જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક રાશિફળ: (20 થી 26 જુલાઈ) – જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ? કોના ગ્રહ થશે ઉથલ પાથલ? વાંચો

મેષ
સપ્તાહ ની શરૂઆત તમારા માટે પડકારો થી થશે કેમકે સપ્તાહ ની શરૂઆત માં ચંદ્ર તમારા આઠમા ભાવ માં ગોચર કરશે જેથી તમારી માનસિક સ્થિતિ નબળી રહેશે અને તમે પોતાની જાત ને દબાણ હેઠળ અનુભવશો. તે પછી ચંદ્ર નું ગોચર જયારે તમારા નવમાં ભાવ માં થશે તો તમારી શિક્ષા માં વધારો થશે અને ઉચ્ચ શિક્ષણ માં તમને સારા પરિણામ મળશે. ધાર્મિક આચરણ માં વધારો થશે અને સુદૂર યાત્રા પર જવા ની તક મળશે. પિતાજી થી સંબંધો પર અસર પડશે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર તમારા દસમા ભાવ માં ગોચર કરશે જેના લીધે કાર્યક્ષેત્ર માં અમુક અસમંજસ ની સ્થિતિ બનશે. તમને અનુભવ થશે કે તમારી મહેનત નું ફળ તમને નથી મળી રહ્યું. આના થી તમે અમુક નિરાશ પણ થશો, પરંતુ પારિવારિક જીવન સારું રહેશે. તમને તમારી માતા જી નું પૂર્ણ સહયોગ મળશે, જેથી તમે પડકારો નું સામનો કરી શકશો. તેના પછી ચંદ્ર નું ગોચર તમારા અગિયારમા ભાવ માં થશે ત્યારે તમારી આવક માં વધારો થશે અને તમારા વરિષ્ઠ અધિકારીઓ જોડે સંબંધ સારા થશે અને મન માં જો નિરાશા ચાલી રહી હતી તો તેનું અંત થશે અને નવી આશા ની કિરણ દેખાશે. સંતાન ને અનુકૂળ પરિણામ મળશે.
ઉપાય: તમારે ભગવાન વિષ્ણુ ની ઉપાસના કરવી જોઈએ અને તેમને પીળું ચંદન અર્પિત કરવું જોઈએ.

વૃષભ
તમારા માટે સપ્તાહ ની શરૂઆત સારી રહેશે. સપ્તાહ ની શરૂઆત માં ચંદ્રદેવ તમારા સાતમા ભાવ માં વિરાજમાન રહેશે, જેના લીધે દૂર ના સંબંધો માં તમને લાભ થશે અને તમારી આવક માં વધારો થવા ની સાથે તમારી ખ્યાતિ પણ વધશે. તેના પછી ચંદ્ર તમારા આઠમા ભાવ માં જશે, જ્યાં પહેલા થીજ ગુરુ, મંગલ અને કેતુ વિરાજમાન છે. આના લીધે તમારા પરિવાર અને સાસરાપક્ષ ની વચ્ચે બોલાચાલી થયી શકે છે, તેના ઉપર ધ્યાન દો અને આર્થિક રૂપે આ આ સમય અમુક નબળું રહેશે, તેથી આ દરમિયાન ધન નું નિવેશ ના કરો. આના પછી ચંદ્ર નું તમારા નવમાં ભાવ માં ગોચર ને લીધે આ દરમિયાન તમારે કોઈ યાત્રા ઉપર જવા નું મન કરશે, પરંતુ તમારે તેના થી બચવું જોઈએ કેમકે તેના થી તમને કોઈ સમસ્યા હોઈ શકે છે. સપ્તાહ ના અંત માં ચંદ્ર નું ગોચર તમારા દસમા ભાવ માં થશે, જ્યાં તમારા કામ અને પરિશ્રમ ને જોતા તમને સારી પદ પ્રતિષ્ઠા મળશે અને તમારા અધિકારો માં વધારો હોઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓ નું પણ તમને પૂર્ણ સહયોગ મળશે અને તમારી વાતો સાંભળી અને સમજી શકાશે. આ રીતે સપ્તાહ નું અંત ઘણું સારી રીતે પસાર થશે અને પારિવારિક જીવન માં પણ સુખ મળશે.
ઉપાય: તમારે મંગળવાર ના દિવસે ગોળ અને ચણા નું દાન કરવું જોઈએ.

મિથુન
તમારા માટે સપ્તાહ ની શરૂઆત અમુક નબળી રહેશે. ચંદ્ર ના છઠ્ઠા ભાવ માં ગોચર થી માનસિક તણાવ માં વધારો થશે અને ખર્ચ માં વધારો થવા થી મન દુઃખી રહેશે અને માતૃ પક્ષ ના લોકો થી અમુક સમસ્યા હોઈ શકે છે. તેના પછી ચંદ્ર નું ગોચર જયારે તમારા સાતમા ભાવ માં થશે, તો તમારા વેપાર નો વધારો થશે, પરંતુ મંગલ અને ગુરુ તથા કેતુ ના સંયોગ ના લીધે તામર વેપાર ભાગીદાર ની જોડે અમુક સમસ્યાઓ હોઈ શકે છે. જોકે આના ઉપરાંત પણ તમને વેપાર માં લાભ થશે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર તમારા આઠમા ભાવ માં ગોચર કરશે. અહીં શનિ પહેલા થીજ વિરાજમાન છે. આના પરિણામસ્વરૂપ તમને ધન હાનિ થયી શકે છે અને સાસરાપક્ષ થી અમુક સમસ્યાઓ આવી શકે છે. આ દરમિયાન તમારું અર્ગોયા પણ પીડિત રહેશે અને તમને વધારે ઠંડી લાગવા ની પણ શક્યતા રહેશે. સપ્તાહ ના અંત માં ચંદ્ર નું ગોચર જયારે તમારા નવમાં ભાવ માં થશે, ત્યારે તમને કાર્યો માં સફળતા મળશે અને ભાગ્ય ના સાથ હોવા થી ધન ની બાબત માં પણ તમને લાભ મળશે. તમારા માન સમ્માન માં વધારો થશે.
ઉપાય: તમારે બુધવાર ના દિવસે ગાય માતા ને પલાળેલી આખી મૂંગ દાળ પોતાના હાથે ખવડાવી જોઈએ.

કર્ક
કર્ક રાશિ ના જાતકો માટે સપ્તાહ ની શરૂઆત ઘણી સારી રીતે થશે અને તમને ભણતર માં મજા આવશે. વિદ્યાર્થીઓ ને શિક્ષણ ના ક્ષેત્ર માં સારા પરિણામ મળશે, કેમકે ચંદ્ર પાંચમા ભાવ માં હશે. તે પછી ચંદ્ર તમારા ભાવ માં ગોચર કરશે, જ્યાં મંગલ, કેતુ અને ગુરુ હાજર છે. આ સ્થિતિ માં તમારું આરોગ્ય ઘણું નબળું રહી શકે છે અને તમને કોઈ શારીરિક કષ્ટ હોઈ શકે છે. આના સિવાય તમારા ખર્ચ માં પણ વધારો થશે. પરંતુ તમે પોતાના વિરોધીઓ ઉપર ભારે પડશો. તો પણ તમારી માનસિક સ્થિતિ અમુક નબળી રહેશે અને તમે મન થી પોતાને પરેશાન અનુભવ કરશો. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર તમારા સાતમા ભાવ માં હશે, જેના પરિણામ સ્વરૂપ તમને વિદેશી વેપાર થી અતુલનીય લાભ થશે. પાણી ના કિનારે કોઈ યાત્રા થયી શકે છે. શનિ આ રાશિ માં હાજર છે, જેના લીધે તમને કાર્યક્ષેત્ર માં જબરદસ્ત પરિણામ મળશે અને શક્ય હશે તો તમારી પદોન્નતિ નું પણ નિર્માણ હોઈ શકે છે. આના પછી ચંદ્ર તમારા આઠમા ભાવ માં પ્રવેશ કરશે, જ્યાં સૂર્ય દેવ અને બુદ્ધદેવ પણ હાજર છે અને ત્યાં પ્રેવેશયા પછી ચંદ્ર દેવ નાણાકીય રૂપે થનારી હાનિ અને આરોગ્ય સમસ્યાઓ ને સૂચિત કરે છે. આના પ્રતિ તમારે સાવચેતી રાખવી જોઈએ. એકંદરે કહીએ તો આ સપ્તાહ તમારા માટે આરોગ્ય અને ધન સંબંધી બાબતો માં અમુક નબળું રહેશે, એટલે આ વિષયો ઉપર તમારે મહેનત કરવી જોઈએ.
ઉપાય: તમારે શનિવાર ના દિવસે કીડીઓ ને લોટ નાખવું જોઈએ અને પીપલ ના વૃક્ષ ની નીચે સાંજ ના સમયે સરસીયા તેલ નું દીવો પ્રગટાવવું જોઈએ.

સિંહ
સપ્તાહ ની શરૂઆત માં ચંદ્ર તમારા ચોથા ભાવ માં રહેશે, જેના લીધે માતા ના પ્રતિ તમારું પ્રેમ જોતાજ બનશે અને તેમના થી તમને અમુક લાભ પણ મળશે. તમને પોતાના પરિવાર માં શાંતિ ની પ્રાપ્તિ થશે અને પારિવારિક જીવન પણ તાલમેલ ની સાથે આગળ વધશે. આના પછી ચંદ્ર જયારે તમારા પાંચમા ભાવ માં ગોચર કરશે, ત્યારે તમારી આવક માં વધારો થશે અને જ્ઞાન પ્રાપ્તિ ની સહજ ઈચ્છા મન માં જાગશે. તમે અમુક ધાર્મિક પણ હશો, પરંતુ માનસિક રૂપે અમુક ગુસ્સે પણ રહેશો. જો તમારી સંતાન છે તો આ દરમિયાન તેને શારીરિક કષ્ટ હોઈ શકે છે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર તમારા છઠ્ઠા ભાવ માં ગોચર કરશે, જ્યાં શનિ દેવ વિરાજમાન છે. આવા માં માનસિક રૂપે તમને ઘણા પડકારો નું સામનો કરવો પડશે અને તમારા ખર્ચ માં વધારો પણ થશે, જે તમને ઘણું બધું વિચારવા માટે મજબુર કરી દેશે. સપ્તાહ ના અંત માં ચંદ્ર દેવ તમારા સાતમા ભાવ માં ગોચર કરશે, જ્યાં તમને કઠિન પરિશ્રમ પછી સફળતા મળવા ની શક્યતા દેખાય છે. કાર્યસ્થળ પર કરેલા તમારા પ્રયાસો ને સફળ થવા માં અત્યારે અમુક સમય લાગી શકે છે, પરંતુ ધીરજ રાખો, સફળતા જરૂર મળશે. આરોગ્ય ની બાબત માં તમે અમુક નબળા રહી શકો છો પરંતુ કોઈ મોટી સમસ્યા થવા ની શક્યતા દેખાતી નથી.
ઉપાય: તમારે દરરોજ તાંબા ના પાત્ર માં સૂર્ય દેવ ને જળ અર્પિત કરવું જોઈએ અને શક્ય હોય તો આદિત્ય હૃદય સ્ત્રોત્ર નું પાઠ કરવું જોઈએ.

કન્યા
કન્યા રાશિ ના જાતકો માટે આ સપ્તાહ ની શરૂઆત સાવચેતી પૂર્વક કરવું સારું રહેશે. સપ્તાહ ની શરૂઆત માં ચંદ્ર દેવ તમારા ત્રીજા ભાવ માં હશે, જે તમારા સાહસ અને પરાક્રમ ને વધારશે અને નાની યાત્રાઓ ના માધ્યમ થી તમને અમુક નવું કરવા નું અવસર આપશે. તમારું કોઈ શોખ આ સમય બહાર આવી શકે છે, જેને વધારવા નું તમે પ્રયાસ કરશો. તેના પછી ચંદ્રદેવ નું ગોચર તમારા ચોથા ભાવ માં થશે, જેના પરિણામ સ્વરૂપ તમારી માતા જી ને આરોગ્ય કષ્ટ થવા ની શક્યતા રહેશે અને તેના સિવાય ઘર માં અશાંતિ હોઈ શકે છે કેમકે બધા લોકો એક બીજા ની જોડે કોઈ વાત ને લયી વિવાદ માં પડેલા દેખાશે. કાર્યક્ષેત્ર માં સ્થિતિઓ અનુકૂળ રહેશે પરંતુ માનસિક તણાવ તમને કામ કરવા થી રોકશે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર તમારા પાંચમા ભાવ માં જશે, જેના લીધે સંતાન ની જોડે કોઈ વાત ને લયી બોલાચાલી થયી શકે છે અને તેમની બાજુ થી તમારું મન વ્યથિત થયી શકે છે. જોકે આ દરમિયાન તમારી આવક જરૂર વધશે, જેના લીધે તમે અમુક રાહત અનુભવશો. સપ્તાહ ના અંત માં ચંદ્ર ના છઠ્ઠા ભાવ માં ગોચર થી તમે પોતાની અટકાયેલી યોજનાઓ ને ગતિ આપશો. કાર્યક્ષેત્ર માં તમારા કામ ની ઓળખાણ બનશે અને તમારા કઠિન પ્રયાસો પછી તમારી સફળતા ના યોગ બનશે. ખર્ચ પર નિયંત્રણ કરવું તમારા માટે જરૂરી હશે, નહીંતર પરિસ્થિતિ હાથ થી નીકળી શકે છે.
ઉપાય: તમારે ગાય માતા ને અમુક ગોળ અને સૂકું લોટ ખવડાવું જોઈએ.

તુલા
તુલા રાશિ ના લોકો માટે સપ્તાહ ની શરૂઆત માં ચંદ્ર દેવ બીજા ભાવ માં હાજર રહેશે, જેના લીધે તમારા કામ માં તમને પ્રશંસા મળશે અને તમારી મહેનત ના પરિણામ ના રૂપ માં તમને ધન સંચય કરવા માં સફળતા મળશે એટલે કે નાણાકીય લાભ પણ થશે. સુખ ના સાધનો માં વધારો થશે અને તમે સારું ભોજન કરશો. ક્યાંક બહાર ખાવા જયી શકો છો. તેના પછી ચંદ્રદેવ તમારા ત્રીજા ભાવ માં ગોચર કરશે, જેના પરિણામ સ્વરૂપ તમારા નાના ભાઈ બહેનો ને અમુક સમસ્યાઓ નું સામનો કરવો પડી શકે છે અને તમારી જોડે તેમના સંબંધો ઉપર પણ અસર પડી શકે છે. આ દરમિયાન યાત્રા કરવા ના યોગ પણ બને છે, પરંતુ તમારે યાત્રા પર જવા થી બચવું જોઈએ, નહીંતર તમારે પરેશાની વેઠવવી પડી શકે છે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર દેવ તમારા ચોથા ભાવ માં ગોચર કરશે પરંતુ શનિ ત્યાં પહેલે થીજ હાજર છે. આવી સ્થિતિ માં તમે કામ ની બાબત માં વધારે વ્યસ્તતા ને લીધે પરિવાર ને ઓછું સમય આપી શકશો અને પરિવાર થી અમુક દુરી હોઈ શકે છે. આના લીધે તમે માનસિક રૂપે અમુક દુઃખી થશો. કાર્યક્ષેત્ર માં આ દરમિયાન જબરદસ્ત સફળતા મળવા થી તમને પ્રસન્નતા ની અનુભૂતિ થશે. સપ્તાહ ના અંત માં ચંદ્ર દેવ તમારા પાંચમા ભાવ માં હશે, જેના લીધે તમને શિક્ષણ ના ક્ષેત્ર માં સારા પરિણામ મળશે. સંતાન પોતાના ક્ષેત્ર માં પ્રગતિ કરશે અને તમારી આવક પણ વધશે, પરંતુ આ દરમિયાન તમે પોતાના કામ થી અમુક અસંતુષ્ટ દેખાઈ શકો છો અથવા તમને લાગશે કે તમને પર્યાપ્ત સમ્માન નથી મળી રહ્યું છે.
ઉપાય: તમારે નાની કન્યાઓ ના ચરણ સ્પર્શી તેમનું આશીર્વાદ લેવું જોઈએ અને શુક્રવાર ના દિવસે તેમને મિષ્ઠાન ખવડાવવા જોઈએ.

વૃશ્ચિક
સપ્તાહ ની શરૂઆત માં ચંદ્ર દેવ તમારી પોતાની રાશિ માં વિરાજમાન હશે, જેના લીધે તમે એક થી વધારે કામો ને એક સાથે પૂરું કરવા નું પસંદ કરશો, પરંતુ આ ટેવ સારી નથી કેમકે આના થી તમારા કામ માં મોડું થશે. અમુક કામો વચ્ચે રોકાઈ જશે. આના લીધે તમને માનસિક તણાવ પણ થશે. જોકે ભાગ્ય નું તમને સાથ મળશે અને અમુક કામો ઓછી મહેનત માં પૂર્ણ થયી જશે અને તમને નાણાકીય લાભ પણ મળશે. ચંદ્ર નું ગોચર બીજા ભાવ માં થવા થી કુટુંબ માં મુશ્કેલીઓ વધશે અને આરોગ્ય સમસ્યાઓ પણ તમને ઘેરી શકે છે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર દેવ તમારા ત્રીજા ભાવ માં ગોચર કરશે. તે દરમિયાન કોઈ યાત્રા પર જવા થી બચો અને પોતાના ભાઈ બહેનો ના આરોગ્ય નું ખ્યાલ રાખો. વધારે પ્રયાસ કર્યા પછી અમુક સફળતા મળશે. સપ્તાહ ના અંત માં ચંદ્ર દેવ તમારા ચોથા ભાવ માં પ્રવેશ કરશે, જ્યાં થી કાર્યક્ષેત્ર માં સફળતા મળશે અને ઘર પરિવાર નું સહયોગ મળશે. પરિવાર માં એકતા હશે અને તમારું મન પણ પ્રસન્ન રહેશે.
ઉપાય: તમારે બુધવાર ના દિવસે શ્રી રાધાકૃષ્ણ ના મંદિર જયી તેમને માલા અર્પિત કરવી જોઈએ અને શક્ય હોય તો તેમને એક મોર પીંછ પણ ચઢાવો.

ધનુ
આ સપ્તાહ ની શરૂઆત પહેલા દિવસ થી ખર્ચ ની સાથે થશે કેમકે ચંદ્ર દેવ તમારી રાશિ થી બારમા ભાવ માં બેઠા છે. આ દરમિયાન અમુક આરોગ્ય પણ નબળું રહેશે અને તમે શરદી ઉધરસ જેવી સમસ્યા હેરાન કરી શકે છે. પોતાના વિરોધીઓ થી અમુક સાવચેત રહેશો તો સારું રહેશે. તેના પછી ચંદ્રદેવ તમારા પહેલા ભાવ માં ગોચર કરશે જેથી કાર્યો માં સફળતા જરૂર મળશે અને તમને લાભ પણ અત્યારે થશે પરંતુ માનસિક તણાવ વધશે અને વેપાર માં પાર્ટનર ની સાથે ખેંચતાણ થયી શકે છે. ચંદ્રદેવ સપ્તાહ ની વચ્ચે તમારા બીજા ભાવ માં ગોચર કરશે જેના લીધે આકસ્મિક ધન પ્રાપ્તિ થી તમારું મન ખીલી ઉઠશે. જોકે તમારા કુટુંબ માં કોઈ વાત ને લયી લોકો માનસિક રૂપે અમુક ઉદાસ રહેશો. તમને સંભાળવા નો પ્રયત્ન કરો અને સપ્તાહ ના અંત માં જયારે ચંદ્ર દેવ તમારા ત્રીજા ભાવ માં ગોચર કરશે તો તે દરમિયાન કરેલી યાત્રાઓ માં સફળતા મળશે. તમારા માન સમ્માન માં વધારો થશે. સમાજ માં તમને સારી ઓળખાણ મળશે. તમારું નામ હશે અને ભાઈ બહેનો થી ભરપૂર સહયોગ મળશે. તે દરમિયાન તમારા સાહસ અને પરાક્રમ માં વધારો થશે અને તમારા પ્રયાસો થી કામ બનવા માંડશે.
ઉપાય: તમારે ગુરુ દેવ ની કૃપા મેળવવા માટે ગુરુ યંત્ર ની સ્થાપના કરવી જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ અને પીપલ ના વૃક્ષ ને ગુરુવાર ના દિવસે જળ ચઢાવવું જોઈએ.

મકર
આ સપ્તાહ ની શરૂઆત તમારા માટે ઘણી સારી રીતે થશે અને તમારા મન ની ઈચ્છાઓ પુરી થશે. ચંદ્રદેવ સપ્તાહ ની શરૂઆત માં અગિયારમા ભાવ માં રહેવા થી શિક્ષણ માં પણ સારા પરિણામ મળશે અને વેપાર માં પણ સફળતા મળશે. આના પછી ચંદ્ર દેવ તમારા બારમા ભાવ માં ગોચર કરશે, જેના ફળસ્વરૂપ માનસિક તણાવ ની સાથે આરોગ્ય કષ્ટ પણ તમને પરેશાન કરશે અને ખર્ચ માં વધારો થશે. તેના પર નિયંત્રણ રાખવું તમારા માટે સૌથી જરૂરી રહેશે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર નું ગોચર તમારા પહેલા ભાવ માં થશે જ્યાં શનિ દેવ વિરાજમાન છે. આવા માં આરોગ્ય સમસ્યાઓ કાયમ રહેશે અને માનસિક તાણ પણ રહેશે. જોકે તમારી સોચ ઊંડી થશે અને તમે કોઈ મુદ્દા પર ધ્યાન આપી તેના સંબંધ માં કોઈ મોટું નિર્ણય લેશો, જે ભવિષ્ય માં ઘણું મહત્વપૂર્ણ સાબિત થશે. સપ્તાહ ના અંત માં ચંદ્ર દેવ નું ગોચર તમારા બીજા ભાવ માં થશે, જેના લીધે જીવનસાથી ને શારીરિક કષ્ટ હોઈ શકે છે, પરંતુ વેપાર ની બાબત માં તમને સારું લાભ થશે અને તમારી સામાજિક છવિ મજબૂત થશે. ધન સંબંધી બાબતો માં તમે મહારથ મેળવશો અને ઘર ના લોકો તમારી વાતો ધ્યાનપૂર્વક સાંભળી તમને મહત્વ આપશે.
ઉપાય: તમારે શનિવાર ના દિવસે શનિ મંદિર માં જવું જોઈએ અને નીલ શનિ સ્ત્રોત્ર જેની રચના પોતે મહારાજ દશરથે કરી હતી તેનું પાઠ કરવું જોઈએ.

