જ્યોતિષ શાસ્ત્ર

આ અઠવાડિયા દરમિયાન તમારી રાશિમાં થઇ રહ્યા છે આ મોટા બદલાવ, જુઓ સાપ્તાહિક રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું સફળદાયક વીતશે.કામનું ભારણ વધશે. આ સાથે જ આવકમાં વધારો થશે. કોઈને લાંબા સમયથી આપેલા પૈસા પરત મળશે. મિત્રો અથવા સહયોગીઓ પાસેથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. સંતાનની ઈચ્છા પૂર્ણ થશે. વિધાર્થીઓ માટે આ અઠવાડિયા દરમિયાન પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. આ અઠવાડિયા દરમિયાન ઘરના વૃદ્ધ વ્યક્તિ અથવા ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. અઠવાડિયાના મધ્યમાં યાત્રાનો યોગ બની રહ્યો છે. અઠવાડિયાના બધા જ દિવસો શુભ રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોને આ અઠવાડિયુ કામની દ્રષ્ટિએ ઉત્તર ફળ આપશે. અઠવાડીયાના બધા જ દિવસો શુભ રહેશે. આ અઠવાડિયા દરમિયાન સરકારી કામ પુરા થશે. સરકારી નોકરી માટે અરજી કરવા માટે આ અઠવાડિયું સારું રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. વિદેશી કંપનીઓમાં નોકરી કરવા માટે અથવા વિદેશી નાગરિકતા કરવા માટે કરવામાં આવેલી અરજી સફળ રહેશે. આ અઠવાડિયા દરમિયાન ધૈર્યપૂર્વક કામ કરશો તો સફળતા મળશે.
3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોને આ અઠવાડિયાના આરંભમાં ધર્મ-કર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ રહેશે. સમાજ સેવામાં હિસ્સો લેશો. સંતાન સંબંધી ચિંતાથી મુક્તિ મળશે. વિધાર્થીઓ માટે આ અઠવાડિયું બેહદ અનુકૂળ રહેશે. કોઈ પણ સરકારી નોકરી માટે અરજી કરશો તો સફળતા વધુ રહેશે. અઠવાડિયાના મધ્યમાં કામ વધશે. નવો ધંધો શરૂ કરવાનું વિચારો છો તો આ અઠવાડીયું તે માટે અનુકૂળ રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો અઠવાડિયા આરંભમમાં પરિવારમાં ઝઘડા અને માનસિક અશાંતિને કારણે ઉદાસ રહી શકો છો પરંતુ વધુ સમય માટે ઉદાસ નહીં રહો. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવાની જરૂર છે. કામમાં ષડયંત્રથી  બચો. કોર્ટ કચેરીને બદલે આપસની સમજુતીથી મામલો નિપટાવો. પરિવારનો માહોલ ખુશનુમા રહેશે. ધર્મ અને આધ્યાત્મિક કાર્યમાં રુચિ રહેશે.

5. સિંહ – મ, ટ (Lio):
આ અઠવાડિયામાં સારા સમાચારથી મન પ્રસન્ન થશે. પારિવારિક જવાબદારી પૂર્ણ થશે. લગ્ન સંબંધિત વાતમાં સફળતા મળશે. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારમાં અટકેલા કામમાં સફળતા મળશે. વેપારીઓ માટે આ સમય અનુકૂળ રહેશે. અઠવાડિયાના મધ્યમાં માનસિક રીતે અશાંત થશો. સ્વાસ્થ્ય પર વિપરીત અસર થશે. ઝઘડા-વિવાદથી દૂર રહો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ઉતાર-ચડાવ ભર્યું રહેશે. કામમાં નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમારા પોતાના જ લોકો તમને નીચા દેખાડવાની કોશિશ કરશે. આ અઠવાડિયા દરમિયાન બગડેલા કામ પુરા થશે . દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે. આ અઠવાડીયા દરમિયાન નિર્ણય બહુ જ સાવધાની પૂર્વક લેશો.
7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકોને આ અઠવાડિયાના આરંભમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા પુરી થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ રહેશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને કરવામાં આવેલું કામ સરાહનીય રહેશે. સામાજિક પદ પર પ્રતિષ્ઠા વધશે. કોઈ પણ નિર્ણય લેવા માંગો છો તો તેના માટે અનુકૂળ સમય રહેશે. અઠવાડિયાના મધ્યમાં લોકો તમને નીચા દેખાડવાની કોશિશ કરશે. પરંતુ તેમાં તે લોકો અસફળ રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):

આ રાશિના જાતકો માટે આ અઠવાડિયા દરમિયાન મિત્ર અથવા સંબંધી પાસેથી ખરાબ સમાચાર સાંભળીને મન અશાંત રહેશે. માતા-પીતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઇ શકો છો. કોઈ નવા કામનો પ્રારંભ અથવા નવા ધંધા પર હસ્તાક્ષર કરી રહ્યો છો તો તમને ચોક્કસ સફળતા મળશે.કામમાં પૂરું ધ્યાન આપવાથી કામમાં સફળતા મળશે.
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો આ અઠવાડિયા દરમિયાન ઉર્જા શક્તિ અને સૌમ્ય સ્વભાવને લઈને કઠિનથી કઠિન હાલતને નિયંત્રણ લેવામાં ગ્રહ ગોચર તમારી મદદ કરશે.આ અઠવાડિયા દરમિયાન તમને પરિવારના સભ્યો અને ભાઈઓનો સહયોગ મળશે.ધર્મ-કર્મ કામમાં રુચિ રહેશે. સપ્તાહના મધ્યમાં ઘરમાં ઝઘડાને કારણે માનસિક અશાંતિ થઇ શકે છે. અઠવાડિયાના અંતે સંતાનની ચિંતામાંથી મુક્તિ મળશે. સ્પર્ધામાં પણ સફળતા મળશે.
10. મકર – જ, ખ (Capricorn):
આ અઠવાડિયાની શરૂઆતમાં નકામા ખર્ચ થશે. મકાન અને વાહન લેવાનું નક્કી કરતા હોય તો તે અઠવાડિયે પૂરું થઇ શકે છે. આ અઠવાડિયા દરમિયાન પરિવારમાં ઝઘડો થઇ શકે છે. આ અઠવાડિયાના મધ્યમાં સરકારી કામ થશે. કોર્ટ-કચેરીના મામલે નિર્ણય તમારા પક્ષમાં રહેશે. વિદેશી નાગરિકતા મેળવવા માટે આ અઠવાડિયું અનુકૂળ રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):

આ રાશિના જાતકો આ અઠવાડિયા દરમિયાન તમારા અટવાયેલા કામ પુરા થશે. સામાજિક પદ વધશે. નવી જવાબદારી મળી શકે છે. દૈનિક વેપારી માટે સમય અનુકૂળ રહેશે. નવ દંપતી માટે સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આ અઠવાડિયામાં કોઈ નિર્ણય લેતા તમારા પરિવારમાં ઝઘડો થઇ શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):

અઠવાડિયાના પ્રારંભમાં લકઝરીયસ વસ્તુઓ પર વધુ ખર્ચ થશે. સરકારી વિભાગમાં રોકાયેલા કામ પુરા થશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. વિદેશી કંપનીમાં નોકરી કરવા માટે કરવામાં આવેલી અરજી સફળ રહેશે. દૈનિક વેપારી માટે સમય અનુકૂળ રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.