6 ઓક્ટોબર સુધી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ

છેલ્લા ઘણા દિવસોથી દેશના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર-પાંચ દિવસ સુધી આવી જ સ્થિતિ રહેશે. તે પછી હવામાન બદલાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબર બાદ અમિક રાજ્યમાં ભારે પવન અને ચોમાસાની અસર થોડી નબળી પડી શકે છે જો કે 6 ઓક્ટબર સુધી દેશના અન્ય રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.

દેશના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ છે. ઉત્તર ભારત સહિત દક્ષિણ -પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે. ચક્રવાત ગુલાબ ઓડિશાના કિનારે ટકરાયા બાદ નબળું પડ્યું છે, પરંતુ ‘ગુલાબ’ની અસર આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર થઈને અન્ય રાજ્યોમાં પહોંચી રહી છે. ગુજરાત, કોંકણ અને મરાઠવાડામાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. IMD એ તેલંગાણામાં વરસાદની ચેતવણી પણ જારી કરી છે.

ચક્રવાત ગુલાબે આંધ્રપ્રદેશ, ઓડિશા, બંગાળ સહિત આસપાસના રાજ્યોને અસર કરી છે. હવામાન વિભાગે તેલંગાણા, તામિલનાડુ, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં આગામી બે દિવસ એટલે કે 3 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કેટલાક રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ઓડિશા, બંગાળ, બિહાર અને આંધ્ર પ્રદેશ સહિત ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે. જ્યાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) ના અનુસાર મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. આજે દિલ્હીમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ ઝારખંડ અને બિહારના આજુબાજુના વિસ્તારોમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે. તે ઉત્તર-પૂર્વ દિશામાં ધીરે ધીરે આગળ વધે અને બિહારના મોટાભાગના ભાગોને અસર કરે તેવી ધારણા છે. તેના પ્રભાવ હેઠળ, આગામી બે દિવસ સુધી પવનની ગતિ 35-45 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે.

હરિયાણામાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે શનિવારે પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. સાથે જ હિમાચલમાં બપોરે ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. અહીં વરસાદનો આ રાઉન્ડ 3 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

YC