ખબર

કોરોના પણ ના રોકી શક્યો આ બનેંના પ્રેમને, ગંભીર બીમારીમાંથી સાજા થઈને હોસ્પિટલમાં જ કર્યા લગ્ન

કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે કોરોના જેવી કોઈ ગંભીર બીમારી પણ દુનિયામાં આવશે, જેના કારણે માણસને પણ બીજા માણસને મળવાનો ડર લાગશે, દૂરના તો ઠીક પણ આપણે આપણા સ્નેહી સ્વજનોને પણ મળવામાં ડરવા લાગ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે હાલમાં જ કોરોનાના કારણે ગંભીર રીતે બીમાર થયેલા એક વ્યક્તિએ હોસ્પિટલમાં જ પોતાની મંગેતર સાથે લગ્ન કર્યા છે. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે તમને લગ્નની વ્યવસ્થા કરી હતી.

Image Source

આ મામલો છે અમેરિકાના ટેક્સાસના સાઈન એન્ટોનિયાનો. કાર્લોસ મુનીજ નામનો આ વ્યક્તિ કોરોના વાયરસથી ગંભીર રીતે બીમાર થઇ ગયો હતો. થોડા દિવસ પહેલા જ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ તેની તબિયત ખરાબ જ રહેવા લાગી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે કાર્લોસના રિકવર થવામાં સમય લાગી શકે છે.

Image Source

કાર્લોસન લગ્ન ટેક્સાસના મેથોડિસ્ટ હોસ્પિટલમાં 11 ઓગસ્ટના રોજ થયા. ગ્રેસ નામની યુવતી સાથે તેના લગ્ન નક્કી થયા હતા. અને તેના થોડા જ દિવસ બાદ કાર્લોસ બિમાર પડી ગયો હતો. તેની હાલત વધારે બગડવા ઉપર તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો.

Image Source

એક રિપોર્ટ પ્રમાણે લગભગ એક મહિના સુધી ગંભીર બીમાર રહ્યા બાદ કાર્લોસનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે 42 વર્ષના કાર્લોસને કોઈ બીજી બીમારી નહોતી.

Image Source

ગ્રેસે જણાવ્યું કે એક સમય એવો હતો કે તેને લાગી રહ્યું હતું કે કાર્લોસને તે ખોઈ બેઠી છે. જયારે તેના બંને ફેફસા કોલેપ્સ થઇ ગયા હતા. કોરોનાના કારણે તેમના લગ્ન અટકી ગયા તો નર્સે હોસ્પિટલમાં જ લગ્ન કરવાનો આઈડિયા આપ્યો જેના કારણે કાર્લોસને પ્રોત્સાહિત કરી શકાય. નર્સનું કહેવું છે કે લગ્ન બાદ કાર્લોસમાં પોઝિટિવ બદલાવ પણ જોવા મળી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.