ખબર

ગુજરાતમાં દારૂબંધી હટશે કે નહીં ? આ મુદ્દે ગૃહરાજ્ય મંત્રીએ આપ્યું એવું નિવેદન કે લોકો ચોંકી ઉઠયા

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દારૂબંધીને લઇને ઠેર-ઠેર ચર્ચા થતી હોય છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સોશિયલ મીડિયામાં દારૂબંધી હટાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. આજે ગાંધી જ્યંતિના દિવસે ગૃહરાજ્ય મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.

Image source

ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં દારૂબંધી હટાવવાની શક્ય નથી. રાજ્ય સરકાર નશાબંધી માટે કટીબદ્ધ છે. પ્રદીપ સિંહ જાડેજાએ ગોધરામાં એક કાર્યક્રમ દરમિયાન કોઈનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થાય અને રાજ્યનો વિકાસ થાય તેવી માન્યતા ધરાવે છે.

Image source

પરંતુ ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. દારૂના કારણે કેટલીકે મહિલાઓ વિધવા થઇ ગઈ છે. રાજ્યની મહિલાઓની ચૂડી ચાંદલાની રક્ષા કાજે રાજ્ય સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે.

Image source

ગુજરાતની પ્રગતિ-શાંતિ-સુરક્ષામાં દારૂબંધીનું પરિબળ મહત્ત્વનું રહ્યું છે. પરંતુ ઘણા લોકો સોશિયલ મીડિયામાં દારૂબંધી હટાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.