Paytm IPO માં આપણે ભારતીયો બટકાઈ ગયા પણ આ વિદેશી કરી ગયો અરબોની કમાણી- જાણો વિગત

પેટીએમ IPO માં ભારતીયોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા પણ આ વિદેશીએ આ રીતે કરી અબજોની કમાણી- જાણીને મગજ કામ નહીં કરે

દિગ્ગજ નિવેશક વોર બફેટે પેટીએમ IPOમાં 14 લાખ શેરોના વેચાણ પર 1.6 કરોડ ડોલરનો લાભ કમાયો છે. આ વાત ફોર્ચ્યૂન ઇન્ડિયાના એક રીપોર્ટમાં કહેવામાં આવી છે. વોરન બફેટની કંપની બર્કશાયર હૈથવેએ સપ્ટેમ્બર 2018માં પેટીએમની પેરેંટ કંપની One97 કમ્યુનિકેશંસમાં 2.6 ટકા હિસ્સેદારી એટલે કે 1.70 કરોડથી વધારે શેર માટે 30 કરોડ ડોલર એટલે કે 2179 કરોડ રૂપિયાનું નિવેશ કર્યુ હતુ. આ સોદો BH ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સના માધ્યમથી થયો હતો અને ભારતમાં બફેટનું પહેલુ નિવેશ હતુ.

તમને જણાવી દઈએ કે IPO બાદ Paytmનો સ્ટોક 27 ટકાના ઘટાડા સાથે શેરબજારમાં લિસ્ટ થયો હતો. 1.4 મિલિયન શેરના વેચાણ પછી, બર્કશાયર હેથવે હવે One97 કોમ્યુનિકેશન્સમાં 2.41 ટકા હિસ્સો ધરાવે છે. Paytmના નિરાશાજનક માર્કેટ ડેબ્યુ પછી પણ, બર્કશાયર સહિતના વેચાણ કરનારા રોકાણકારો તેમના બાકીના હોલ્ડિંગ પર યોગ્ય વળતર આપી રહ્યા છે. ગુરુવારે Paytmનું બંધ માર્કેટ કેપ રૂ. 1.01 લાખ કરોડ હતું. આ આધારે, Paytmમાં બર્કશાયરનો વર્તમાન 2.41 ટકા હિસ્સો હજુ પણ રૂ. 2,443 કરોડ ($330 મિલિયન) છે, જ્યારે તેની સંપાદન કિંમત રૂ. 1,999 કરોડ ($278 મિલિયન) હતી.

રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર નિષ્ણાતોનું માનવું છે કે શેરબજારમાં Paytmની નિરાશાજનક શરૂઆત ભવિષ્યમાં આવનારા IPO પર અસર કરી શકે છે. MobiKwik અને OYO જેવા IPO, જે આ વર્ષના અંતમાં આવી રહ્યા છે, તેમને Paytmના નિરાશાજનક સ્ટોક માર્કેટ ડેબ્યૂનો ભોગ બનવું પડી શકે છે. આનું કારણ એ છે કે રોકાણકારો Paytm શેરના ઊંચા મૂલ્ય અને નફાના અભાવ અંગે ચિંતિત બન્યા હતા.

Shah Jina