જો તમે પણ દેવાના ભાર નીચે દબાઈ ગયા હોય તો મંગળવારના દિવસે હનુમાન દાદાનો આ ઉપાય તમારા ઘરમાં ધનના ઢગલા કરી દેશે

મંગળવારના દિવસે કરવામાં આવેલા આ ઉપાય તમને દેવામાંથી અપાવશે મુક્તિ, આર્થિક સંકટ પણ દૂર કરશે સંકટમોચન

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Ways to get rid of debt : આ શ્રુષ્ટિ પર એક જ અજર અમર દેવ છે અને તે છે હનુમાન દાદા. જેમને આપણે બધા જ સંકટ મોચનના નામથી ઓળખીએ છીએ. હનુમાન દાદા પોતાના ભક્તોના કષ્ટ દૂર કરતા હોય છે, પરંતુ તેના માટે ભક્તોએ દાદાની દિલતી પૂજા, અર્ચના અને ભક્તિ કરવાની હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન દાદાની પૂજા ક્યારે અને કેવી રીતે કરવી તેના વિશે ઘણું બધું જણાવામાં આવ્યું છે, સાથે જ જીવનમાં આવેલી અલગ અલગ મુશ્કેલીઓ માટે પણ હનુમાન દાદા પોતાના ભક્તોને કેવી રીતે મદદ કરી શકે તેના વિશે પણ જણાવ્યું છે.

જો કોઈ વ્યક્તિ સમસ્યાઓથી પરેશાન હોય તો તેને મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય કહેવાય છે કે જો મંગળવારે કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો વ્યક્તિ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવી શકે છે. ચાલો જાણીએ મંગળવારના અચૂક ઉપાયો.

દાન કરવું :

કહેવાય છે કે દાન કરવું એ સૌથી મોટું પુણ્ય છે અને વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ દાન કરતા રહેવું જોઈએ. મંગળવારે ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.

આ મંત્રનો કરો જાપ :

જો તમારે ઋણમાંથી મુક્તિ મેળવવી હોય તો મંગળવારે સવારે પૂજા કર્યા પછી 108 વાર ‘ઓમ હનુમતે નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. જો આ દિવસે વ્રત રાખવામાં આવે તો તે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ મીઠાનું સેવન ન કરવું જોઈએ. માત્ર ગળ્યો ખોરાક જ લેવો જોઈએ.

સુંદરકાંડનો કરો પાઠ :

મંગળવારે સંકટ મોચન અંગારક સ્તોત્રનો પાઠ કરવાથી પણ કરજમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સુંદરકાંડનો પાઠ પણ કરવો જોઈએ. આનાથી પણ દુઃખ દૂર થાય છે.

ગાયને રોટલી ખવડાવવી :

મંગળવારે સવારે સ્નાન કર્યા પછી ગાયને રોટલી ખવડાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને દેવાથી મુક્તિ મળે છે. ઉપરાંત, સંપત્તિમાં વૃદ્ધિના માર્ગો ખુલે છે.

પીપળના પાનનો ઉપાય :

જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તેનાથી છૂટકારો મેળવી શકતા નથી, તો મંગળવારે 11 પીપળના પાનને સાફ કરો, તેના પર ચંદનથી શ્રી રામ લખો અને હનુમાનજીને અર્પણ કરો. તેનાથી આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel