપારીઓ ને પણ વેપાર માં આ સમય લાભ થશે. તમે પોતાના કોઈ મિત્ર અથવા સંબંધી ની સાથે આ દરમિયાન નવું વેપાર શરુ કરવા નું વિચારી શકો છો. ચંદ્ર જયારે તમારા ચોથા ભાવ માં હશે, તો તમારી માતા જી ના આરોગ્ય માં ઘટાડો આવી શકે છે. તેમનું ખ્યાલ રાખો. જો તમારા ઘર માં કોઈ વાહન છે તો તેના ખરાબ થવા થી તમારી નાણાકીય સ્થિતિ બગડી શકે છે, વાહન ને ઠીક કરવા માં તમારે ખાસ્સું ધન ખર્ચ કરવું પડી શકે છે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર તમારા પાંચમા ભાવ માં ગોચર કરશે, આ ગોચર કાળ માં મીન રાશિ ના છાત્રો ને શિક્ષણ ના ક્ષેત્ર માં સારા ફળ મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. એકાગ્રતા માં ઘટાડો આવી શકે છે. જોકે આ રાશિ ના જે જાતક ઉચ્ચ શિક્ષણ અર્જિત કરી રહ્યા છે તેમને સારા ફળો ની પ્રાપ્તિ થશે. સપ્તાહ ના અંત માં ચંદ્ર તમારા છઠ્ઠા ભાવ માં ગોચર કરશે. આ સમય તમને આરોગ્ય નું વિશેષ ધ્યાન રાખવું હશે. પરિવાર માં સામંજસ્ય બેસાડવા નું પ્રયાસ કરો નહીંતર ઘર ના લોકો ની વચ્ચે તાલમેલ બગડી શકે છે. માનસિક તણાવ થી બચવા માટે યોગ ની સહાયતા લો.
ઉપાય: ગુરુવારે પીળી વસ્તુઓ નું દાન કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.