ખબર

વરરાજાને થયો કોરોના તો કન્યાએ PPE કીટ પહેરી અને લીધા સાત ફેરા, લોકોએ કહ્યું એટલી બધી શું ઉતાવળ હતી ? જુઓ વીડિયો

દુનિયાભરમાં શરૂ થયેલી કોરોનાની બીજી લહેર ભારત માટે પણ ખુબ જ ઘાતક બની રહી છે. ઘન રાજ્યોની અંદર લોકડાઉન તો ઘણી જગ્યાએ રાત્રી કર્ફયુ પણ લગાવી દેવામાં આવ્યો છે. લોકો કડકાઈથી નિયમોનું પાલન કરે એ માટે થઈને પોલીસ અને તંત્ર પણ સાબદું બની ગયું છે.

કોરોના મહામારીમાં લગ્ન માટેના નિયમો પણ બદલાઈ ગયા છે. લગ્નમાં હવે ગણતરીના લોકોને જ હાજરી આપવામાં આવી રહી છે. એવામાં એક લગ્નનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જ્યાં વર કન્યા પીપીઈ કીટ પહેરી અને લગ્નના સાત ફેરા ફરી રહ્યા છે.

આ મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના રતલામમાંથી. જ્યાં વરરાજા કોરોના સંક્રમિત થઇ ગયો હતો તો કન્યાએ પણ પીપીઈ કીટ પહેરી અને વરરાજા સાથે લગ્નના ફેરા ફર્યા હતા. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

રતલામના તલાટી નવીન ગર્ગ દ્વારા કહેવામાં આવ્યું કે, “વરરાજા 19 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમે અહીંયા લગ્નને રોકવા માટે આવ્યા હતા. પરંતુ વરિષ્ઠ અધિકારીઓના અનુરોધ અને માર્ગદર્શન ઉપર લગ્ન સંપન્ન થયા.  દંપતીને પીપીઈ કીટ પહેરાવવામાં આવી જેના કારણે સંક્ર્મણ ના ફેલાય.”

એક તરફ જ્યાં કોરોનાના મામલાઓ વધી રહ્યા છે ત્યાં આ લગ્નનો વીડિયો જોઈને લોકો પણ હેરાન છે અને આ લગ્ન ઉપર સવાલો પણ ઉભા કરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું કે “રાહ પણ જોઈ શકાતી હતી, આટલી શું ઉતાવળ હતી ? જો કોઈ પોઝિટિવ છી તો શું થઇ ગયું?”

તો બીજા એક યુઝર્સનું કહેવું છે કે “ભાઈ બે મહિના રાહ જોઈ લેતો, શું ચૂક થઇ જતી ? કોણ જાણે આટલું જોખમ શું કામ લેવું ?” જુઓ તમે પણ આ લગ્નનો વીડિયો….