કુંભ
સપ્તાહ ની શરૂઆત માં તમે પોતાના કામ ઉપર પૂરું ફોકસ કરશો અને તમને પોતાના કામ માં સફળતા મળશે. જોકે તમે પોતાની તરક્કી થી સંતુષ્ટ નહિ હશો અને માનસિક રૂપ થી તણાવ માં રહેશો. પારિવારિક જીવન મન ને સહાનુભૂતિ આપવા વાળો હશે. તેના પછી ચંદ્ર નું ગોચર જયારે તમારા અગિયારમા ભાવ માં થશે ત્યારે તમારા માટે ઘણા સારા અવસરો ની પ્રાપ્તિ થશે અને તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે, જે તમારી આવક ને વધારનાર હશે. પ્રતિયોગી પરીક્ષાઓ માં પણ સફળતા મળવા ના યોગ બનશે. શિક્ષણ માં અમુક ઘટાડા પછી તમે સારું પ્રદર્શન કરી શકશો અને તમારી સંતાન માટે પણ સમય સારું રહેશે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર તમારા બારમા સ્થાન માં ગોચર કરશે. આ સમય આરોગ્ય ના સંદર્ભ માં અમુક નબળું રહેશે અને તમને પોતાના આરોગ્ય ઉપર ધ્યાન આપવું હશે. ત્યાંજ સપ્તાહ ના અંત માં તમારા પહેલા ભાવ માં ચંદ્ર નું ગોચર થશે, જેના લીધે તમને શરદી ગરમી ની ફરિયાદ રહી શકે છે અને માનસિક રૂપ થી પણ તમે અમુક નબળા દેખાશો. તમારી યોજનાઓ માં અમુક અવરોધ આવી શકે છે, તેથી આ સમય અમુક રાહ જુઓ અને કોઈપણ મોટું નિર્ણય લેવા થી બચો.
ઉપાય: તમારે શનિ યંત્ર ની વિધિવત સ્થાપના કરવી જોઈએ અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ.

મીન
સપ્તાહ ની શરૂઆત માં ચંદ્રદેવ તમારા નવમાં ભાવ માં હશે, જેના લીધે ભાગ્ય ને તમારું સાથ મળશે અને કાર્યો માં સફળતા પણ મળશે. કોઈ યાત્રા થી તમને લાભ થશે અને આનંદ ની અનુભૂતિ થશે. ધાર્મિક કાર્ય માં આગળ વધી ને ભાગ લેશો. ચંદ્ર નું ગોચર તમારા દસમા ભાવ માં હોવા થી કાર્યક્ષેત્ર માં વધઘટ ની સ્થિતિ બનશે. કર્યા ક્ષેત્ર માં કોઈ ની જોડે પણ તમારું વિવાદ થયી શકે છે, પરંતુ આ ઉપરાંત પણ તમારા પ્રદર્શન માં કોઈ ખાસ ઘટાડો નહિ આવે. પારિવારિક જીવન જેવું ચાલી રહ્યું છે, તેવુંજ ચાલશે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર દેવ તમારા અગિયારમા ભાવ માં ગોચર કરશે જેના લીધે આવક માં વધારા ના માર્ગ મળશે અને કોઈ દીર્ઘકાલીન નિવેશ ના વિષે ખુલી ને વિચાર કરી શકશો. પોતાના કામ પર ફોકસ રાખવું વરિષ્ઠ અધિકારીઓ ની નજર માં તમને સારું સ્થાન અપાવશે. સપ્તાહ ના અંત માં ચંદ્ર દેવ તમારા બારમા સ્થાન માં ગોચર કરશે, જેથી કોઈ અણધારી યાત્રા પર જવા ના યોગ બનશે. શિક્ષણ ના ક્ષેત્ર માં અમુક અવરોધો આવી શકે છે, પરંતુ અમુક લોકો ની અભ્યાસ ની બાબત માં દૂર જવા ની ઈચ્છા પુરી થયી શકે છે અને તેમને મનગમતા કોલેજ માં એડમિશન મળી શકે છે. આ દરમિયાન પ્રતિયોગી પરીક્ષાઓ માં સફળતા માટે સખત મહેનત કરવી હશે.
ઉપાય: તમારે કુતરાઓ ને રોટલી અને દૂધ આપવું જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.