દેવરી ડેમમાં જોવા મળ્યુ પાણીનું વંટોળ, અદ્ભૂત નજારો જોવા માટે ઉમટી લોકોની ભીડ

ઘણી વખત અનેક જગ્યાએ અદ્ભૂત નજારા જોવા મળતા હોય છે પરંતુ જે નજારો મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં જોવા મળ્યો તે ખરેખર અનોખો છે. મધ્યપ્રદેશના સીધી જિલ્લાના દેવરી ડેમમાં એક અદ્ભૂત નજારો જોવા મળ્યો જેને જોઇને લોકોએ દાંત નીચે આંગળી દબાવી દીધી. કેટલાક લોકો ડરી ગયા અને કેટલાક લોકો હેરાન રહી ગયા.

અહીં સોમવારે ડેમ પર ઉઠેલ પાણીનો વંટોળ આકાશ સુધી સ્પર્શવા લાગ્યો. આ ખબર જંગલમાં આગની જેમ ફેલાઇ ગઇ. યુવક તરત જ આ દુર્લભ ઘટનાનો વીડિયો બનાવવામાં લાગી ગયા અને ખબર મળતા જ આસપાસના કેટલાક ગામોના હજારો લોકો ત્યાં જોડાઇ ગયા.

કોઇ આને દૈવીય ચમત્કારનું નામ આપી રહ્યુ છે તો કોઇ દુર્લભ વૈજ્ઞાનિક ઘટના. એમપીના સીધી જિલ્લાના દેવરી ડેમમાં આ હજારો ફૂટ ઊંચા જલસ્તંભ જોતા બને છે. જેની રીતે તોફાનમાં ભારે હવાઓ અને ધૂળનો વંટોળ બને છે અને તેના દાયરામાં આવેલ બધી વસ્તુઓને ઉડાવીને ળઇ જાય છે, આવી રીતે પાણીનો વંટોળ જોઇ ત્યા હાજર લોકોના દિલની ધડકન વધી રહી હતી.

પાણીનો આ વંટોળ એવી તસવીર પેશ કરી રહ્યુ હતુ જેમ કોઇ ગગનચુંબી ફુવારાથી વરસાદ કરનાર વાદળોને પાણી આપી રહ્યુ હોય. આ નજારો ઘણા મીટરની દૂરીથી પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. ગ્રામીણો તેને ભગવાનનો ચમત્કાર બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે પાણી આકાશમાં ચઢી રહ્યુ છે. ત્યાં જ કેટલાક યુવકો તેના નજીક ન જવાની સલાહ આપી રહ્યા છે.

આ દુર્લભ દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મધ્યપ્રદેશમાં મોનસૂન એકવાર ફરી એક્ટિવ થઇ ગયુ છે. રાજધાની ભોપાલ સહિત કેટલાક જિલ્લાઓમાં મંગળવારથી જ વરસાદ થઇ રહ્યો છે. ત્યાં છીંદવાડામાં પણ ભારે વરસાદથી કન્હાન નદીમાં બાઢ જેવી હાલત બની ગઇ છે. જેને કારણે 25 ગામોનો જિલ્લા મુખ્યાલયથી સંપર્ક તૂટી ચૂક્યો છે.

Shah Jina