વિદ્યાર્થીઓએ કોલેજના કેમ્પસમાં જ કરી લીધા લગ્ન? જાન આવવાથી લઇને વિદાય સુધી બધી જ રસ્મો કેમેરામાં થઇ કેદ

દિલ્લી યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓએ કર્યા અનોખા લગ્ન, જાન-વિદાયનો વીડિયો આવ્યો સામે…તમારે પણ જરૂર જોવો જોઇએ

સ્કૂલ હોય કે કોલેજ ઘણી વખત મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન તેના પ્રમોશન માટે અલગ અલગ રીતે વીડિયો પણ બનાવવામાં આવે છે. ત્યારે હાલમાં જ આવું જ કંઇક સોશિયલ મીડિયા પર સામે આવ્યુ છે, જે વાયરલ પણ થઇ રહ્યુ છે. આ વીડિયોમાં દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા લગ્નનું આયોજન કરવામાં આવેલું જોઇ શકાય છે. આ લગ્ન સંપૂર્ણપણે કાલ્પનિક હતા,

પરંતુ આ લગ્નની તમામ ઘટનાઓ વાસ્તવિક લાગી રહી હતી. વાસ્તવમાં આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને ‘DU Frustrated’ હેન્ડલથી પોસ્ટ કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે શું તમને આ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ પછી દિલ્હી યુનિવર્સિટીના હેશટેગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણ લગ્નનું આયોજન કરવામાં આવેલુ જોઇ શકાય છે.

આ સંપૂર્ણ રીતે નકલી લગ્ન હતા જેમાં એક વિદ્યાર્થી વરરાજા તરીકે અને એક વિદ્યાર્થી કન્યા તરીકે ઉભી હતી. આ સિવાય બાકીના વિદ્યાર્થીઓ તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓ બન્યા હતા. લગ્નની શરૂઆત જાનની સાથે થાય છે, જેમાં વિદ્યાર્થીઓ જાન લઇને આવે છે અને પછી લગ્ન થાય છે. રસપ્રદ વાત એ હતી કે હલ્દીની વિધિ પણ વીડિયોમાં બતાવવામાં આવી છે. આ પછી વિદાય સુધી બધી રસ્મોને કેમેરામાં કેદ કરાઇ છે.

વિદાય વખતે કન્યા વિદ્યાર્થિની રડતી પણ જોવા મળી રહી છે અને અંતે કન્યા તેના સાસરે પહોંચે છે. આની એક ઝલક પણ બતાવવામાં આવી છે. વીડિયોના અંતે, એક વિદ્યાર્થી એક પોસ્ટર બતાવે છે, જેના પર તારીખ લખેલી છે. કદાચ તે એ તારીખ માટે કોઈ ઇવેન્ટનો પ્રચાર કરી રહ્યા હતા, પરંતુ આ વીડિયો હાલ ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, આ વીડિયો 27 માર્ચે પોસ્ટ કરવામાં આવ્યો હતો,

જેને અત્યાર સુધીમાં 71 હજારથી વધુ લાઈક્સ અને 6 લાખ 85 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. યુઝર્સ આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું- અમારા સમયે આવું કંઈ નથી થયું. અન્ય એક યુઝરે લખ્યું- હું ઈચ્છું છું કે મારી કોલેજમાં ભવિષ્ટમાં આ બધું થાય. એક બીજાએ લખ્યું કે કોઈ આ વીડિયો તેના પરિવારના સભ્યોને મોકલો. જ્યારે કેટલાકે કહ્યું કે અમને વર બહુ ગમ્યો.

Shah Jina