ખબર

તો શું ગરમીમાં ખત્મ થઈ જશે કોરોના વાયરસ? એક નવો દાવો આવ્યો…હાહાકાર મચાવી દીધી

હાલ કોરોનાએ વિશ્વભર હાહાકાર મચાવ્યો મચાવ્યો છે. દરરોજ કોરોના કેસમાં વધારો થતો જાય છે. વચ્ચે એક માહિતી મળી હતી કે, ગરમીમાં કોરોનાનો કહેર ઓછો જોવા મળશે. પરંતુ એક સ્ટડી અનુસાર, ગરમી પણ કોરોના વાયરસનું કંઈ ઉખાડી શકી નથી. ઉનાળામાં પણ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે

Image source

વિશ્વભરમાં થયેલા આ સ્ટડીમાં 144 દેશો સામેલ થયા હતા. તેમાં મુખ્યત્વે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો શામેલ હતા.આ અભ્યાસ કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત થયો છે. ચીન, ઇટાલી, ઈરાન અને દક્ષિણ કોરિયાને આ અભ્યાસમાંથી દૂર કરવામાં આવ્યા છે કારણ કે અહીં ઘણા બધા કેસ અથવા ખૂબ જ ઓછા કેસ છે.

કેનેડાની સેન્ટ માઇકલ હોસ્પિટલ અને યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધનકર્તા પીટર જુનીએ જણાવ્યું હતું કે અમારા સ્ટડીમાં કોરોના વાયરસને રોકવા માટે વિશ્વભરમાં કરવામાં આવતા પ્રયત્નોનો પણ સમાવેશ થાય છે. જેથી તે શોધી શકાય કે રોગનો ફેલાવો અને નિવારણનો દર કેટલો છે.

Image source

પીટર જુનીએ જણાવ્યું હતું કે 7 માર્ચથી 13 માર્ચ સુધી અમે આખી દુનિયાની ઊંચાઈ, તાપમાન, બંધ સ્કૂલ, ભેજ, બંધ શાળા, પ્રતિબંધો, સામૂહિક ઘટનાઓને ચેપ સાથે જોડીને આખા વિશ્વનું વિશ્લેષણ કર્યું હતું. પછી જાણવા મળ્યું કે આ વાયરસની રોકથામ સાથે ગરમી અને ભેજનો કોઈ સંબંધ નથી. છે.

જુનીએ જણાવ્યું હતું કે આપણે અગાઉ કરેલા નાના અભ્યાસથી શીખ્યા છે કે ગરમી અને ભેજને કારણે કોરોના વાયરસની ગતિ અટકી જશે. પરંતુ જ્યારે અમે અભ્યાસનું સ્તર વધાર્યું અને મોટા પાયે અભ્યાસ કર્યો ત્યારે પરિણામો પહેલાથી જ ઉલટું થઈ ગયા. એટલે કે, ગરમી અને ભેજની અસર કોરોના પર થતી નથી. જુનીએ જણાવ્યું હતું કે આપણે અગાઉ કરેલા નાના અભ્યાસથી શીખ્યા છે કે ગરમી અને ભેજને કારણે કોરોના વાયરસની ગતિ અટકી જશે. પરંતુ જ્યારે અમે અભ્યાસનું સ્તર વધાર્યું અને મોટા પાયે અભ્યાસ કર્યો ત્યારે પરિણામો પહેલાથી જ ઉલટું થઇ ગયું હતું. એટલે કે ગરમી અને ભેજની અસર કોરોના પર થતી નથી.

Image source

જો કે શાળા બંધ, સામૂહિક આયોજન બંધ અને સોશિયલ ડિસ્ટેંસીન્ગ કામ આવ્યું. આ કારણે કોરોના વાયરસનું સંક્ર્મણ રોકાઈ ગયું છે. આ સંશોધન કરનારા બીજા સંશોધનકાર પ્રોફેસર ડીયોની જેસિન્કે કહ્યું કે કોરોના ઉનાળાથી ડરતું નથી. પ્રો. ડીયોની જેસિન્કે કહ્યું કે જો લોકો કોરોના વાયરસના સમયમાં ઘરોમાં રહેતા હોત તો તે વધુ સારું રહેશે. સામાજિક અંતર અને સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લો. આ બાબતોનું વધુ ધ્યાન રાખવામાં આવશે, વિશ્વ વધુ સુરક્ષિત રહેશે અને લોકો પણ સુરક્ષિત રહેશે.

Image Source

જણાવી દઈએ કે, વિશ્વમાં અત્યાર સુધીમાં 3,939,553 કેસ સામે આવ્યા છે. જેમાં 271,410 લોકોના મોત નિપજ્યા છે. તો 1,355,788 લોકો મોતને ભેટ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.