ખબર

હવે લગ્નમાં કેટલા લોકો લાવી શકાય ? જો તમારે ત્યાં પણ લગ્ન સમારોહ છે તો હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ આ મહત્વની સૂચના જરૂર વાંચજો

હાલ ગુજરાતની અંદર કોરોના ખુબ જ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે આ અંગે હાઇકોર્ટ દ્વારા પણ રાજ્ય સરકારને કેટલાક નિવેદન કરવામાં આવ્યા હતા. જેમાં લગ્નમાં મહેમાનોની હાજરીને લઈને પણ કેટલાક નિવેદનો કરવામાં આવ્યા છે.

હાલ ગુજરાતની અંદર લગ્નમાં 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે ત્યારે હાઇકોર્ટ દ્વારા 50 લોકોને જ લગ્ન અને મરણ પ્રસંગે બોલાવવાની વાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી છે. હાઈકોર્ટે સૂચનો કર્યા કે, લગ્ન અને સ્મશાન વિધિ  સિવાય તમામ કાર્યક્રમોમાં પ્રતિબંધ લગાવવો જોઈએ. જે 100 માણસની પરમિશન લગ્ન પ્રસંગમાં આપી છે તેનો ઘટાડો કરો.

આ સિવાય બીજા પણ ઘણા મુદ્દાઓ ઉપર હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા જણાવવાંમાં આવ્યું હતું કે ચૂંટણી માટે બૂથ વાઇઝ આંકડા અને સોસાયટી હોય છે તમારી પાસે તે આયોજનને કેમ કામે ન લગાડી શકાય?, શોપિંગ મોલ, દુકાનોમાં લોકો ભેગા ન થાય એવા પગલાં લો.

તો આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે સ્વામીનારાયણ સંપ્રદાય છે, ચર્ચ છે ઘણી બધી NGO છે તેમના મારફતે કોવિડ કેર સેન્ટર, કિચન શરૂ કરાવવો, દિવાળી ઉપર જે રીતે  પ્રતિબંધ મૂકીને લોકો ઉપર અંકુશ મુક્યો હતો ત્યારે લોકો તહેવારમાં બહાર ઓછા નીકળ્યા હતા, એવા પગલાં લો.

આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે લોકો અત્યારે ભગવાન ભરોસે છે, કેન્દ્ર રાજ્યોને સૂચના આપે અને કામ આપે નહિંતર અમે કામ આપીશું. ઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે.

આ ઉપરાંત રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને પણ હાઇકોર્ટે કહ્યું હતું કે રેમડેસિવિર માત્ર હોસ્પિટલમાં મળે એવું કેમ? ઘરે સારવાર લેતા દર્દીઓ માટે કેમ નહિ? એક જ સેન્ટર પરથી ઈન્જેકશન મળવું પબ્લિક ના હિતમાં નથી. જનતાએ લાંબી લાઇનમાં કેમ ઉભું રહેવું પડે છે? કોઈને રેમડેસીવીર જોઈએ છે તો કેમ ખરીદી નથી શકતું? કોઈને પૈસા ખર્ચવાની મજા થોડી આવે? રોજના 27000 ઇન્જેક્શન ક્યાં જાય છે ? બધાને ઇન્જેક્શન મળવા જ જોઈએ.

પ્રાઇવેટ હોસ્પિટલ કેમ રેમડેસિવિર ઉપલબ્ધ નહીં થાય? Zydus Hospitals ની બહાર લાંબી લાઈન હતી. કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કંટ્રોલ છે? અમારી જાણકારી મુજબ ગુજરાતમાં ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો છે.