વાયરલ

ફૂટપટ્ટી ઉપર આવું લગ્નનું આમંત્રણ આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયું હોય, એકદમ યુનિક આઈડિયાની લોકો કરી રહ્યા છે પ્રસંશા

દરેક વ્યક્તિ પોતાના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત હોય છે અને મોટાભાગના લોકો પોતાના લગ્ન ખાસ બને તે માટે કંઈક અવનવું કરતા હોય છે. સોશિયલ મીડિયામાં આવા લગ્નની ઘણી તસવીરો અને વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે તો ઘણા લોકો લગ્નનું આમંત્રણ કાર્ડ પણ ખુબ જ ખાસ અંદાજમાં બનાવતા હોય છે, જે વાયરલ પણ થઇ જાય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક બંગાળી લગ્નનો એક અનોખો આઈડિયા વાયરલ થઇ રહ્યો છે. તમે લગ્નની અંદર અલગ અલગ કાર્ડ જોયા હશે, પરંતુ આ કપલે તેમના લગ્નની અંદર એવું મેન્યુ કાર્ડ બનાવ્યું જેને જોઈને હવે સોશિયલ મીડિયામાં યુઝર્સ પણ વિચારમાં પડી ગયા અને આ કાર્ડની ચર્ચાઓ થઇ રહી છે.

આ મામલો પશ્ચિમ બંગાળના સિલીગુડી શહેરનો છે, જ્યાં વર્ષ 2013માં આયોજિત લગ્નમાં એવું ખાવાનું મેન્યુ આપવામાં આવ્યું હતું કે હવે તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હકીકતમાં આ લગ્નમાં પીરસવામાં આવતા ભોજનની સૂચિ લાકડાની ફૂટપટ્ટી પાછળ છાપવામાં આવી હતી અને મહેમાનોમાં વહેંચવામાં આવી હતી. હવે આ ફૂટપટ્ટીની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે.

તસવીરમાં 30 સેમી લાકડાની ફૂટપટ્ટી જોવા મળે છે, આ તસ્વીરોને @babumoshoy નામના ટ્વિટર યુઝરે ટ્વિટર પર શેર કરી હતી અને બંગાળી ભાષામાં લખ્યું હતું – “માપો અને ખાઓ.” લોકો તેમની આ રચનાત્મકતાની પ્રશંસા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ મેનુ કાર્ડ સુષ્મિતા અને અનિમેષ નામના દંપતીનું છે, જેમણે સિલીગુડીમાં લગ્ન કર્યા હતા. આ તમામ માહિતી સ્કેલ પર જ આપવામાં આવી છે.