ખબર

નાબાલિક છોકરીએ લગ્નની પાડી ના તો વ્યક્તિ ધારદાર હથિયાર સાથે ઘરમાં ઘુસ્યો, વાળ પકડીને લઇ ગયો રસ્તા પર, દુષ્કર્મના પ્રયાસ બાદ.. જુઓ વીડિયો

16 વર્ષની સગીરા સાથે જબરદસ્તી લગ્ન કરવા માંગતો હતો આધેડ, ધારદાર હથિયાર સાથે ચોટલો પકડીને રોડ પર ચાલવા લાગ્યો, શોભાના ગાંઠિયા બનીને જોતા રહ્યા લોકો.. જુઓ વીડિયો

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં હત્યાના અઢળક મામલાઓ સામે આવી રહ્યા છે, મોટાભાગના મામલાઓમાં હત્યા પ્રેમ પ્રસંગોમાં થતી હોવાનું સામે આવે છે. જેમાં લિવ ઇનમાં રહેતા વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હોય કે પછી એક તરફી પ્રેમમાં પાગલ યુવાન દ્વારા પ્રેમિકાની હત્યા કરવામાં આવી હોય. ત્યારે હાલ એક રૂંવાડા ઉભા કરી  દેનારો મામલો સામે આવ્યો છે.

છત્તીસગઢની રાજધાનીના ગૂઢિયારી વિસ્તારમાં શનિવારે મોડી સાંજે સનસનાટી ફેલાઈ ગઈ હતી જ્યારે એક આધેડ 16 વર્ષની સગીર છોકરીને વાળથી ખેંચી જતી જોવા મળ્યો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો.

મીડિયા રિપોર્ટ અનુસાર છત્તીસગઢના રાયપુરની પોલીસે રવિવારે જણાવ્યું કે, ગૂઢિયારી વિસ્તારમાં સગીર યુવતી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવા અને તેને રસ્તા પર ખેંચી જવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સગીર યુવતીને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પીડિતાની માતાએ ના પાડી દીધી હતી. ના પાડવા પર આરોપીઓએ સગીર યુવતી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને લોકોના ટોળાની વચ્ચે તેના વાળથી ખેંચીને લઇ ગયો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં પોલીસે પીડિત અને આરોપીની ઓળખ કરી હતી, જેના પછી ગૂઢિયારી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે બાળકીની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તે સતત ડોક્ટરોની દેખરેખમાં છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આરોપી રાત્રે યુવતીના વાળ પકડીને પહાડી ચોકમાં ફરતો રહ્યો. હાથમાં ધારદાર હથિયાર (ગંડાસા) પકડીને તે નિર્ભયપણે ફરતો રહ્યો. આ દરમિયાન સગીરાની મદદ માટે કોઈ આગળ ન આવ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા બાદ પોલીસે આરોપી ઓમકાર તિવારીની ધરપકડ કરી હતી.