અજબગજબ

આ છે અરબોપતિ રાજા! કપડાં વગર સુંદરીઓ નાચે એમાંથી પસંદ કરી લે, હાલમાં અધધ પત્નીઓ છે

આ દેશના રાજા પાસે છે 19 રોલ્સ રોય, 20 મર્સિડીઝ સાથે જ 12 બીએમડબ્યુ કાર, પ્રજાની હાલત કેવી હશે?

દુનિયામાં એક એવો દેશ છે જેની કુલ વસ્તી 13 લાખ છે. અહીંની વસ્તીના 63 ટકા લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે. અહીંના લોકો એ હદે ગરીબ છે કે, તે લોકો પાસે ભરપેટ જમવા માટે પૈસા નથી અને પહેરવા માટે કપડાં નથી. પરંતુ દેશના રાજ પાસે અરબોની સંપત્તિ છે. અહીંના રાજનની સંપત્તિમાં દિવસે-દિવસે વધારો થાય છે. અહીંનો રાજા એશોઆરામની જિંદગી જીવે છે.

Image Source

આ દેશનું નામ છે ‘ધ કિંગ્ડમ ઓફ ઇસ્વાતીની.’ આ દેશને પહેલા સ્વાઝીલેન્ડથી જાણવામાં આવતો હતો. પરંતુ આ દેશને 2018માં આઝાદીના 50 વર્ષ પુરા થતા આ દેશના રાજા મસ્વાતી ત્રીજાએ નામ બદલવાની જાહેરાત કરી હતી. આ દેશની વાત કરવામાં આવે તો (ઈસ્વાતીની) સ્વાઝીલેન્ડ એક આફ્રિકી દેશ છે, જે 17 હજાર 360 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ દેશ કુદરતી રીતે એટલો ખુબસુરત છે કે આ દેશને રહસ્યથી ભરેલો દેશ પણ કહેવામાં આવે છે.

Image Source

આ દેશના રાજા મસ્વાતી ત્રીજાની ગણના દુનિયાના સૌથી ધની રાજામાં ગણના થાય છે. આ રાજા પાસે 14 અરબથી વધારે સંપત્તિ છે. આ રાજા પાસે 19 રોલ્સ રોય્સ, 20 મર્સીડીઝ અને 12બીએમડબ્લ્યુ સહિતની લકઝરી કાર છે. આ સિવાય આ રાજા પાસે તેનું ખુદનું એરપોર્ટ અને 2 જેટ વિમાન છે.

આ દેશમાં દર વર્ષ ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં મહારાણીના માતાના શાહી ગામમાં લુદજીજીનીમાં ‘ઉમહલાંગા સેરેમની’ ફેસ્ટિવલ થાય છે. જેમાં 10 હજારથી વધુ કુંવારી યુવતીઓ અને બાળકીનો શામેલ થાય છે. આ ફેસ્ટિવલમાં રાજા સામે કુંવારી યુવતીઓએ ડાન્સ કરે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ યુવતીઓમાંથી રાજા તેની નવી રાણીની પસંદગી કરે છે. હેરાનીની વાત છે કે, આ યુવતીઓ કપડાં પહેર્યા વગર રાજા અને સમસ્ત પ્રજાની સામે નૃત્ય કરે છે. (ઈસ્વાતીની) સ્વાઝીલેન્ડ માં એક અજીબો-ગ્રીન નિયમ છે. કહેવામાં આવે છે કે, અહીં લગ્ન પહેલા કોઈ યુવતી ગર્ભવતી થઇ જાય તો તેન પરિવારમાં દંડ ફટકારવવામાં આવે છે. આ પરિવારે દંડ તરીકે એક ગાય આપવી પડે છે.

જણાવી દઈએ કે,(ઈસ્વાતીની) સ્વાઝીલેન્ડના રાજા મસ્વાતી ત્રીજાએ 1986માં સતા સંભાળી હતી. રાજાએ જયારે સ્ટે સંભાળી ત્યારે તેની ઉંમર 18 વર્ષ હતી. તે સમયે આ રાજ દુનિયા સૌથી યુવા શાસક હતા. (ઈસ્વાતીની) સ્વાઝીલેન્ડના 51 વર્ષીય રાજા મસ્વાતી ત્રીજાએ અત્યાર સુધીમાં 15 લગ્ન કર્યા છે. આ લગ્નથી તેને 23 બાળકો પણ છે. પરંતુ તેની પહેલી 2 પત્નીઓને જ શાહી દરજજો પ્રાપ્ત થયો છે. જાણીને નવાઈ લાગશે કે, (ઈસ્વાતીની) સ્વાઝીલેન્ડના રાજા મસ્વાતી ત્રીજાના પતિએ સોભુઆ બીજાએ પણ અનેક લગ્ન કર્યા હતા. તેને 125 પત્ની હતી.

Image Source

(ઈસ્વાતીની) સ્વાઝીલેન્ડના રાજા મસ્વાતી ત્રીજાએ ભારતની મુલાકાત પણ લઇ ચુક્યા છે. વર્ષ 2015માં ભારત-આફ્રિકા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે તે તેની 15 પત્ની, બાળકો અને 100 નોકરો સાથે આવ્યા હતા. રાજા મસ્વાતી એ દિલ્લીની એક ફાઈવ સ્ટાર હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો. જેમાં તેને 200 રમ બુક કરાવ્યા હતા. રાજા મસ્વાતી જે હોટેલમાં રોકાયા હતા તે હોટેલના રૂમનું એક દિવસનું ભાડું લગભગ દોઢ લાખ છે.