ખબર મનોરંજન

બોલીવુડના આ દિગ્ગજનું અચાનક મોડી રાત્રે નિધન થતા બોલીવુડના ચાહકોમાં ધ્રાસ્કો- વાંચો અહેવાલ

થોડા સમય પહેલા જ બૉલીવુડ એક્ટર ઈરફાન ખાન અને રિશી કપૂરનું નિધન થયું હતું. હવે વધુ એક ખરાબ સંચાર આવ્યા કે બોલીવુડના ફેમસ મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું રવિવાર મોડી રાત્રે નિધન થયું.

ઇન્ટરનેટ પર વાજિદના મોતનું કારણ કોવિડનું સંક્રમણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે અભિનેતા અને વાજિદના બાળપણના મિત્ર રણવીર શૌરીએ ટ્વિટ કર્યું કે, હું મારા બાળપણના મિત્ર વિશે સમાચાર સાંભળી દુખી છું. વાજિદે કોરોના સામે હાર માની લીધી. મને આ જાણી આઘાત લાગ્યો છે. વાજિદ મારા ભાઇ તારા અને તારા પરિવાર માટે સંવેદના પ્રગટ કરુ છું. આ ખૂબ જ દુખદ છે.

તેમની ઉમર 42 વર્ષ હતી. સાજિદ-વાજિદની જોડીથી પ્રખ્યાત વાજિદ લાંબા સમયથી કિડનીની ડિસીઝથી પીડાતા હતાં. મુંબઇની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અચાનક તબિયત કથળતા તેમને વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. વાજિદ ખાનના નિધન પર બોલિવુડમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

બોલિવુડ ફિલ્મ જેમકે દબંગ, વોન્ટેડ, જય હો જેવી અનેક લોકપ્રિય ફિલ્મોમાં મ્યુઝીક આપનારા વાજિદને છેલ્લા કેટલાક વર્ષોથી કિડનીની પણ સમસ્યા હતી. સાજિદ-વાજિદ યુપીના સહરાનપુરના વિખ્યાત તબલાવાદક શરાફત અલી ખાનના દીકરા છે.

વાજિદ ખાનના નિધનથી બોલીવુડમાં શોકની લહેર આવી ગઈ છે. સલીમ મર્ચેંટ, પ્રિયંકા ચોપડા, સોનૂ નિગમથી લઈને ઘણી બોલીવુડ હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

મ્યૂઝિક ડાયરેક્ટર સાજિદ-વાજિદની જોડી બોલીવુડમાં ખૂબ ફેમસ રહી છે. વાજિદે સિંગર તરીકે સલમાન ખાન માટે ‘હમકા પાની હૈ, ‘મેરા હી જલવા’ સહિત ઘણા ફેમસ અને હિટ ગીતો પણ ગાયા છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના