ખબર

લગ્નમાં હવે આવ્યું સોશિયલ ડિસ્ટેંસીન્ગ, વર-કન્યાએ ડંડાથી પહેરાવી વરમાળા, લગ્નનો વિડીયો થયો વાયરલ

કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે તો બીજી તરફ લગ્નની સીઝન પણ ચાલી રહી છે, આ લોકડાઉનના કારણે જ ઘણા લગ્નો રદ પણ થઇ ગયા છે, તો ઘણા લોકો સરકારના આદેશ અનુસાર 20 લોકોને સાથે રાખીને લગ્નો પણ કરી રહ્યા છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં એક લગ્ન ખુબ જ ચર્ચાઈ રહ્યા છે. આ લગ્નમાં વરકન્યા પણ સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરતા જોવા મળ્યા અને એકબીજાને લાકડાના ડંડાથી બંનેએ વરમાળા પહેરાવી.

Image Source

આ અનોખા લગ્ન જોવા મળ્યા મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં, જ્યાં ડોકટર વરરાજાએ લાકડીની મદદથી પોતાની કન્યાને વરમાળા પહેરાવી તો કન્યાએ પણ લાકડી દ્વારા પોતાના પતિને વરમાળા પહેરાવી, આ દરમિયાન લગ્નમાં જોડાયેલા માત્ર ગણ્યા ગાંઠ્યા મહેમાનોએ પણ વર કન્યાને દૂરથી જ આશીર્વાદ આપ્યા હતા. આ સમગ્ર લગ્ન સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

Image Source

મધ્યપર્દેશના ધાર જિલ્લાના એક ગામના હનુમાનજી મંદિરમાં એક વેટરનરી ડોકટરના લગ્ન થયા હતા. ભગવાનના મંદિરમાં ભગવનને સાક્ષી માનીને આ બંને પતિ પત્નીના બંધનમાં જોડાયા હતા સાથે તેમને સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પણ પાલન કર્યું હતું.
જુઓ વિડીયો:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.