આ મિત્રોએ તો લગ્નમાં પાર કરી બધી જ હદ, વર-કન્યાને ભેટમાં આપી એવી એવી વસ્તુઓ કે વીડિયો જોઈને હસી હસીને બઠ્ઠા વળી જશો

હાલ આપણા દેશની અંદર લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ઠેર ઠેર લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પણ લગ્નના વીડિયોથી ભરેલું પડ્યું છે, ઘણા લોકો લગ્નના એવા એવા ફની વીડિયો પોસ્ટ કરતા હોય છે જે જોવાની ખુબ જ મજા આવતી હોય છે અને આવા વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થતા હોય છે.

લગ્નનમાં ખાસ કરીને વરરાજાના મિત્રો અને કન્યાની બહેનપણીઓ અને બહેનો ખુબ જ મસ્તી મજાક કરતા હોય છે, ત્યારે વરરાજાના મિત્રો દ્વારા કરવામાં આવતા મસ્તી મજાકનો એવો જ કે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોની અંદર વરરાજા મિત્રો વર-કન્યાને એવી એવી ભેટ આપે છે કે વરરાજા પણ પેટ પકડીને હસવા લાગે છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે મિત્રના લગ્નમાં ઘણા મિત્રો હાજર છે. લગ્નમાં તે પોતાના મિત્રને અજીબોગરીબ ભેટ આપી રહ્યા છે. કોઈ સાવરણી આપી રહ્યું છે, કોઈ મોપ(પોતુ) આપી રહ્યું છે, કોઈ બાથરૂમ ક્લીનર આપી રહ્યું છે, તો કોઈ વાસણ ધોવા માટે સાબુ આપી રહ્યું છે. આ વીડિયો જોયા પછી તમે એટલું હસશો કે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો.

 

View this post on Instagram

 

A post shared by Ganesh SH (@_the___traveller)

વાયરલ વિડીયો જોયા પછી તમે પણ હસવાનું નહિ રોકી શકો, વરરાજા પણ પોતાનું હસવાનું રોકી નથી શકતા અને કન્યા પણ હસવા લાગે છે. આ વીડિયો જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. આ પહેલા પણ ઘણા એવા વીડિયો સામે આવી ગયા છે જેમાં આ પ્રકારે વરરાજાને અજીબો ગરીબ ભેટ આપવામાં આવી હોય, કોઈ પેટ્રોલના વધતા ભાવ જોતા પેટ્રોલ આપતું હોય છે તો કોઈ લીંબુ. આવા ફની વીડિયો લોકોને ખુબ જ પસંદ પણ આવે છે.

Niraj Patel