આ દિવસોમાં બધા ફિટનેસને લઇને ટેંશનમાં છે. કોઇ વજન ઘટાડવા માટે પરેશાન છે તો કોઇ વધારવા માટે મહેનત કરી રહ્યુ છે. એવામાં બોલિવુડ સેલેબ્સ સતત જીમમાં પરસેવો પાડી રહ્યા છે. પરંતુ “હાઉસફુલ 4” અભિનેત્રી કૃતિ ખરબંધાએ એક વીડિયો શેર કરી બધાને હેરાન કરી દીધા છે. કારણ કે કૃતિએ 3 કલાકમાં જ 15 કિલો વજન વધાર્યુ છે.
કૃતિ ખરબંદાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પહેલા હેવી જેકેટ અને નોર્મલ કપડામાં તેનું વજન માપી રહી છે અને મશીન તેનું વજન 45 કિલો બતાવે છે. પરંતુ તે બાદ તે બ્રાઇલ અવતરમાં નજરે પડે છે અને તે બાદ તે ફરી મશીન પર ઊભી રહી જાય છે અને મશીન તેનું વજન 55-57 કિલો બતાવે છે.
આ વી઼ડિયોને શેર કરતા કૃતિએ લખ્યુ છે કે, 3 કલાકમાં 15 કિલો વજન કેવી રીતે વધારવુ. વીડિયોમાં જુઓ. આ સાથે તેણે ત્રણ લાફટર ઇમોજી મૂક્યા છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને કેટલાક કલાકાં જ 3 લાખ લોકોએ જોયો હતો. લોકો કૃતિના મજાકિયા સ્વભાવની પ્રશંસા કરી રહ્યા છે.
ઘણા લોકો કૃિના પ્રશંસા કરી રહ્યા છે અને કેટલાક લોકો કહી રહ્યા છે કે મશીન 10-12 કિલો જ વજન વધારે બતાવી રહી છે. આ માટે લોકો કૃતિની મેથ્સની ક્લાસ લઇ રહ્યા છે. લોકો કહી રહ્યા છે 45+10=55 થાય છે.
View this post on Instagram
“હાઉસફુલ 4” “શાદી મેં ઝરૂર આના” થી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી કૃતિ ખરબંદાઆ દિવસોમાં ફિલ્મ “14 ફેરે”ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર રીલિઝ થઇ છે. ફિલ્મમાં વિક્રાત મેસી પણ છે.