ખબર

9 વર્ષની જ ઉંમરમાં મરવા માંગે છે આ બાળક, કારણ જાણી હૃદય દ્રવી ઉઠશે

આપણા દેશમાં માનસિક ચિંતા અને ટેંશનથી પીડાઈને ઘણા લોકોને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે, વળી આજના સમયમાં તો નાની ઉંમરના લોકો પણ આવા વિચાર કરે છે અને કેટલાક તો આવા પાગલ પણ ભરી લે છે, અને તેની પાછળનું કારણ આપણે તપાસીએ ત્યારે આપણું પણ હૃદય દ્રવી ઉઠે. ઘણા લોકોના દેખાવના કારણે કેટલાક લોકો તેમનો મઝાક બનાવતા હોય છે અને આ મઝાક તેમના જીવનનો અંત પણ આણે છે, કાળા, ધોળા, લાંબા કે ઠીંગણા અથવા તો કોઈ રોગથી પીડાતા લોકોને આપણે જોઈએ છીએ અને તેનો મઝાક પણ બનાવતા હોઈએ છીએ અને આવા વારંવાર થતા મઝાકથી કંટાળીને કેટલાક લોકો આત્મહત્યાનો વિચાર કરતા હોય છે.

ત્યારે વિદેશોમાં પણ આવા કિસ્સા થતા જોવા મળે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક 9 વર્ષનું બાળક મરવા માટે તેની માતા આગળ વિનંતી કરી રહ્યો છે. આમ કરવા પાછળનું કારણ તમે જાણશો તો તમે પણ હેરાન થઇ જશો.

Image Source

ઓસ્ટ્રેલિયામાંથી એક મામલો સામે આવ્યો છે જેમાં 9 વર્ષનું બાળક પોતાના ઠીંગણા પણાને લઈને એટલો હેરાન થઇ ગયો છે કે તેની માતા આગળ મરવાની વાતો કરી રહ્યો છે. તેની શાળામાં થતી હેરાનગતિથી તે એ હદ સુધી હેરાન થયો છે કે તેને પોતાના જીવનનો જ અંત લાવી દેવો છે. આ વિડીયો તેની માતાએ જ શેર કર્યો છે, જેમાં આ બાળક રડતા રડતા પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યો છે.

Image Source

ઓસ્ટ્રેલિયાના ક્વાડેન બેયલ્સ આ વિડીઓમાં રડી રહ્યો છે અને તે પોતાની માતાને વારંવાર જણાવી રહ્યો છે કે તેને મરવું છે. શાળાની અંદર જ ઘણા આવા મશ્કરીથી પરેશાન બાળકો અને તેમની હાલતથી ચિંતાતુર થયેલી ક્વાડેનની માતા યારકકા બેયલ્સ પણ ગભરાઈ ગઈ છે. તેને પોતાના બાળકનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરી દીધો છે. છ મિનિટના આ વિડીયોને જોઈને કોઈનું પણ હૃદય દ્રવિત થઇ ઉઠે તેમ છે.

સોશિયલ મીડિયામાં પણ ઘણા જ લોકો આ વીડિયોને જોઈને સહાનુભૂતિ બતાવી રહ્યા છે. અત્યાર સુધી આ વિડિઓને 1 કરોડ 90 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. કોઈનું પણ હૃદય આ વિડિઓને જોઈને દ્રવિત થઇ ઉઠે તેમ છે. કોઈનો મઝાક બનાવતા પહેલા આપણે પણ વિચારવાની જરૂર છે, આપનો સામાન્ય મઝાક કોઈનો જીવ પણ લઇ શકે છે એ વાત આ બાળકના દુઃખને જોઈને તમે કલ્પી શકશો.