ઘરની ટાંકીમાં થઇ ગયું પાણી ખતમ, તો ભાઈ રૂમાલ વીંટી, ગંજી પહેરીને આવી ગયો મેટ્રોમાં, કોઈ વીડિયો ઉતાર્યો અને પછી તો… જુઓ તમે પણ

ટુવાલ વીંટી, ગંજી પહેરીને મેટ્રોમાં આવ્યો આ યુવક, જોઈને છોકરીઓ પણ શરમથી થઇ ગઈ પાણી પાણી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં આજે શોર્ટ વીડિયોનું ચલણ ખુબ જ વધ્યું છે અને તેમાં પણ ઇન્સ્ટાગ્રામમાં રીલ આવવાના કારણે રોજ અઢળક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં એવી એવી ઘટનાઓ જોવા મળે છે, જેને જોઈને આપણે પેટ પકડીને હસવા લાગીએ તો ઘણી ઘટનાઓ જોઈને આપણે હેરાન પણ રહી જતા હોય છે, ખાસ કરીને ઘણા કન્ટેન્ટ ક્રિએટરો એવા વીડિયો બનાવતા હોય છે જેને જોવાના લોકો ખુબ જ પસંદ કરતા હોય છે.

રોજ ઘણા લોકો અલગ અલગ વિષય પર ફની વીડિયો પણ બનાવતા હોય છે જેના માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ મેટ્રો ટ્રેનમાં રૂમાલ લપેટી, ગંજી પહેરી લટાર મારતો જોવા મળે છે અને તેને જોઈને લોકો પણ હસતા જોવા મળી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોથી ભરેલી મેટ્રો ટ્રેનની અંદર એક યુવક ટુવાલ લપેટીને ગંજી પહેરીને ફરે છે. આ યુવક મેટ્રોમાં અરીસામાં જોઈને આરામથી પોતાના વાળને માવજત કરવા લાગે છે અને કેટલીકવાર તે વિચિત્ર વસ્તુઓ કરતો જોવા મળે છે. મેટ્રોમાં પ્રવેશતા જ લોકો તેને જોઈને હસવાનું રોકી શકતા નથી. લોકોના હાસ્યની પેલા યુવક પર કોઈ અસર ન થઈ અને તે રૂમાલમાં લપેટીને આરામથી ઊભો રહે છે.

આ ફની ક્લિપને ઈન્સ્ટાગ્રામ યુઝર મોહિતગૌહરે શેર કરી હતી અને લખ્યું હતું -“ટાંકીમાં પાણી સમાપ્ત થઈ ગયું છે. આજે હું ઓફિસમાં જ સ્નાન કરીશ. અત્યાર સુધીમાં આ વીડિયોને 25 લાખ વ્યૂઝ અને 1 લાખ 36 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ ક્લિપ જોયા પછી ઘણા યુઝર્સ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. તો ઘણા યુઝર્સ તેના પર ફની કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel