ઘણા લોકો તેમના ઘરની છત પર વિવિધ ડિઝાઇનની પાણીની ટાંકીઓ બનાવે છે. આ સંસ્કૃતિ ખાસ કરીને પંજાબમાં ખૂબ પ્રચલિત છે. તેઓ ફૂટબોલ, પ્લેન અથવા અન્ય કોઈપણ ડિઝાઇનની પાણીની ટાંકીઓ બનાવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક અનોખી પાણીની ટાંકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વ્યક્તિએ તેના ઘરની પાણીની ટાંકી પર મહિન્દ્રા સ્કોર્પિયો બાંધી હતી. વારંવાર જોયા પછી પણ સમજાતું નથી કે તે અસલી છે કે નકલી. આ વીડિયો સોશિયલ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો છે કે આ પાણીની ટાંકી બિહારના ભાગલપુર સ્થિત એક ઘરમાં બનાવવામાં આવી છે. જ્યારે ઈન્ટરનેટ યુઝર્સે આ અનોખી ટાંકી જોઈ, ત્યારે તેમને મિસ્ત્રીનું કામ એટલું અદભૂત લાગ્યું કે તેઓ વીડિયો શેર કરનાર વ્યક્તિ પાસેથી તેના વિશે માહિતી માંગી રહ્યા છે.
જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તેમાં એક કાર ત્રણ માળની ઈમારતની ઉપર રાખવામાં આવી છે. આ કાર મહિન્દ્રા સ્કોર્પિયો જેવી લાગે છે. અદ્ભુત વાત એ છે કે ઈંટ અને પથ્થરથી બનેલી આ સ્કોર્પિયો બિલકુલ અસલી દેખાય છે. આ રીલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @vicky_s11_lovers પરથી પોસ્ટ કરવામાં આવી છે. જેને સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 88 લાખ વ્યૂઝ અને 3 લાખ 88 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. જ્યારે 600થી વધુ યુઝર્સે કોમેન્ટ કરી છે.
View this post on Instagram