જંગલના રસ્તા ઉપર ચાલી રહ્યા હતા બે વાઘ, લોકો જોવા માટે ટોળે વળ્યાં, જાણે કે બિલાડી હોય.. જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો જોઈને આપણે પણ ચોંકી ઉઠીએ ત્યારે હાલમાં જ એક વીડિયો જે વાયરલ થઇ રહ્યો છે તે સૌને ચોંકાવી રહ્યો છે. આ વીડિયોને ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર રમેશ પાંડેએ મંગળવારના રોજ ટ્વીટર ઉપર શેર કર્યો હતો. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોની સાથે તેમને કેપશનમાં લખ્યું હતું.”વધારે ધ્યાન ના આપ્યું અને વિચાર્યું કે આ “ગીર” છે. કારણ કે ત્યાં માણસ અને સિંહનો સામનો સામાન્ય વાત છે. પરંતુ પછી અનુભવ થયો કે આ વાઘ છે જેમની સાથે શાકાહારી પશુઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. અફસોસની વાત છે. તેમને પોટનાઈ જગ્યા અને એકાંતની જરૂર છે.”

29 સેકેન્ડના આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે રસ્તા વચ્ચે ઘણા બાઈક સવારો ઉભા છે. અને બે વાઘ ત્યાંથી પસાર થઇ રહ્યા છે. વાઘને લોકો જોઈ રહ્યા છે. કોઈ તેમનો વીડિયો બનાવી રહ્યું છે તો કોઈ સેલ્ફી લઇ રહ્યું છે. આ બધા વચ્ચે એક બાઈક સવાર એવો પણ છે જે રસ્તાની વચ્ચે જ ઉભો છે અને વાઘનો વીડિયો બનાવી રહ્યો છે. જ્યાંરે વાઘ તેની નજીક આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પોસ્ટ કરનાર ફોરેસ્ટ ઓફિસર પ્રમાણે એમને પહેલા લાગ્યું કે આ ગીરનો વીડિયો છે, પરંતુ પછી અનુભવ થયો કે આ વાઘ છે,  પરંતુ હજુ સુધી આ વીડિયો ક્યાંનો છે તે સ્પષ્ટ કહી શકાય એમ નથી. જુઓ તમે પણ આ વીડિયો….

Niraj Patel