ફિલ્મી દુનિયા

પોતાની પાછળ બે માસૂમ બાળકોને મૂકી ગયા વાજિદ, જુઓ એમના પરિવારની તસ્વીરો

બોલિવૂડ મ્યુઝિક કમ્પોઝર-સિંગરની ફેમસ જોડી સાજિદ-વાજિદમાંથી વાજિદ ખાનનું 42 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી 31 મેના રોજ નિધન થયું. ખબરો અનુસાર, કિડનીની સમસ્યાથી ઝૂઝી રહેલા વાજિદના પહેલા તો લંગ્સ કામ કરવાના બંધ થઇ ગયા અને પછી અમને હાર્ટએટેક આવ્યો. હાલમાં જ એમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયું હતું.

Image Source

ખબરો અનુસાર કિડની અને ગળામાં ઇન્ફેક્શનને કારણે છેલ્લા અઢી-ત્રણ મહિનાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. એવું પણ કહેવાય રહ્યું છે કે છેલ્લા ત્રણ દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા અને એમની હાલત ગંભીર હતી.

Image Source

વાજિદ એમની પાછળ એમની પત્ની અને બે બાળકોને મૂકી ગયા. વાજિદે વર્ષ 2003માં યાસ્મિન સાથે લગ્ન કર્યા હતા. એમના પરિવારમાં એમની પત્ની યાસ્મિન સિવાય બે બાળકો – એક દીકરો અને એક દીકરી પણ છે. તેમના નિધનથી તેમનો આખો પરિવાર શોકમાં છે. પરિવારની સાથે જ ચાહકો અને ઇન્ડસ્ટ્રીમાં પણ શોકની લહેર છે.

Image Source

સાજીદ-વાજિદ ઉત્તર પ્રદેશના સહારનપુરનો રહેવાસી હતા. વાજિદ ખાને 1998માં સલમાન ખાનની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં તેમણે બોલિવૂડમાં ઘણા સુંદર ટ્રેક આપ્યા છે.

Image Source

તાજેતરમાં સાજિદ-વાજિદે સલમાનનું નવું ગીત ભાઈ ભાઈ કમ્પોઝ કર્યું હતું. એક ગાયક તરીકે વાજિદ ખાને કારકિર્દીની શરૂઆત 2008માં ફિલ્મ પાર્ટનરથી કરી હતી. તેમણે હૂડ હૂડ દબંગ, જલવા, ચિંતા તા તા ચિતા ચિતા અને ફેવિકોલ સે જેવા ગીતો ગાયા છે.

Image Source

સાજીદ-વાજિદે 7-8 વર્ષની વયે સંગીત શીખવાનું શરૂ કર્યું. વાજિદનો આખો પરિવાર સંગીતની દુનિયા સાથે સંકળાયેલો છે. તેમના પિતા પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ શરાફત ખાન હતા. બંને ભાઈઓએ સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા ઉસ્તાદ શરફાત ખાન પાસેથી મેળવ્યું હતું.

Image Source

વાજિદના દાદા ઉસ્તાદ અબ્દુલ લતીફ ખાન પણ સંગીતકાર હતા અને તેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. તેમના નાના ઉસ્તાદ ફૈયાઝ અહમદ ખાન સાહેબને પણ પદ્મશ્રી મળ્યો હતો. જ્યારે તેના કાકા ઉસ્તાદ નિયાઝ અહમદ ખાન સાબને પ્રતિષ્ઠિત તાનસેન એવોર્ડ મળ્યો હતો.

Image Source

જણાવી દઈએ કે વાજિદની તબિયત અચાનક બગડ્યા પછી 31 મેની બપોરે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, અહેવાલો એવું પણ સૂચવે છે કે તે કોરોના પોઝિટિવ હતા અને છેલ્લા એક અઠવાડિયાથી તેનાથી ઝૂઝતા હતા. જોકે મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું છે.

Image Source

સાથે જ એ પણ જણાવી દઈએ કે તેમને લાંબા સમયથી કિડનીની સમસ્યા હતી અને થોડા સમય પહેલા જ એમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને એ પછીથી જ તેમની તબિયત ખરાબ રહેવા લાગી હતી.

Image Source

વાજિદ વિશે એવું કહેવાય છે કે તેઓ એક ખૂબ જ સીધા અને હસમુખ વ્યક્તિ હતા. બોલિવૂડની તમામ હસ્તીઓ તેમની વર્તણૂક વિશે વાત કરી રહી છે. 2020માં એક-પછી-એક બોલિવૂડની ઘણી હસ્તીઓનું નિધન થયું છે. ઋષિ કપૂર અને ઇરફાન ખાનના અવસાન બાદ હવે વાજિદ ખાનના નિધનના સમાચાર આવ્યા.

Image Source

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.