તડકો નીકળતા રાહતનો શ્વાસ ના અનુભવશો, ત્રીજો રાઉન્ડ આ તારીખે…. જુઓ હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ચેહલ્લ થોડા દિવસમાં ભારે વરસાદ વર્ષ્યો જેના બાદ ગઈકાલથી ગુજરાતમાં ઘણા સ્થળોએ વરસાદમાં લોકોએ રાહત અનુભવી છે. ગઈકાલથી ગુજરાતમાં તડકો જોવા મળ્યો છે અને વરસાદે વિરામ લીધો છે. તો બીજી તરફ સમગ્ર દેશમાં ચોમાસું હાલમાં તેના ટોચના સ્તરે છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ તમામ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

ત્યારે આ બધા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન કેટલાક ભાગોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMD એ ટ્વિટ કર્યું છે કે આગામી ચારથી પાંચ દિવસ સુધી મધ્ય, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આજે 29 જુલાઈ ભારે વરસાદનું એલર્ટ છે.

હિમાચલ પ્રદેશમાં આજથી 31 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે. ઉત્તરાખંડમાં 29 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. હરિયાણામાં 29 અને 30 જુલાઈએ ભારે વરસાદ થશે. તેમજ પૂર્વી યુપીમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પંજાબ, ઉત્તર હરિયાણા વગેરે રાજ્યોમાં ભારે એલર્ટ છે.

29 જુલાઈએ પૂર્વ મધ્યપ્રદેશ, દરિયાકાંઠાના અને ઉત્તરીય આંતરિક કર્ણાટક, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. ઝારખંડમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. આ ઉપરાંત જો બિહારની વાત કરીએ તો 29 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે.

Niraj Patel