સિઝન પ્રમાણે ગરમ કે ઠંડા પાણીમાં નહાવું પડતું હોય છે.ત્યારે ડોક્ટરોએ ચેતવણી આપી છે કે અતિશય ઠંડા કે ગરમ પાણીમાં નહાવાથી હાર્ટની ગતિ પર અસર પડી શકે છે. તે કાંતો ફૂલ સ્પીડમાં અથવા લો સ્પીડમાં કામ કરી શકે છે. કેટલાક કિસ્સામાં તો હાર્ટ એટેક પણ આવી શકે છે માટે અતિશય ઠંડા કે ગરમ પાણીમાં ન નહાવું જોઈએ. વધારે પડતાં ઠંડા કે ગરમ પાણીમાં નહાવાથી હાર્ટ એટેકનો ખતરો રહે છે તેવું ડોક્ટરોએ જાહેર કર્યું છે.
ખભા ઉપર પાણી રેડતાં લોકોને હાર્ટ એટેકનું જોખમ
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, અત્યંત ઠંડા કે ગરમ પાણીમાં નહાવાથી તમારા હાર્ટ રેટ પર અસર થાય છે. શાવરમાં તમારા શરીરનું તાપમાન એડજસ્ટ થાય છે અને આ તમારી ધમનીઓ અને રુધિરકેશિકાઓ પર ઘણું દબાણ લાવે છે. જે લોકો ખભા ઉપરના ભાગો પર સ્નાન કરે છે તેમને હાઈ બ્લડ પ્રેશર અથવા હૃદય રોગનું વધારે જોખમ રહેતું હોય છે.
બાથરૂમમાં હાર્ટ એટેકનું કારણ શું ?
ડોક્ટરોનું કહેવું છે કે, વધુ પડતાં ગરમ કે ઠંડા પાણીને કારણે ધબકારાં અનિયમિત થતાં હૃદયમાં ઇલેક્ટ્રિકલ મેલફંક્શન થવા લાગે છે. જ્યારે તમે ન્હાતા હો, શાવર કરતા હોવ અથવા ટોયલેટનો ઉપયોગ કરો ત્યારે આ ખામી સર્જાઈ શકે છે. આ તમારા શરીર પરના તણાવને કારણે છે.
નાહતી વખતે શું ધ્યાન રાખવું?
– છાતી સુધી ગરમ પાણીમાં ક્યારેય ડૂબશો નહીં
– જ્યારે તમે બાથટબમાં હોવ ત્યારે ટાઈમર અથવા એલાર્મ સેટ કરો
– ઊંઘની ગોળીઓ અથવા આરામ આપનારી દવાઓ લીધા પછી ખૂબ ગરમ પાણીથી સ્નાન ન કરો
– જ્યારે તમે બાથરૂમમાં હોવ ત્યારે હંમેશા ફોનને કાઉન્ટર પર મળી શકે તેવી સ્થિતિમાં મૂકો