વાજિદ ખાનના પરિવારનો ભાંડો ફૂટ્યો, જાણો મુસ્લિમ સાથે લગ્ન કરવારી છોકરીએ કેવા કેવા ખુલાસા કર્યા
કોરોનાકાળની અંદર ઘણા ખ્યાતનામ ચહેરાઓને આપણે હંમેશા માટે ખોઈ ચુક્યા છે. જેમાંથી જ એક હતા પ્રખ્યાત સંગીતકાર વાજિદ ખાન. સાજીદ-વાજિદની જોડી દુનિયાભરમાં ખુબ જ પ્રખ્યાત હતી. પરંતુ વાજિદ ખાનનું લાંબી બીમારી બાદ 1 જૂન,2020ના રોજ અવસાન થયું હતું.

પરંતુ હવે વાજિદ ખાનના નિધન બાદ તેમની પત્ની કમલરૂખનું જીવન મુશ્કેલીઓથી ભરેલું દેખાઈ રહ્યું છે. કમલરૂખે વાજિદના પરિવાર ઉપર ઉત્પીડનનો આરોપ પણ લગાવ્યો છે.

વાજિદ ખાનની પત્ની કમલરૂખ દ્વારા સોશિયલ મીડિયા ઉપર એ વાતનો ખુલાસો કર્યો છે કે વાજિદના પરિવાર દ્વારા તેને જબરદસ્તી ઇસ્લામ ધર્મ કબુલવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યાં એક તરફ તે પોતાના પતિના અવસાનની પીડાથી બહાર નથી નીકળી રહી ત્યાં બીજી તરફ વાજિદના પરિવાર દ્વારા તેને હેરાન કરવામાં આવી રહી છે.
View this post on Instagram
ક્મલરૂખ દ્વારા સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવેલી ખુલ્લી પોસ્ટમાં તેને કહ્યું છે કે: “હું પારસી છું અને તેઓ મુસ્લિમ હતા. અમે ‘કોલેજ સ્વીર્ટહાર્ટ’ તરીકે જાણીતા હતા. અમે જ્યારે લગ્ન કર્યાં ત્યારે અમે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કર્યાં હતાં. હું આના ઉપર મારો અનુભવ જણાવવા માંગુ છું. કે કેવી રીતે મને ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા માટે ધર્મના આધાર ઉપર ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખુબ જ શરમજનક છે. અને બધાની આંખો ખોલનારું છે. હવે જોવાની વાત એ છે કે વાજિદના પરિવાર તરફથી આના ઉપર શું પ્રતિક્રિયા મળે છે.”