બોલિવૂડ અભિનેત્રી વરીના હુસેને અફઘાનિસ્તાન વિશે કહ્યું કે 20 વર્ષ પહેલા…હવે મશીનની જેમ બાળકોને પેદા…જાણો વિગત

જે અભિનેત્રીને સલમાન ખાને હિરોઈન બનાવી એ અફઘાનિસ્તાનની હિરોઇનનું છલકાયું દર્દ, કહ્યું- તાલિબાન રાજમાં અફઘાન મહિલાઓ મશીનની જેમ…જાણો વિગત

તાલિબાનનો કબ્જો કર્યા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ કથળી રહી છે. તાલિબાનના ડરને કારણે વિશ્વમાં ચિંતાનું વાતાવરણ બનેલું છે. જ્યાં દુનિયાભરના લોકો અફઘાનિસ્તાનના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

સાથે જ અફઘાન લોકો સાથે ન્યાય માટે પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિઓ પર તે જ દેશમાં જન્મેલી સલમાન ખાનની અભિનેત્રી વરીના હુસેને પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ વરીના હુસેનને તે સમયની યાદ અપાવે છે જ્યારે 20 વર્ષ પહેલા તેના પરિવારને ત્યાં યુદ્ધ દરમિયાન હંગામો મચાવવાના કારણે દેશ છોડવાની ફરજ પડી હતી. TOIમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ વરીનાએ કહ્યું છે કે તેના પરિવાર અને તેના માટે આ ખૂબ જ મુશ્કેલી વાળો સમય રહ્યો હતો કારણ કે અત્યારે અફઘાનિસ્તાનમાં જે થઈ રહ્યું છે તે બરાબર તેવું જ છે જે તેના પરિવાર સાથે 20 વર્ષ પહેલા થયું હતું.

વરીનાએ આગળ કહ્યું કે તે સમયે અફઘાનિસ્તાન છોડવાની ફરજ પડી હતી. વરિનાએ એ પણ કહ્યું કે ભલે તે એક દાયકાથી વધુ સમય ભારતમાં રહે છે પરંતુ તે સમજે છે કે સારા જીવનની શોધમાં એક દેશથી બીજા દેશમાં જવું કેટલું મુશ્કેલ છે.

ભારતની પ્રશંસા કરતા વરીનાએ કહ્યું કે તે પોતાને નસીબદાર માને છે કે ભારતે તેને સ્વીકારી અને ત્યારથી આ તેનું ઘર છે. જો કે વરીનાએ એ હકીકત અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી કે અત્યારે દરેક માટે આવું નથી. વરીનાના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનની ખરાબ પરિસ્થિતિઓને કારણે ઇમરજન્સી ઇમિગ્રેશન થઇ શકે છે. આવી સ્થિતિમાં હજારો શરણાર્થીઓ અને આશ્રય મેળવનારાઓ પડોશી દેશોમાં પહોંચે છે. આ સંજોગોમાં તમારા માટે નવી જગ્યા શોધવી ખુબ જ મુશ્કેલ બની જાય છે.

વરિનાએ એમ પણ કહ્યું છે કે આટલા વર્ષોમાં ત્યાં થયેલી પ્રગતિ ખરાબ થઇ ગઈ છે. અફઘાનિસ્તાન તેની જૂની સ્થિતિ પર પાછું આવી ગયું છે. વરીના અનુસાર તાલિબાનના શાસન પછી અફઘાનિસ્તાનની મહિલાઓ માત્ર ફર્ટિલિટીનું એક મશીન બની જશે અને યુવાનોની માનસિકતા નફરત અને વેરથી ભરેલી હશે.

રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ આ મામલે સંયુક્ત રાષ્ટ્ર (UN)ને અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ એક મહિલાની ઈચ્છા અને અપીલ છે જે નથી ઈચ્છતી કે તેની સાથી અફઘાન મહિલાઓને તેના પોતાના જ દેશમાં બીજા વર્ગના નાગરિકો તરીકે ગણવામાં આવે.

Patel Meet