50 વર્ષની ઉંમરની મમ્મીના દીકરીએ કરાવ્યા બીજા લગ્ન, પીઠી પણ ચોળી અને મહેંદી પણ મુકાવી, વાયરલ વીડિયો જીતી રહ્યો છે સૌના દિલ, જુઓ

દીકરીએ પોતાની 50 વર્ષની માતાના ધામધૂમથી કરાવ્યા લગ્ન, શરૂઆતથી લઈને લગ્ન સુધીની સફરનો વીડિયો કર્યો શેર, જોઈને લોકો પણ થયા ભાવુક, જુઓ

હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નને લઈને ઘણી બધી એવી એવી ખબરો પણ સોશિયલ મીડિયામાં સામે આવે છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય છે. થોડા દિવસથી એક ખખબર સતત ચર્ચામાં છે, જેમાં એક દીકરીએ પોતાની 50 વર્ષની મમ્મીના બીજા લગ્ન કરાવ્યા. હવે આ લગ્નની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. ત્યારે હાલ એક નવો વીડિયો પણ સામે આવ્યો છે.

શિલોંગના ઇન્સ્ટાગ્રામ યુઝર દેબ આરતી રિયા ચક્રવર્તીએ તેની માતાના 50 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરાવ્યા હતા હવે તેને એક એવો વીડિયો શેર કર્યો છે જે તમને ભાવુક કરી દેશે. દેબ આરતીએ તેની માતાના લગ્ન સમારંભ દરમિયાન પડદા પાછળનું રેકોર્ડિંગ કર્યું અને તેને અદભૂત રીલમાં ફેરવી દીધું. વીડિયો શેર કરતા દેબ આરતી ચક્રવર્તીએ એક સરસ મજાનું કેપ્શન પણ લખ્યું છે.

તેને લખ્યું કે, “મેં મારા જીવનમાં આટલી બોલ્ડ અને આત્મવિશ્વાસુ મહિલા ક્યારેય જોઈ નથી. મા તમે મને દરરોજ પ્રેરણા આપો છો. આજે હું જે કંઈ પણ છું, ફક્ત તમારા કારણે જ છું. તમે એક અદ્ભુત મહિલા છો અને અમે બધા ઈચ્છીએ છીએ કે તમે હંમેશા ખુશ રહો. હું તમારા અદ્ભુત જીવનની ઇચ્છા કરું છું. તમે અત્યાર સુધીની સૌથી સુંદર કન્યા દેખાતી હતી.”

વીડિયોમાં જોઈ શકાય છે કે દેબ આરતીએ તેની માતાના લગ્નની તમામ વિધિ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખો પરિવાર 50 વર્ષની ઉંમરમાં માતાના લગ્ન કરવાની યોજના બનાવી રહ્યો છે. પરિવારના સભ્યો આ લગ્ન ફરીથી કરવા અને પરિવાર સાથે શોપિંગ કરવા માટે તૈયાર થઈ જાય છે.

સામાન ખરીદ્યા પછી માતાને પાર્લરમાં લઈ જવામાં આવે છે અને ઘરે પૂજા કરવામાં આવે છે. લગ્ન અર્પણ કરવામાં આવે છે અને પગની પૂજાની વિધિ પણ કરવામાં આવે છે. અંતે, એક દ્રશ્ય આવે છે જેમાં કન્યા અને વરરાજા મંડપમાં ઉભા છે અને લગ્ન સમારોહમાં ભાગ લે છે. આ વીડિયો પર હજારો લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે લખ્યું, ‘આને કહેવાય મહાન વિચાર, તેમની દીકરી શુદ્ધ હૃદયથી પ્રેમ કરે છે.”

Niraj Patel