પ્રેમીએ તેની પ્રેમિકાને કરી ઇગ્નોર તો ગામમાંથી 1630 કિલોમીટરનું અંતર કાપી અને મુંબઈમાં પહોંચી ગઈ, પછી પોલીસ સ્ટેશનમાં આવ્યો એવો ટ્વિસ્ટ કે…

આપણે બધાએ સાંભળ્યું હશે કે પ્રેમ કોઈ બંધનોમાં બંધાતો નથી, ઘણા લોકો પોતાના પ્રિયજનને પામવામાં માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે અને ઘણીવાર તો લોકો હજારો કિલોમીટરનું અંતર પણ કાપીને પ્રેમી કે પ્રેમિકાને મળવા માટે પહોંચી જતા હોય છે, પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે સાવ અલગ છે અને તેની ચર્ચાઓ ચારે કોર થઇ રહી છે.

આ ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી. જ્યાં પ્રેમ પ્રકરણનો આવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને બધા ચોંકી ગયા. અહીં પ્રેમિકા પોતાના પ્રેમીને મેળવવા ગામથી 1630 કિલોમીટર દૂર મુંબઈ પહોંચી હતી. તે તેની સાથે ગામમાં પાછો આવી. ત્યારબાદ બંનેએ પોલીસ સ્ટેશન પરિસરના મંદિરમાં લગ્ન કર્યા.

મામલો ફુલપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં ગુડિયા ચૌહાણ અને અભિષેક શર્માનું છેલ્લા સાડા ચાર વર્ષથી અફેર હતું. પરંતુ આ દરમિયાન ત્રણ વર્ષ પહેલા પ્રેમી નોકરી અર્થે મુંબઈ ગયો હતો. ત્યાં ગયા પછી પણ બંને ફોન પર વાત કરતા હતા. પરંતુ થોડા સમયથી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની અવગણના કરવા લાગ્યો હતો. ન તો તે તેનો ફોન ઉપાડી રહ્યો હતો કે ન તો તે પોતે ફોન કરી રહ્યો હતો.

જેના કારણે પ્રેમિકા ઘણી નારાજ થઈ ગઈ અને તેણે પ્રેમી પાસે જવાનું નક્કી કર્યું. ત્યારબાદ તે એકલી આઝમગઢથી 1630 કિમી દૂર મુંબઈ પહોંચી. ત્યાં તે પ્રેમીના સરનામે ગઈ અને તેને બળજબરીથી પોતાની સાથે ગામમાં પાછી લઈ ગઈ. ત્યાં પ્રેમીના પરિવારજનો આ લગ્નની વિરુદ્ધ હતા. જ્યારે તેણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો ત્યારે પ્રેમિકાએ પ્રેમી અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રેમિકાની ફરિયાદના આધારે પોલીસે પ્રેમીની ધરપકડ કરી હતી. બંને પક્ષો ગામના વડા સાથે પોલીસ મથકે આવ્યા ત્યારે પોલીસે બંને પક્ષોને સમજાવ્યા હતા. જે બાદ પ્રેમીપંખીડા લગ્ન માટે રાજી થયા હતા અને પોલીસ સ્ટેશનના મંદિર પરિસરમાં પોલીસકર્મીઓની હાજરીમાં પ્રેમી-પ્રેમિકા લગ્ન કરી લીધા હતા. આ લગ્ન બાદ હવે બંને પક્ષો ખુશ છે અને પોલીસકર્મીઓએ પણ નવપરિણીત યુગલને આશીર્વાદ અને અભિનંદન પાઠવ્યા હતા.

Niraj Patel