લગ્નમાં એક સંબંધીએ મોકલી એવી કંકોત્રી કે વીડિયો જોઈને તમે પણ કહેશો.. કે “આવા લગ્નમાં તો જરૂર જવું પડે…” જુઓ વીડિયો

આવી કંકોત્રી આજ પહેલા ક્યારેય નહિ જોઈ હોય… કંકોત્રીની અંદર સંબંધીએ મોકલી હતી એવી ભેટ કે જોઈને તમે પણ ઉછળી પડશો.. વાયરલ થયો વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કેટલાક અવનવા આયોજનો કરતા હોય છે. કોઈ લગ્નનો ભવ્ય મંડપ સજાવતા હોય છે તો કોઈ શાનદાર કારમાં જાન લઈને લઈને નીકળે છે. પરંતુ લગ્નની શરૂઆત કંકોત્રીથી થાય છે અને એટલે જ ઘણા લોકો કેટલીક ખાસ કંકોત્રીઓ પણ છપાવતા હોય છે.

તમે અત્યાર સુધી ઘણી અવનવી કંકોત્રીઓ જોઈ હશે. જેમાં તેની અંદરની ડિઝાઈન અને ઘણીવાર અંદર લખેલા ખાસ લખાણ દિલ જીતી લેતા હોય છે. તો ઘણા લોકો એવી કંકોત્રી પણ આપતા હોય છે જેની અંદર ડ્રાયફ્રુટ અને મીઠાઈ પણ હોય છે. પરંતુ હાલ એક એવી કંકોત્રીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને સૌના હોશ ઉડાવીને રાખી દીધા છે.

જ્યારે એક વ્યક્તિના ઘરે લગ્નનું કાર્ડ આવ્યું, ત્યારે તેણે તેને ખોલવા માટે તેના મોબાઈલનો કેમેરો ચાલુ કર્યો અને પછી જેવું તેણે કાર્ડ ખોલવાનું શરૂ કર્યું લોકો ખૂબ જ ઉત્સુક બન્યા. હવે મહેમાનો સહિત લોકોના મનમાં એ વાત દોડવા લાગી કે લગ્નના કાર્ડની અંદર શું છે? કાર્ડ ખોલતા પહેલા ત્રણેય પાન દેખાય છે, જેમાં વર-કન્યાના નામ, લગ્નનું સ્થળ અને સંબંધીઓના નામ વગેરે લખેલા હોય છે. જોકે હજુ એક ટ્વિસ્ટ બાકી છે.

 

View this post on Instagram

 

A post shared by SCHOOLDAYS ™ 2M (@school.days__)

જેવો જ વ્યક્તિએ લગ્નના કાર્ડની અંદર રાખેલા ત્રણ પાનાં કાઢી નાખ્યા તો નજારો અલગ જ હતો. લગ્નના કાર્ડની અંદર દારૂની નાની બોટલ રાખવામાં આવી હતી અને તેની સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ રાખવામાં આવ્યા હતા. આ કાર્ડ જોયા બાદ મહેમાનો સહિત લોકોના હોશ ઉડી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને Instagram પર school.days__ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel