ખબર

સાપ્તાહિક રાશિફળ: (14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર ) – જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ? કોના ગ્રહ થશે ઉથલ પાથલ? વાંચો

આપણી રાશિ પ્રમાણે આપણે ભાગ્ય બનતું હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માણસનું ભાગ્ય પણ તેની રાશિ પ્રમાણે દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રીતે બનતું હોય છે. આવનાર અઠવાડિયામાં 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી તમારું ભાગ્ય કેવું રહેશે ચાલો જોઈએ.

1. મેષ – અ, લ ,ઈ (Aries):
અઠવાડિયાની શરૂઆતમાં લવ લાઇફમાં બદલાવ આવશે, જે તમારા માટે સુખદ હશે. એકબીજામાં સમજદારી વધશે. બની શકે કે તમે પહેલા નાના-મોટા ઝઘડા કરતા હોય  પણ એકબીજાને એમની સ્પેસ આપશે. અને એકબીજાની વાત પણ સાંભળશો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ અઠવાડિયે પ્રેમ સંબંધોમાં રોમાંસ વધશે. અઠવાડિયાના અંતમાં શુભ સંયોગ બનશે. અઠવાડિયાની શરૂઆતમાં જ લવલાઇફમાં સકારાત્મક સમાચાર મળશે. પ્રેમ સંબંધ ગાઢ બનશે. સંબંધમાં સુખ અને શાંતિ મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
અઠવાડિયાની શરૂઆતમાં પોતાની લવલાઈફને લઈને મનમાં શંકા આવશે. કોઈ વાતને લઈને દિલ ઉદાસ થઇ શકે છે. જો કે આ સમય પણ ક્ષણિક જ છે, સપ્તાહના અંત સુધીમાં આપસમાં પ્રેમ વધશે અને લવલાઇફમાં શુભ સંયોગ બનશે.

4. કર્ક – ડ, હ (Cancer):
પોતાની લવલાઇફમાં વધુ પઝેસિવ હોવાના કારણે માનસિક ત્રાસ તમને જ થશે, થોડી અભિવ્યક્તિની આઝાદી પોતાના સાથીને પણ આપવાની કોશિશ કરો. અઠવાડિયાના અંતમાં  તમને વધારે શાંતિની આશા રહેશે.

5. સિંહ – મ, ટ (Lio):
અઠવાડિયાની શરૂઆતમાં પ્રેમ સંબંધ રોમેન્ટિક રહેશે અને આ મામલે તમને કોઈ માતૃતુલ્ય મહિલાનો આશીર્વાદ પણ મળી શકે છે. અઠવાડિયાના અંતમાં એકલાપણુ લાગશે અને કોઈ વાતને લઈને મન વ્યથિત રહેશે. સારી વાત એ થશે કે આ અઠવાડિયે તમે જેને પ્રેમ કરો છો એને પોતાના દિલની વાત કહી દેશો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ અઠવાડિયે પ્રેમ સંબંધમાં સ્થિરતા આવવાની સ્થિતિ બની શકે છે. પોતાના સાથી દ્વારા કરવામાં આવેલા વાયદાઓ આ સમયે પુરા નહિ થાય. લોકડાઉનની તમારી લવલાઈફ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. અઠવાડિયાના અંતમાં ખુશીઓ પછી આવશે.

7. તુલા – ર, ત (Libra):
અઠવાડિયાની શરૂઆતમાં તમે તમારી લવ લાઈફને લઇને ચિંતિત થઈ શકો છો અને તમારું મન અસ્વસ્થ થઈ શકે છે. એવું પણ થઈ શકે છે કે તમારા સાથી તમારી ઈચ્છા મુજબ બદલાવ ન લાવી શકે. અઠવાડિયાના અંતમાં સમય રોમેન્ટિક બની જશે અને તમે શાંતિ અનુભવશો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ અઠવાડિયે લવલાઈફ થોડી ઉપર-નીચે રહેશે. પણ ધીરે-ધીરે સ્થિતિ તમારા હકમાં પણ બની શકે છે. ધ્યાન રાખો કે સંબંધોમાં વાદ-વિવાદથી બચવું. દરેક સંબંધ દિલની નજીક નથી હોતો તો જે સંબંધ પોતાના છે તેને સાચવવા માટે ઘણીવાર જાતે પણ પ્રયાસો કરવા પડે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
અઠવાડિયાની શરૂઆતમાં તમે તમારી લવ લાઈફને લઇને ચિંતિત થઈ શકો છો અને તમારું મન અસ્વસ્થ થઈ શકે છે. એવું પણ થઈ શકે છે કે તમારા સાથી તમારી ઈચ્છા મુજબ બદલાવ ન લાવી શકે. અઠવાડિયાના અંતમાં સમય રોમેન્ટિક બની જશે અને તમે શાંતિ અનુભવશો.

10. મકર – જ, ખ (Capricorn):
પ્રેમ સંબંધો રોમેન્ટિક રહેશે અને જીવનમાં ખુશીઓ આવશે. આ અઠવાડિયું લવલાઇફમાં પ્રેમ લાવશે અને તમને માનસિક શાંતિ મળશે. અઠવાડિયાના અંતે, કોઈ સ્ત્રી મિત્ર તમારા પ્રેમ સંબંધને મજબૂત બનાવવા માટે આગળ વધીને પણ તમારી મદદ કરી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
પ્રેમ સંબંધ રોમેન્ટિક રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે હળવા અને શાંત સમય વિતાવવાનું મન બનાવશો. અઠવાડિયાના અંતમાં એક નવો અભિગમ તમારી લવ લાઇફમાં ઘણાં પરિવર્તન લાવી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
પ્રેમ સંબંધો રોમેન્ટિક રહેશે અને જીવનમાં ખુશીઓ આવશે. આ અઠવાડિયું લવલાઇફમાં પ્રેમ લાવશે અને તમને માનસિક શાંતિ મળશે. અઠવાડિયાના અંતે, કોઈ સ્ત્રી મિત્ર તમારા પ્રેમ સંબંધને મજબૂત બનાવવા માટે આગળ વધીને પણ તમારી મદદ કરી શકે છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.