ખબર

કોવિડ-19ની મહામારી વચ્ચે UN આપી ચેતવણી, કહ્યું, ભુખમરીના ભોગ બનશે લોકો

યુનાઈટેડ નેશન્સ (UN)ની સંસ્થા, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ(World Food Programme)દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે વિશ્વ “ભૂખમરોની મહામારી”ની કગાર પર છે અને જો સમયસર જરૂરી પગલાં લેવામાં નહી આવે તો થોડા મહિનામાં ભૂખમરો પીડિતોની સંખ્યામાં મોટો વધારો થઈ શકે છે.

નોંધનીય છે કે, વિશ્વભરમાં કોરોના વાયરસથી 25,65,290 લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી બે લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

Image Source

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ડેવિડ બીસ્લેએ મંગળવારે યુએન સિક્યુરિટી કાઉન્સિલના સત્ર દરમિયાન “આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવણી: સંઘર્ષથી ઉદ્ભવતા ભૂખથી પ્રભાવિત સામાન્ય નાગરિકોનું રક્ષણ” વિષય પર જણાવ્યું હતું કે, એક તરફ આપણે કોવિડ -19 મહામારી સામે લડી રહ્યા છીએ, તો બીજી બાજુ ભૂખમરાની મહામારી પણ આવી ગઇ છે. ‘

Image Source

વધુમાં જણાવતાં તેમણે કહ્યું, “હજુ સુધી દુકાળ નથી, પરંતુ હું તમને ચેતવણી આપવા માંગુ છું કે જો આપણે હવે તૈયારી નહીં કરીએ અને પગલાં નહીં ભરાય તો આગામી કેટલાક મહિનાઓમાં આપણને તેના પરિણામો ભોગવવા પડે છે.” આનો સામનો કરવા માટે, આપણે ભંડોળનો અભાવ અને વ્યવસાયની અડચણોને દૂર કરવા સહિતના ઘણા પગલાં લેવા પડશે.

Image Source

બીસ્લેએ કહ્યું કે, કોવિડ -19 ને કારણે વિશ્વમાં ફક્ત વૈશ્વિક આરોગ્ય રોગચાળો જ નહીં પણ વૈશ્વિક માનવતાવાદી સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે, સંઘર્ષશીલ દેશોમાં વસતા લાખો નાગરિકો, જેમાં ઘણી મહિલાઓ અને બાળકોનો સમાવેશ છે, તેઓ ભૂખમરાની આરે છે.

Image Source

ભારતમાં 104 મિલિયન લોકો ગરીબી રેખાથી નીચે જઈ શકે છે

જો કે આ પ્રયત્નો બાદ પણ દેશની અર્થવ્યવસ્થા પર કોરોનાનો ખરાબ પ્રભાવ પડવાનું નક્કી છે. યૂએનની એક રિપોર્ટ પ્રમાણે કોરોનાનાં કારણે 10 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જઈ શકે છે.

બીસ્લેએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં દરરોજ રાત્રે 82 કરોડ 10 લાખ લોકો ભૂખ્યા સૂઈ જાય છે. આ સિવાય 13 કરોડ 50 લાખ લોકોને ભૂખમરો અથવા ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ‘વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વિશ્લેષણમાં ખુલાસો છે કે 2020 ના અંત સુધીમાં 13 કરોડ વધુ લોકો ભૂખમરાની આરે પહોંચી શકે છે. આ રીતે, ભૂખમરો સહન કરનારા લોકોની કુલ સંખ્યા 26 કરોડ 50 લાખ સુધી પહોંચી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.