જ્યોતિષ શાસ્ત્ર

આજે લગાવો ભગવાન શિવજીની આ તસ્વીર પોતાના ઘરમાં, થશે અઢળક લાભ

જો આ રીત લગાવી તસ્વીર તો થઇ શકે છે નુકશાન, જલ્દી વાંચો

ભગવાન શિવ એટલે ભોળા શંભુ. શિવજી પાસે સાચા મનથી કરેલી દરેક પ્રાર્થના એ સાંભળે છે, અને ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરે છે. ભક્તો શિવજીના મંદિરમાં પણ જાય છે અને દર્શન કરીને પવન પણ થાય છે, ઘણા લોકો પોતાના ઘરની અંદર શિવજીની તસ્વીર પણ લગાવતા હોય છે. પરંતુ એમને ઘણીવાર  એવાતની ખબર નથી હોતી કે શિવજીની તસ્વીર ક્યાં લગાવવી અને કેવી તસવીર દ્વારા શિવજી પ્રસન્ન થાય છે. આજે અમે તમને એવી જ કેટલીક બાબતો જણાવીશું.

Image Source

1. ઉત્તર દિશામાં લગાવો તસવીર:
ઉત્તર દિશા ભગવાન શિવની પ્રિય દિશા છે, ઉત્તર દિશામાં જ ભગવાન શિવનું નિવાસ સ્થાન કૈલાશ પર્વત પણ આવેલો છે. જેના કારણે ઉત્તર દિશામાં શિવજીની તસ્વીર લગાવવાના કારણે શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. ભગવન શિવની તસ્વીરને તમારા ઘર કે દુકાનમાં એ રીતે લગાવવી કે બહારથી આવનારા લોકોને પણ તેમના દર્શન થઇ શકે જેના કારણે ઘર અને વ્યાપારમાં વૃદ્ધિ આવે છે.

Image Source

2. સ્વચ્છતા રાખવી:
તમે ભગવન શિવની તસવીર જ્યાં લગાવો છો ત્યાં ખાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવું, એ તસ્વીરની આસપાસ ધૂળ કે જાળાં ના જામે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Image Source

3. આ તસ્વીરથી થશે લાભ:
ભગવન શિવની એવી તસ્વીર ઘર કે દુકાનમાં લગાવો જેની અંદર ભગવાન શિવ પોતાના પરિવાર સાથે બેઠેલા હોય, એ પણ યાદ રાખવું કે આ તસ્વીરમાં ભગવાન શિવ ઊભા રહેલી મુદ્રામાં ના હોય.

Image Source

4. આવી તસ્વીરથી થશે નુકશાન:
ભગવન શિવની તસ્વીર તમે ઘર કે દુકાનમાં લગાવો છો તો એ વાતનું ધ્યાન રાખવું કે ભગવાન શિવ ક્રોધની મુદ્રામાં ના હોય, આવી તસ્વીરથી તમને નુકશાન પણ થઇ શકે છે.

Image Source

5. શિવજીની આ તસ્વીર છે ફાયદાકારક:
ભગવાન શિવની એવી તસવીર લગાવો જેની ડિનર ભગવાન શિવજી પ્રસન્ન મુદ્રામાં બેઠેલા હોય, યોગ મુદ્રામાં બેઠેલા હોય કે પછી નંદી ઉપર બેઠેલા હોય. આવી તસવીર લગાવવાથી ઘણા લાભ થઇ શકે છે.