ખબર

લગ્નમાં આવેલી ભેટ ખોલવાની સાથે જ વિધવા બની ગઈ દુલ્હન, જાણો એવું તો શું હતું ભેટમાં ?

લગ્નમાં આવેલી ભેટ બની પતિના મૃત્યુનું કારણ,ખોલવાની સાથે જ વિધવા બની ગઈ દુલ્હન, જાણો એવું તો શું હતું ભેટમાં ?

લગ્ન એક ખુશીનો પ્રસંગ છે. આ પ્રસંગની અંદર સગા સંબંધીઓ અને હાજર રહેનારા લોકો વર-કન્યાને ભેટ પણ આપતા હોય છે, લગ્નમાં મળેલી ભેટને વર-કન્યા અને પરિવારજનો ઘરે લઇ જઈને ખોલે છે. ત્યારે આ દરમિયાન જ એક એવી ઘટના બની છે કે જેને જાણીને સૌ કોઈના હોશ ઉડી જાય.

ઓડિશાની અંદર એક વરરાજા માટે ભેટ મૃત્યુ બનીને આવી. 23 ફેબ્રુઆરી, 2019ના રોજ થયેલા લગ્નની અંદર લગ્ન વાળા ઘરની અંદર એક અજાણી ભેટ આવી હતી. જેવું જ વરરાજાએ એ પાર્સલ ખોલ્યું તેની અંદર એક ભયાનક ધડાકો થયો જેના કારણે તેનું મૃત્યુ થઇ ગયું. અને નવી નવેલી દુલ્હન પણ લગ્નના દિવસે જ વિધવા બની ગઈ.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ધમાકો એટલો મોટો હતો કે ઘટના સ્થળે જ 3 લોકોના મૃત્યુ થઇ ગયા, અને દુલ્હન ગંભીર રીતે ઘાયલ થઇ ગઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી.

18 ફેબ્રુઆરીના દિવસે જ ઓડિશાના બલાંગીરના પાટણગઢમાં રહેવા વાળા સૌમ્ય શેખર સાહુ અને રીમા સાહુના ધામધૂમથી લગ્ન થયા હતા.

ઘટના સ્થળ પર હાજર રહેનારા લોકોએ જણાવ્યું હતું કે ધમાકો એટલો મોટો હતો કે આસપાસના ઘર પણ હલી ગયા હતા.

પોલીસને 10 દિવસ સુધી પણ આ પાર્સલ મોકલનારનો કોઈ અત્તોપત્તો લાગ્યો નહોતો, તો બીજી તરફ દુલ્હનના પણ રડી રડીને હાલ ખરાબ થઇ ગયા હતા.

પોલીસનું માનવું છે કે આ કામ કોઈ જાણીતા વ્યક્તિએ અથવા તો કોઈ જૂની દુશ્મનીના કારણે કરવામાં આવ્યું હોઈ શકે છે.