ફિલ્મી દુનિયા

તો શું આ ખાનનું નિધન કોરોનાને લીધે થયું? હવે ખુલ્યું રહસ્ય- જાણો વિગત

થોડા સમય પહેલા જ બૉલીવુડ એક્ટર ઈરફાન ખાન અને રિશી કપૂરનું નિધન થયું હતું. હવે વધુ એક ખરાબ સમાચાર આવ્યા કે બોલીવુડના ફેમસ મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું રવિવાર મોડી રાત્રે નિધન થતા બૉલીવુડ જગત અને ફેન્સમાં દુઃખ છવાઈ ગયું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સાજીદ-વાજિદની જોડીના રૂપમાં મશહૂર વાજિદ ખાનને લઈને હસ્તીઓથી લઈને શોક વ્યક્ત કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sajid And Wajid (@thesajidwajid) on

સાજિદ-વાજિદની જોડીથી પ્રખ્યાત 42 વર્ષીય વાજિદ લાંબા સમયથી કિડનીની ડિસીઝથી પીડાતા હતાં. મુંબઇની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અચાનક તબિયત કથળતા તેમને વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. થોડા સમય પહેલા જ તેની કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. છતાં પણ તેની તબિયતમાં કોઈ સુધાર જોવા મળ્યો ના હતો. થોડા દિવસ પહેલા જ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વાજિદ ખાનના નિધન પર બોલિવુડમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

સંગીતકાર સલીમ મર્ચન્ટે ટ્વીટ કરીને કહ્યું હતું કે, સાજીદ-વાજિદની જોડીમાં મારા ભાઈ વાજિદના નિધનની ખબર પરેશાન છું. અલ્લાહ તેના પરિવારને હિંમત આપે. વાજિદ ભાઈ તમે બહુ જ જલ્દી ચાલ્યા ગયા, તે અમારી માટે એક મોટું નુકસાન છે. હું હેરાન છું અને તૂટી ગયો છું.

 

View this post on Instagram

 

A post shared by Sugandha Mishra (@sugandhamishra23) on

વાજિદ ખાનના નિધનથી બોલીવુડમાં શોકની લહેર આવી ગઈ છે. સલીમ મર્ચેંટ, પ્રિયંકા ચોપડા, સોનૂ નિગમથી લઈને ઘણી બોલીવુડ હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ઇન્ટરનેટ પર વાજિદના મોતનું કારણ કોવિડનું સંક્રમણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે અભિનેતા અને વાજિદના બાળપણના મિત્ર રણવીર શૌરીએ ટ્વિટ કર્યું કે, હું મારા બાળપણના મિત્ર વિશે સમાચાર સાંભળી દુખી છું. વાજિદે કોરોના સામે હાર માની લીધી. મને આ જાણી આઘાત લાગ્યો છે. વાજિદ મારા ભાઇ તારા અને તારા પરિવાર માટે સંવેદના પ્રગટ કરુ છું. આ ખૂબ જ દુખદ છે.

 

View this post on Instagram

 

A post shared by Sajid And Wajid (@thesajidwajid) on

બોલિવુડ ફિલ્મ જેમકે દબંગ, વોન્ટેડ, જય હો જેવી અનેક લોકપ્રિય ફિલ્મોમાં મ્યુઝીક આપનારા વાજિદને છેલ્લા કેટલાક વર્ષોથી કિડનીની પણ સમસ્યા હતી. સાજિદ-વાજિદ યુપીના સહરાનપુરના વિખ્યાત તબલાવાદક શરાફત અલી ખાનના દીકરા છે.

 

View this post on Instagram

 

A post shared by Sajid And Wajid (@thesajidwajid) on

મ્યૂઝિક ડાયરેક્ટર સાજિદ-વાજિદની જોડી બોલીવુડમાં ખૂબ ફેમસ રહી છે. વાજિદે સિંગર તરીકે સલમાન ખાન માટે ‘હમકા પાની હૈ, ‘મેરા હી જલવા’ સહિત ઘણા ફેમસ અને હિટ ગીતો પણ ગાયા છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray:

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.