આજકાલ મોટાભાગના લોકો પાસે સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયા છે, જેના દ્વારા નાની નાની ઘટનાઓ પણ કેમેરામાં કેદ થઇ જતી હોય છે અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ જતી હોય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોના એક લગ્ન કરતું દંપતી જોઈ શકાય છે, અને તે જોતા તમે પણ તમારું હસવું રોકી નહી શકો. કારણ કે આ વીડિયોમાં વરરાજાનો ગુસ્સો બધાના હસવાનું કારણ બને છે.
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા બંને સ્ટેજ ઉપર ઉભા છે. અને ફોટાગ્રાફર તેમની તસવીરો લેતો દેખાય છે. પરંતુ ફોટાગ્રાફર અચાનક વરરાજાને દૂર કરી અને કન્યાના ક્લોઝઅપ ફોટો લેવા માટે તેની નજીક જાય છે.
અને પછી શરૂ થાય છે વીડિયોમાં અસલી મજા. તેમાં જોઈ શકાય છે કે ફોટાગ્રાફર કન્યાની એકદમ નજીક જઈને અલગ અલગ પોઝ સાથે તેની તસવીરો ખેંચતો હોય છે, અને આ જોઈને વરરાજાને ગુસ્સો આવી જાય છે અને તે ફોટોગ્રાફરને થપ્પડ મારી દે છે.
હવે આ સમગ્ર ઘટનાને દુલ્હન પોતાની આંખે નિહાળે છે અને તે જોર જોરથી હસવા લાગી જાય છે. તે એટલું હસે છે કે પોતાનું હસવું પણ નથી રોકી શકતી. 45 સેકેન્ડના આ વીડિયોને જોઈને તમે પણ તમારું હસવું નહિ રોકી શકો. જુઓ…
I just love this Bride 👇😛😂😂😂😂 pic.twitter.com/UE1qRbx4tv
— Renuka Mohan (@Ease2Ease) February 5, 2021