ગુજરાતમાં ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ, આ વર્ષે નવરાત્રીમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો શું કહ્યું

આ વર્ષે ચોમાસામાં ધોધમાર વરસાદ વરસ્યો, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ નથી જોવા મળ્યો, આ દરમિયાન ગરમીનું પ્રમાણ પણ વધી ગયું છે. ત્યારે હજુ ચોમાસુ પૂરું થયું એમ ના માની શકાય. વરસાદને લઈને હવામાન વિદ અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે, જેને લઈને ગરબા રસિકોમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે.

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી નવરાત્રીના મોટા આયોજનો થયા નહોતા. પરંતુ આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછા થવાના કારણે ગરબા રસિકો ખુબ જ ઉત્સાહમાં છે અને ઠેર ઠેર ભવ્ય આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે, મોટા મોટા પાર્ટીપ્લોટમાં આ વર્ષે ગરબાની રમઝટ જામવાની છે. આ વર્ષે નવરાત્રી 26 તારીખના રોજ શરૂ થવાની છે, ત્યારે આ બધા વચ્ચે અંબાલાલ પટેલની આગાહીના કારણે ગરબા રસિકોમાં નિરાશા વ્યાપી ગઈ છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રી દરમિયાન અલગ અલગ ભાગોમાં વરસાદ જોવા મળશે. તેમને જણાવ્યું કે 26 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદનું જોર રહેશે. તેમને જણાવ્યું કે બુધ અને શુક્ર રાશિમાં હોવાના કારણે વરસાદ થવાની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જ્યાં જક્યા પર્વત આકારનો મેઘ દેખાશે ત્યાં ત્યાં વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો, ઉત્તર ગુજરાતના થોડા વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે. જેના કારણે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે.

Niraj Patel