શું દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નની હત્યા કરવામાં આવી? થાઈલેન્ડ પોલીસને હાથે લાગ્યો એવો પુરાવો આખી દુનિયામાં મચ્યો ખળભળાટ

ઓસ્ટ્રેલિયન દિગ્ગજ સ્પિનર શેન વોર્ન હવે આપણી વચ્ચે રહ્યો નથી. તેમનું 52 વર્ષની ઉંમરે નિધન થઇ ચૂક્યું છે. શેન વોર્નના અવસાનથી ક્રિકેટ ફેન્સને ઉંડોઆઘાત લાગ્યો છે. બોલીવુડે પણ મહાન ખેલાડીને શ્રદ્ધાંજલિ આપી હતી. શેન વોર્નનું આપણા દેશ સાથે સારું જોડાણ હતું. ખાસ કરીને IPLમાં ભાગ લીધા બાદ શેન વોર્નનો ભારત સાથે લગાવ વધી ગયો હતો.

શેન વોર્ને એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતું કે તેમને બોલીવુડમાંથી પણ ઓફર મળી રહી છે. આ સાથે તેમણે એવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી કે જો તેમની બાયોપિક બને છે તો તેમાંથી તે કયા અભિનેતાનો રોલ કરવા ઈચ્છશે. વર્ષ 2015માં એક ઈન્ટરવ્યુ દરમિયાનમાં તેમને કહ્યું હતું કે તેને બોલીવુડમાંથી બાયોપિક માટે ઓફર મળી છે. એક વ્યક્તિએ સ્ક્રિપ્ટ લખી છે અને કંપની શૂટ કરવા જઈ રહી છે.

જ્યારે આ દિગ્ગજ સ્પિનરને પૂછવામાં આવ્યું કે શું તે તેમાં કોઈને મુખ્ય ભૂમિકામાં જોવા માંગે છે, શેન વોર્ને હોલીવુડના બે દિગ્ગજ કલાકારોના નામ આપ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર તે લીયોનાર્ડો ડીકૈપ્રિયો અથવા બ્રૈડ પિટને લીડ રોલમાં જોવા માંગતા હતા. તમને જણાવી દઈએ કે ક્રિકેટ જગત સહિત ક્રિકેટ ચાહકોએ વોર્નના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.

બોલીવુડમાંથી રણવીર સિંહ, અક્ષય કુમાર, અનિલ કપૂર, શિલ્પા શેટ્ટી, ઉર્મિલા માતોંડકર, અર્જુન કપૂર, બોમન ઈરાની, અર્જુન રામપાલ અને રણદીપ હુડા સહિત ઘણા કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી હતી. વોર્નની કપ્તાની હેઠળ, શિલ્પા શેટ્ટીની IPL ટીમ રાજસ્થાન રોયલ્સે પ્રથમ ટુર્નામેન્ટ જીતી હતી.

હાલમાં જ ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ક્રિકેટર શેન વોર્નનાં મૃત્યુ વિષે એક નવી અપડેટ આવી છે. હવે થાઈલેંડ પોલીસએ કહ્યું છે છે કે તેમના રૂમમાંથી લોહી મળ્યું. શેન વોર્નનાં મૃત્યુ બાદ સ્થાનીય પોલીસે કહ્યું કે તેમના બોડી પાસે ઘણું બધું લોહી મળી આવ્યું હતું.ક્રિકેટરને અચેત અવસ્થામાં CPR આપવામાં આવ્યું, જેથી લોહી નીકળ્યું હોય.

તેમના મિત્રોએ જ તેમને દવાખાને પહોંચાડ્યા હતા. અત્યાર સુધી કોઈપણ વાતની પુષ્ટિ થઇ નથી. પોલીસનું કહેવું છે કે હવે તે લોકો પોસ્ટમોર્ટમની રાહ જોઈ રહ્યા છે. એટલે કે કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન એક પ્રકારની મેડિકલ થેરાપી છે, જે પેશન્ટનો જીવ બચાવવા માટે ઇમરજન્સીમાં આપવામાં આવે છે. હવે શેન વોર્નનાં રૂમમાં લોહી મળવાથી તેમના મૃત્યુ પર સવાલ ઉઠી રહ્યા છે.

સિડની મોર્નિગ હેરાલ્ડના શનિવારના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે આ ક્રિકેટરના બિઝનેસ મેનેજર શેન વોર્નને બચાવવા માટે અંદાજે 20 મિનિટ સુધી CPR કરતા રહ્યાં. 52 વર્ષીય પૂર્વ ખેલાડીના મેનેજરે હેરાલ્ડ અને ધ એજને જણાવ્યું કે વોર્ન પોતાના મિત્ર એન્ડ્રયુ સાથે મળતા પહેલા દારૂ નહોતો ઢીંચ્યો. તે ક્રિકેટર સાથે થાઈલેન્ડ ગયા હતા.

રાત્રે ખાતા પહેલા હોટલના રૂમમાં હાજર હતા. રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે વોર્ન ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે ટેલીવિઝન પર રમાયેલી ઐતિહાસિક પહેલી ટેસ્ટને જોઇ રહ્યાં હતા. ત્યારબાદ બેહોશ થયા હતા. તેમણે કહ્યું કે મહાન સ્પિનર થાઈલેન્ડના કોહ સમુઈમાં રજા ગાળવા ગયા હતા અને પોતાના કમેન્ટિંગ એસાઈનમેન્ટ પર યુકેની યાત્રા કરવાના હતા.

YC