કોરોનાના માહોલ વચ્ચે ગુજરાતમાં સર્જાઈ શકે છે વરસાદી વાતાવરણ, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં આવશે વરસાદ

ગુજરાતમાં એક તરફ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે જ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. સૌરાષ્ટ્રમાં વીજળી અને વાવાઝોડા સાથે વરસાદ પણ તૂટી પડ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવીકે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. જે મુજબ, કચ્છ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરાઈ છે. તો અમદાવાદમાં પણ તાપમાન 43 ડિગ્રી રહી શકે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના મતે બુધવારે બનાસકાંઠા, પાટણ, ડાંગ, વલસાડ, નવસારી, રાજકોટ, અમરેલી, જુનાગઢ. કચ્છમાં તો ગુરુવારે કચ્છ, રાજકોટ, અમરેલી, જુનાગઢ જેવા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તો શુક્રવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, કચ્છમાં અને શનિવારના રોજ બનાસકાંઠા, પાટણ, આણંદ, ભરૂચ, કચ્છ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગરમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Niraj Patel