ફિલ્મી દુનિયા

વાજિદ ખાનના અંતિમ દર્શન માટે બાળકોને લઈને પહોંચી પત્ની, હિંમતથી બધાને સંભાળ્યા

હાલમાં બોલીવુડમાં જાણે માઠી અસર બેઠી હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક દુઃખદ સમાચાર આવે છે. રવિવારે રાતે બોલીવુડના ફેમસ મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું રવિવાર મોડી રાત્રે નિધન થતા બૉલીવુડ જગત અને ફેન્સમાં દુઃખ છવાઈ ગયું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સાજીદ-વાજિદની જોડીના રૂપમાં મશહૂર વાજિદ ખાનને લઈને હસ્તીઓથી લઈને શોક વ્યક્ત કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Femina (@feminaindia) on

સાજિદ-વાજિદની જોડીથી પ્રખ્યાત 42 વર્ષીય વાજિદ લાંબા સમયથી કિડનીની ડિસીઝથી પીડાતા હતાં. મુંબઇની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અચાનક તબિયત કથળતા તેમને વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. થોડા સમય પહેલા જ તેની કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. છતાં પણ તેની તબિયતમાં કોઈ સુધાર જોવા મળ્યો ના હતો. થોડા દિવસ પહેલા જ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, સાજિદનું કોરોનાથી મોત થયું હોવાની પુષ્ટિ પરિવારે કરી નથી.

 

View this post on Instagram

 

A post shared by The House of Tag! (@houseoftag_official) on

એક મીડિયા રિપોર્ટ મુજબ, એક્ટર ઈરફાન ખાનને દફનાવાયા છે તે જ કબ્રસ્તાનમાં વાજિદ ખાનની પણ દફનવિધિ કરવામાં આવી હતી. વાજિદ ખાનને વર્સોવાના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. વાજિદ ખાનની પત્ની તેના બાળકો સાથે પતિની અંતિમવિધિમાં પહોંચી હતી.વાજિદની પત્નીની આંખમાં દુઃખ સ્પષ્ટ જોવા મળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

વાજિદ ખાનની દફનવિધિમાં ભાઈ સાજિદ ખાન, એક્ટર આદિત્ય પંચોલી, હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમ અને સલમાન ખાનના ફ્રેન્ડ નદીમે હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

કોરોનાના કારણે નજીકના સગા-સંબંધીઓએ હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

વાજિદ ખાનના નિધનથી સાજિદ-વાજિદની જોડી તૂટી ગઈ છે. ભાઈના જવાનું દુઃખ સાજિદ ખાનના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

સાજિદ-વાજિદે સાથે અનેક હિટ ગીતો આપ્યા છે. વાજિદે લોકડાઉન દરમિયાન સલમાન ખાન માટે ‘ભાઈ ભાઈ’ ગીત કમ્પોઝ કર્યું હતું. સલમાન ખાને આ ગીત લખીને કમ્પોઝર મિત્રો સાજિદ-વાજિદને મોકલ્યું હતું અને તેમણે એક જ દિવસમાં ગીતની ટ્યૂન બનાવી દીધી હતી. વાજિદ ખાને કમ્પોઝ કરેલું આ અંતિમ ગીત છે.

 

View this post on Instagram

 

A post shared by Tadka Bollywood (@tadka_bollywood_) on

વાજિદ ખાને ‘હુડ હુડ દબંગ’, ‘ફેવિકોલ સે’, ‘ચિંતા તા તા ચિતા ચિતા’ સહિતના ઘણા હિટ ગીતો આપ્યા હતા. જણાવી દઈએ કે, પિતાના માર્ગદર્શનમાં જ બંને ભાઈઓએ સંગીતની પ્રાંરભિક તાલીમ લીધી હતી. તેમના નાના ઉસ્તાદ ફૈયાઝ અહેમદ ખાન સાહેબને પદ્મ શ્રી મળ્યો હતો. વાજિદ ખાનના લોહીમાં જ સંગીત હતું. તેઓ પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ શરાફત ખાનના દીકરા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..