મનોરંજન

શ્રીદેવીના વૈક્સ સ્ટૈચ્યુંની તસ્વીરો આવી સામે, દીકરી જાહ્નવીએ એકીટસે નિહાળતી રહી મમ્મીનું સ્ટેચ્યુ- જુઓ તસવીરો ક્લિક કરીને

બોની કપૂરને પોતાની દીકરી ખુશી કપૂરની સાથ સોમવારે મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. બંન્ને એક ખાસ કારણને લીધે સિંગાપોર માટે રવાના થયા હતા. એવામાં મંગળવારે જાહ્નવી કપૂર પણ સિંગાપોર માટે રવાના થઇ હતી.
જણાવી દઈએ કે કપૂર પરિવારના આવી રીતે અચાનક જ સિંગાપોર જવાનું કારણ હતું અભિનેત્રી શ્રી દેવી. વાત કંઈક એવી છે કે સિંગાપોરના મૈડમ તુષાદ મ્યુઝિયમમાં શ્રીદેવી ના પૂતળા(સ્ટૈચ્યું,મૂર્તિ)નું 4 સપ્ટેમ્બર એટલે કે આજે અનાવરણ કરવામાં આવવાનું હતું.

Image Source

આ ખાસ અવસર પર બોની કપૂર અને તેની બંન્ને દીકરીઓ હાજર રહી હતી, આ સિવાય સંજય કપૂર પણ આ મૌકા પર હાજર રહ્યા હતા. શ્રીદેવીનું આ સ્ટૈચ્યું ‘હવાઈ હવાઈ’ લુકમાં હતું એટલે કે સ્ટૈચ્યુંને ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાના ફિલ્મના ગીત ‘હવા હવાઈ’ ના ગેટઅપ પર તૈયાર કરવામાં આવ્યું છે.

Image Source

આ ફિલ્મમાં શ્રીદેવી ની સાથે અનિલ કપૂર પણ જોવા મળ્યા હતા, ફિલ્મ ખુબ જ હિટ સાબિત થઇ હતી. શ્રી દેવીના આ વૈક્સ સ્ટૈચ્યુંની તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવેલી છે.

Image Source

માં શ્રીદેવીના સ્ટૈચ્યુંની નજીક જઈને કપૂર પરિવારની સાથે સાથે બંન્ને દીકરીઓ પણ ખુબ જ ભાવુક થઇ ગઈ હતી. દીકરી જાહ્નવી જે રીતે સ્ટેચ્યુને જોઈ રહી છે તેના પરથી સ્પષ્ટ છે કે તે તેની માં ને કેટલી હદ સુધી યાદ કરી રહી છે. તસ્વીરમાં પૂરો પરિવાર ભાવુક દેખાઈ રહ્યો છે.

બોની કપૂરની આંખમાં શ્રીદેવીની યાદ સ્પષ્ટ વર્તાઈ આવે છે. આ મૌકા દરમિયાન પરિવારે શ્રીદેવીના સ્ટૈચ્યુંની સાથે તસ્વીરો પણ લીધી હતી.

Image Source

બોની કપૂરે મંગળવારે સ્ટૈચ્યુંના અનાવરણની જાણકારી આપતા લખ્યું હતું કે,”શ્રીદેવી હંમેશા અમારા દિલોની સાથે સાથે ફૈન્સના દિલોમાં પણ છે. હું ખુબ જ આતુરતાથી મૈડમ તુષાદ મ્યુઝિયમમાં શ્રીદેવીના વૈક્સ સ્ટૈચ્યુંનું અનાવરણ કટવા માટે વાટ જોઈ રહ્યો છું.

Image Source

જણાવી દઈએ કે શ્રીદેવીના જન્મદિવસ પર જ મૈડમ તુષાદ મ્યુઝિયમમાં તેનું સ્ટૈચ્યું લગાડવાની સૂચના મળી હતી. આ ક્ષણ કપૂર પરિવાર માટે ખુબ જ ગર્વ અને ભાવુક થનારી ક્ષણ છે. અચાનક શ્રીદેવીની મૃત્યુથી પૂરો પરિવાર ઘણા સમય સુધી દુઃખમાં રહ્યો હતો.

ફિલ્મની વ્યસ્તતા હોવા છતાં પણ જાહ્નવી કપૂર સમય કાઢીને સિંગાપોર ખાસ આ અવસર માટે પહોંચી હતી. જાહ્નવી કપૂર હાલના સમયમાં કારગિક ગર્લ ગુંજન સક્સેનાની બાયોપિક પર કામ કરી છે.

જુઓ શ્રીદેવીના વૈક્સ સ્ટૈચ્યુંનો વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks