શાહી લગ્નનું સાક્ષી બન્યું આખું ભાવનગર, હાથી પર જોડાઈ જાન, 50 લક્ઝુરિયસ કારના કાફલાએ વધારી શોભા.. જુઓ કેવો હતો આ ભવ્ય લગ્નનો નજારો
ગુજરાતમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માંગતા હોય છે.ત્યારે તમે ઘણા લગ્નની અંદર તમે શાહી ઠાઠમાઠ પણ જોયો હશે. જેમાં વરરાજા લઝકયુરિયસ કાર કે હેલીકૉપટરમાં લગ્ન કરવા માટે જતો હોય છે, તો ઘણીવાર વરઘોડામાં પણ શાહી અંદાજ જોવા મળતો હોય છે.
ત્યારે હાલ એવા જ એક લગ્ન સામે આવ્યા છે. જેમાં વરરાજા કોઈ લક્ઝુરિયસ કાર કે ઘોડા પર નહિ પરંતુ હાથી પર સવાર થઈને લગ્ન કરવા માટે પહોંચ્યા હતા. આ રજવાડી ઠાઠમાઠ સાથેના લગ્ન યોજાયા હતા ભાવનગરમાં. જ્યાં વરરાજા 50 લક્ઝુરિયસ કારના કાફલા સાથે અને પોતે હાથી પર સવાર થઇ જાન જોડીને નીકળ્યા હતા.
આ શાહી લગ્ન હતા ભાવનગરમાં રહેતા રમેશભાઈ હાવલીયાના દીકરા કુલદીપના. જેના લગ્ન માટે ખાસ હાથી શણગારવામાં આવ્યો હતો અને કુલદીપ પણ શણગારેલા હાથીની અંબાડી પર બેસીને પરણવા માટે ગયો હતો. હાથી ઘોડા સાથે નીકળેલા તેના વરઘોડા જોઈને લોકોને પણ રજવાડાની યાદ તાજી થઇ ગઈ હતી.
એક કિલોમીટર સુધી હાથી પર નીકળેલા કુલદીપના વરઘોડાને જોવા માટે પણ લોકોના ટોળા ઉમટ્યા હતા. સાથે જ હાથીની પાછળ 50 જેટલી લક્ઝુરિયસ કાર પણ આ વરઘોડાની શોભા વધારી હતી. સાથે જ DJના તાલ પર રૂપિયાનો વરસાદ પણ થતો જોવા મળી રહ્યો હતો. જાનૈયાઓ મન મૂકીને નોટો ઉડાવી રહ્યા હતા.
View this post on Instagram
કુલદીપના લગ્ન બોટાદ જિલ્લાના ગઢડામાં રહેતા યોગેશભાઈ વડોદરાની દીકરી વૈશાલી સાથે ગત 23 ફેબ્રુઆરીના રોજ યોજાયા હતા. ત્યારે આ લગ્નના ઘણા જ વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ લગ્ન લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, આ વરઘોડામાં વરરાજા પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.