ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન કર્ણાટક, તમિલનાડુ અને કેરળના કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી દિવસોમાં કર્ણાટક, ગોવાના બાકીના ભાગોને અસર થશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં પહોંચવાની સંભાવના છે. આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
મધ્યપ્રદેશ નજીકના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપને કારણે શુક્રવાર (7 જૂન) સુધી પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં કેટલાક સ્થળોએ વરસાદ, આંધી અને તોફાનની શક્યતા છે. IMDએ 05 થી 06 જૂન દરમિયાન ઉત્તરાખંડના વિવિધ સ્થળોએ ભારે વાવાઝોડા (50-60 કિમી પ્રતિ કલાક) સાથે કરા પડવાની સંભાવનાની આગાહી કરી છે. આસામ અને મેઘાલયમાં 07 અને 08 જૂન 2024ના રોજ ભારે (64.5-115.5 મીમી) થી ખૂબ ભારે (115.5-204.4 મીમી) વરસાદ પડવાની સંભાવના છે.
ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતના અલગ ભાગોમાં આગામી 4-5 દિવસ દરમિયાન ગરમીની લહેર ઓછી તીવ્રતા સાથે ચાલુ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના અલગ અલગ સ્થળોમાં બુધવારે (5 જૂન) હિટવેવની સ્થિતિ થવાની સંભાવના છે. દેશના ઘણા ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે જેમાં ગોવા, કર્ણાટક અને તેલંગાણાના કેટલાક અન્ય ભાગો સામેલ છે.
જેની ઉત્તરીય સરહદ હાલમાં ગોવા, નારાયણપેટ, નરસાપુર અને ઈસ્લામપુરમાંથી પસાર થઈ રહી છે. કર્ણાટકના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ તેલંગાણા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના કેટલાક વધુ ભાગો, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગોમાં આગામી 3-4 દિવસ દરમિયાન ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.