જાણવા જેવું

રેલવે દ્વારા આપવામાં આવતા ચાદર, તકિયા અને કંબલની હકીકત જાણીને ઉલટી થઇ જશે

એક શહેરથી બીજા શહેરને જોડવા માટે ભારતીય રેલ બહુ મોટું કામ કરી રહી છે. સસ્તા ભાડા સાથે ઝડપી મુસાફરીના વિકલ્પ રૂપે રેલવેની મુસાફરી બધાને અનુકૂળ રહે છે. સામાન્ય માણસો જ્યાં હવાઇયાત્રા નથી કરી શકતા તે લોકો રેલવે દ્વારા દૂર દૂર સુધીની મુસાફરી પણ ખેડતા હોય છે.

Image Source

કદાચ જ કોઈ  એવી વ્યક્તિ આ દેશમાં હશે જેને રેલવેની મુસાફરી નહીં કરી હોય. પરંતુ શું તમે જાણો છો રેલવેની મુસાફરી દરમિયાન આપણે કેટલીક વસ્તુઓ વાપરીએ છીએ તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલી નુકશાન કારક છે?

Image Source

થોડા સમય પહેલા એક રિપોર્ટમાં રેલવેમાં આપવામાં આવતી ખાવાની વસ્તુઓની ગુણવત્તા વિશે પ્રશ્નો ઉભા થયા હતા એ પહેલા પણ રેલવે દ્વારા આપવામાં આવતી પાણીની બોટલ “રેલ નીર” ઉપર પણ ઘણા સવાલો થયા હતા. સામાન્ય માણસના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા કોર્ટ દ્વારા તેની ગુણવત્તા સુધારવા માટે પણ નિર્દેશ કરવામાં આવ્યા હતા.

Image Source

ત્યારે હવે વધુ એક મામલો સામે આવ્યો છે. આ વખતે જમવા અને પાણી માટે નહિ પરંતુ રેલવેમાં આપવામાં આવતા ચાદર, તકિયા અને ગરમ ધાબળા માટે પ્રશ્નો ઉભા થયા છે.

Image Source

CAGની એક રિપોર્ટના હવાલે આ ખુલાસો જોવા મળ્યો છે. CAGએ આ રીપોર્ટમાં ખુલાસો કરતા કહ્યું છે કે રેલવે દ્વારા ટ્રેનમાં રહેલા ચાદર, તકિયા અને ધાબળા ધોવામાં ભયંકર લાપરવાહી દાખવવામાં આવી રહી છે. સંસદમાં રજૂ કરેલા પોતાના આ રિપોર્ટમાં CAG દ્વારા ચોખ્ખા શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે રેલવે આ વસ્તુઓને ધોવા માટે કોઈ નિર્ધારિત સમયમર્યાદા સહેજ પણ નથી અનુસરતી. આ વસ્તુઓની એટલી ખરાબ હાલત છે કે કેટલીક જગ્યાઓ ઉપર તો 3 વર્ષથી ધાબળાને ધોવામાં જ નથી આવ્યા. ચાદર અને તકિયાના કવરની પણ એજ હાલત છે.

Image Source

CAGએ વર્ષ 2012-13 અને 2015-16ના સમયગાળા દરમિયાનના 33 ડેપોની માહિતી તપાસ માટે એકત્ર કરી. આ તપાસમાં સામે આવ્યું કે રેલવે તંત્ર સાફ-સફાઈના કામમાં સાવ ઉદાસીન છે. 9 અલગ અલગ વિભાગમાં રહેલા 13 ડેપોમાં 3 વર્ષથી એકપણ ધાબળાને ધોવામાં જ નથી આવ્યો અને કુલ 33 ડેપોમાંથી 7 ડેપોને બાદ કરવામાં આવે તો ત્યાં ચાદરો પણ ધોયા વગરની જ હાલતમાં છે.

Image Source

દેશના હજારો લોકો જયારે રેલવેમાં મુસાફરી કરતા હોય ત્યાં ઓઢવા પાથરવા માટે ચાદર અને ધાબળાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જયારે આપણે પોતે મુસાફરી કરીએ ત્યારે આપણા હાથમાં આવેલો એ ધાબળો કે ચાદર જોઈને એની અંદરથી આવતી વાસથી પણ વૉમિટ થઇ જાય એવી અનુભૂતિ થાય છે. ત્યારે આ વાત ખાસ જયારે આપણે વાંચી હોય ત્યારે તો રેલવેમાં મુસાફરી દરમિયાન આવી વસ્તુઓ વાપરવાની પણ ઈચ્છા થતી નથી.

Image Source

નિયમ પ્રમાણે જોવા જઈએ તો ચાદર, તકિયાના કવર અને રૂમાલને મુસાફર એક વખત વાપરી લે પછી એને સીધો ધોવા માટે મોકલવો જોઈએ તેમજ ધાબળાને દર બે મહિને ધોવો જોઈએ પરંતુ રેલવેતંત્ર દ્વારા આ બાબતે સાવ ઉદાસીનતા બતાવવામાં આવી રહી છે. નિયમોનું પાલન પણ યોગ્ય રીતે કરવામાં આવતું નથી.

Image Source

તમે પણ જો રેલવેમાં મસાફરી કરતા હોય તો એક સમય આપવામાં આવેલી ચાદર તમે પાથરવા તરીકે ઉપયોગ કરી શકશો પરંતુ ધાબળામાં આવતી વાસના કારણે એને અડવાનું પણ મન નહીં થાય. તો આવા સમય દરમિયાન ઘરેથી નીકળતી વખતે એક પાતળી ચાદર પણ સાથે રાખવી. ઠંડીના સમયગાળા દરમિયાન ધાબળાની નીચે ઘરેથી લાવેલ ચાદર રાખી અને પછી ઓઢવો હિતાવહ છે. કારણ કે તમારી પાસે જે ધાબળો કે ચાદર રેલવે દ્વારા આપવામાં આવ્યા છે તે આ અગાઉ કોને વાપર્યા હશે એ પણ તમને માલુમ નહિ હોય, આનાથી કોઈ ગંભીર બીમારી થવાનો પણ ખતરો રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.